________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
પ્રશ્નકર્તા : ભગવાને.
દાદાશ્રી : ભગવાન શું કરવા બાંધે ? ભગવાન બાંધે નહીં. ભગવાન બંધાયેલા હોય તો બાંધે. જે મુક્ત પુરુષ બીજાને બાંધે, ત્યારે એ મુક્ત જ ના કહેવાય ને ? ભગવાન બાંધે નહીં આ ! આ તો
જેલરોએ બાંધ્યો છે !!! ભગવાન આવો ધંધો ના કરે. એ જેલરો છે ને, એ પોતેય કેદી છે. એ જેલરોય કેદી છે, બધાય કેદી છે !
૩૯
પ્રશ્નકર્તા : બધાય કેદી ત્યારે છૂટો કોણ ? જ્ઞાની એકલા ? દાદાશ્રી : હા, જ્ઞાની એકલા જ છૂટા, બાકી કોઈ નહીં. જ્ઞાની અને જ્ઞાનીના ફોલોઅર્સ એ છૂટા ! એટલે જે બંધાયેલો હોય ને તે જ બાંધે, છૂટ્ટો કોઈને બાંધે નહીં. ભગવાન દુખિયા નથી, તે દુ:ખ આપે કોઈને ! એ તો એમ જ કહે કે ના, ‘હું ચંદુભાઈ નહીં, હું તો શુદ્ધાત્મા !’ ત્યારે ભગવાન કહે, આવી જાવ, આપણે એક જ છીએ, અભેદ છીએ.' તમે જ્યાં સુધી ભેદ પાડો કે ના, ‘હું ચંદુભાઈ છું’, ત્યાં સુધી એ કહેશે, કે ત્યારે, ‘તમે એમ ને અમે આમ !' શું કહેવા માંગે છે ? તમારી ભેદબુદ્ધિ જ તમને બાંધે છે. કોણ બાંધે છે ? એ તમને સમજાયું ? તમારામાં ભેદબુદ્ધિ છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો એ બાંધે છે. એ બુદ્ધિ વ્યભિચારિણી બુદ્ધિ કહેવાય છે. એ જ્ઞાની પુરુષ કાઢી નાખે એટલે પછી છૂટું થઈ ગયું. બુદ્ધિથી ભેદ પાડ્યા કારણ કે બધું સરખું એમને. બધાય રસ સરખા. બધી વાત સરખી. આ તો આપણે કે આ સારું છે ને આ ખરાબ છે. સારામાંય એક મત નથી, બળ્યો. તમે કહો કે શીખંડ બહુ સારો, ત્યારે પેલો કહે, ‘ના, દૂધપાક બહુ સારો.' પેલો કહેશે કે મને શીખંડ ભાવતો નથી. પેલો કહેશે, ‘મને દૂધપાક નથી ભાવતો.' જો સારું હોત ને, સારી વસ્તુ બધા જ એક્સેપ્ટ કરતા હોય, તો આપણે કહીએ કે ભઈ, સારી જેવી વસ્તુ હોવી જોઈએ. પણ બધા મતભેદ છે. એટલે સારું-ખોટું કલ્પિત વસ્તુ છે. સાચી વસ્તુ નથી. કલ્પિત, તે કલ્પના સહુ સહુની !
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
બુદ્ધિ ભેદ પાડે. બૈરી અને ધણી પાડોશી જોડે લડે, ત્યારે બહાર નીકળીને આપણે જોઈએ, ફોટો પાડીએ તો બેઉ જણ શું કરતા હોય, પેલા પાડોશીને કે તમે આવા છો. પેલાં બેઉ જણ કહેશે, તમે આવા છો ?” આપણને લાગે કે આ બેઉ સાથે કંપની સારી છે. હસબંડ ને વાઈફ બેઉ છે તે ‘અમે' કહે, તે ઘડીએ. ફોરેનવાળા ‘વી આર’ (અમે) કહે છે ને ? એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આટલી બધી એકતા, આ બધા એક જ છે, એ રીતે રહે છે ! ઈન્ડિયાના સંસ્કાર ! અને પછી ત્યાં આગળ કોઈ એક દહાડો એને ઘેર રહ્યા હોય, તો ત્યાં શું થાય ? ‘મારી બેગને તું અડી જ કેમ ?' અહીં મારી-તારી થઈ ગઈ. એટલે આપણે સમજીએ કે આ તો બરકત વગરનો છે. એ બુદ્ધિ ભેદ પાડે. બુદ્ધિ ના હોય તેને ભાંજગડ જ નહીં ! આ તો બુદ્ધિવાળો કહેશે, ‘મારી બેગમાં સાડી મૂકી જ કેમ ?” અક્કલનો કોથળો ! મૂઆ, સાડી મૂકી એમાં શું ખોટું છે તે ? એના કરતાં કહીએ, ‘આમાં સાડી અહીં મૂકી, સારું થયું.' એવું બોલને, તો એને સારું લાગે ને, બીબીને ! બીબીને સારું ના લાગે ?
પ્રશ્નકર્તા : લાગે.
૩
દાદાશ્રી : આ તો મારી બેગમાં તેં તારી સાડી મૂકી જ કેમ ? એટલે બઈ કહેશે, ‘કોઈ દહાડો એની બેગમાં હાથ ઘાલીએ તો આવું ને આવું ગોટાળા વાળે છે. બળ્યું, આ ધણી ખોળવામાં મારી ભૂલચૂક થઈ લાગે છે. આવો ધણી ક્યાંથી મળ્યો ?” પણ હવે શું કરે, ખીલે બંધાયું ? ત્યાંની, ફોરેનની હોય તો જતી રહે, મેરી હોય તો જતી રહે બીજે દહાડે. પણ અહીં ઈન્ડિયન, શી રીતે જતી રહે, ખીલે બંધાયેલી ?
આ જગતમાં તો કોઈ પોતાનું છે નહીં. આ જે દેખાય છે, એ ખાલી વ્યવહાર પૂરતું જ છે. વ્યવહાર એટલે ક્યારે, કઈ મિનિટે પડી જશે એ કહેવાય નહીં. પોતાના આત્મા સિવાય કોઈ પોતાનું થાય નહીં. બાકી કોઈ સગોવહાલો, પોતાનો થાય નહીં. એટલે અહીં તો આ આટલું પોતાનું કરી લો. સબ સબકી સમાલો ને મૈં મેરી ફોડતા હૂં એ રાખવા જેવું છે. કોઈ પોતાનું થાય જ નહીં એવો આ સંસાર આખો