________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
કરીને થાકે પછી. અને બુદ્ધિ જો બહુ ફસાઈ જાય તો પછી એબ્નોર્મલ થઈ જાય. તો પછી એ ધર્મમાં કામ લાગે નહીં. કારણ કે હું એનો દાખલો આપું છું કે આ બ્રીક (ઈટ) હોય છે ને ? તો ‘વેલ બર્ટ બ્રીક્સ” (પાકી) હોય તે જ લોકો લે. “ઓવર બર્ટ બ્રીક્સ’ (ખેંગાર) કોઈ લે નહીં અને “અંડર બર્ટ બ્રીક્સ'(કાચી) હોય, તોય લોકો કહે છે કે, ‘ભઈ, આ અમારે ચાલે નહીં.’ છતાંય પણ કોઈ માણસ એમ કહે કે, “ભઈ, હું ભઠ્ઠીમાં શેકી લઈશ.' તો એને ફરી કોઈ રૂપ કોઈ આવે. પણ ‘ઓવર બન્દ થયેલી બ્રીક્સ’ કશા કામમાં લાગે નહીં. એવું આ બુદ્ધિમાં બહુ ઓવર બરું થઈ ગયેલું હોય, તે કામ લાગે નહીં.
આ દરેક વસ્તુની ત્રણ સ્થિતિ હોય; અંડર બર્જ, વેલ બર્ટ અને ઓવર બર્જ. એ સ્થિતિ દરેક જગ્યાએ હોય જ ! ઓવર બન્ટને આપણા લોકો શું કહે છે ?
પ્રશ્નકર્તા : ખેંગાર.
દાદાશ્રી : ખેંગાર તો આપણે ઈટને કહીએ છીએ. અને વધુ બુદ્ધિશાળી હોય તે આ હું વાત કરું છું ને, તે સાંભળે જ નહીં. કારણ કે ઓવરવાઈઝ (દોઢ ડાહ્યો) થઈ ગયેલો હોય ! એ ‘ડીફોર્મ' (બેડોળ) થઈ ગયેલો હોય. ખેંગાર હંમેશાં ‘ડીફોર્મ' થયેલો હોય. બહાર ચકચક્તો દેખાય, એવું આય બહાર સુંદર દેખાય પણ ‘ડીફોર્મ” થઈ ગયેલો હોય.
ત મપાય બુદ્ધિથી કદી જ્ઞાતી ! બાકી, મનથી માપ કાઢી શકો નહીં. મનનું આમાં કામ જ નહીં. અમારામાં બુદ્ધિ નહીં ને, તે બુદ્ધિથી માપવા જાવ તો ચાલે નહીં. બુદ્ધિ હોતી જ નથી. બદ્ધિ ક્યાંથી લાવે ? (સવળી) બુદ્ધિવાળો તો કેટલો ડહાપણવાળો હોય ? એની વાત કેવી હોય !
મુંબઈ શહેરમાં બધા બુદ્ધિવાળાઓ આવેને, મેં કહ્યું કે, “બુદ્ધિવાળાને તો, એને ઘેર મતભેદ ના થાય, પાડોશમાં મતભેદ ના થાય, ક્રોધ-માનમાયા-લોભ ઓછાં થઈ ગયેલાં હોય, બહુ શાંતિમાં હોય. આ તો બુદ્ધિ
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) જ ક્યાં છે ? આ તો બધા રઝળપાટવાળા લોકો !” (સવળી) બુદ્ધિ તો બહુ રક્ષણ આપનારી વસ્તુ છે. આ જ્ઞાન પછી સેકન્ડ નંબર બુદ્ધિ છે. જ્ઞાન ફૂલ (સંપૂર્ણ) પ્રકાશ આપે ને બુદ્ધિ તો નાઈન્ટી નાઈન સુધી લઈ જઈ શકે એમ છે. આવી બુદ્ધિ ક્યાંથી લાવે છે ?
પ્રશ્નકર્તા : આ તો બુદ્ધિ બોલાવે છે. આવું ?
દાદાશ્રી : બુદ્ધિ હોત તો આવું બોલે જ નહીં ને ! બુદ્ધિવાળો તો આવું બોલતો હશે ? બુદ્ધિવાળો તો હિસાબ કાઢી શકે. સમજાય એવી વાત છે. પણ કોઈને ના સમજણ પડે, તો એ જુદી લાગે.
અને જો આવા જ્ઞાનીની બુદ્ધિ માપવા જઈશ ને, તો તારી બુદ્ધિ મપાઈ જશે. તીર્થકરો અને જ્ઞાનીની બુદ્ધિને માપીશ નહીં. કારણ કે એવી તારી બુદ્ધિ છે નહીં. તને તો ઘરમાંય નિર્ણય કરતાં નથી આવડતું. બૈરી જોડે ઝઘડો થયો ને, તો નિકાલ કરતાં ના આવડે અને જ્ઞાનીની બુદ્ધિ જોવા જાય. એવું બને કે ના બને ?
એક કલાક જો આ વાત સાંભળોને, તો એની શું કિંમત છે ? એ કિંમત કોઈ આંકી શકે એવી નથી, એટલી કલાકની કિંમત છે. એ કિંમત સમજાવી મુશ્કેલ છે. બુદ્ધિ બહારની વાત છે. આ સંજોગ જ બાઝવો મુશ્કેલ છે.
અમે તમને કહી દઈએ કે આ વિજ્ઞાન તમારી બુદ્ધિની બહાર છે. પણ હકીકતમાં જગત આખું વિજ્ઞાન જ છે. આપણા લોકો હજુ તો બુદ્ધિની બહાર જ નથી નીકળ્યા.
ભેદ પાડે એ બુદ્ધિ ! જેને છૂટવું હોય, એને બંધાવાના સાધન મળી આવે ને તોય એને ઊડાડી દે, પણ છોડાવી જ દે ! બંધન ગમતું નથી, નહીં ?
પ્રશ્નકર્તા : જેમણે બાંધી રાખ્યા હોય એનું શું ? દાદાશ્રી : કોણે બાંધી રાખ્યા છે ?