________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
૬૧
પ્રશ્નકર્તા : છતાં આપણે એની જ વાત કરીએ છીએ.
દાદાશ્રી : કોઈ પહોંચી શકતું નથી છતાં આપણે એની જ વાત કરીએ છીએ. પણ એની વાતમાં સંજ્ઞાથી સમજાવીએ છીએ. સંજ્ઞાથી સમજી તો જાય. આમ અમે જે કહેવા માગીએ તે તમે તમારી ભાષામાં સમજી જાવ, બીજા ના સમજે.
એ કેવી રીતે ? એક મૂંગો છે તે ‘આમ’ કરે, તે બીજો મૂંગો ‘એમ’ કરે, એટલે બેઉ સ્ટેશન પર પહોંચી જાય. પણ લોકોને સમજણ ના પડે એવી આ સંજ્ઞા છે.
બુદ્ધિ, શ્રદ્ધાને ન આંબે...
પ્રશ્નકર્તા : જ્યારે શ્રદ્ધા આવે છે ત્યારે એ શ્રદ્ધા લાવનાર એ બુદ્ધિ જ છે ને ?
દાદાશ્રી : ના, બુદ્ધિ નહીં. બુદ્ધિ તો કોઈનેય બેસવા જ ના દે. શ્રદ્ધા તો અહંકાર જ લાવે છે બિચારો. હા, એને સુખ જોઈએ છે ને ? બુદ્ધિ તો એમ ફસાવે કે ‘રહેવા દેને, આમાં’. તે પેલો બેસે. બુદ્ધિ તો સંસારમાં સુખ આપવામાં હેલ્પ કરે.
પ્રશ્નકર્તા : પણ બુદ્ધિ સાધન રૂપે આપણને ઉપર લઈ જવામાં મદદ ન કરે ?
દાદાશ્રી : કોઈ જાતની હેલ્પ નહીં. ફક્ત બુદ્ધિ અહીં તમને સમજવામાં હેલ્પ કરશે. જ્ઞાની પુરુષની પાસે સમજવામાં તમારી પાસે બીજું કોઈ સાધન નથી. અજ્ઞાન છે ને, ત્યાં સુધી બુદ્ધિ હેલ્પ કરશે સમજવામાં.
પ્રશ્નકર્તા : એ ક્યારે સમજાય, જ્ઞાની પુરુષ આગળ જો તમારી પરાપૂર્વની યોગ્યતા અંદર થોડીક થઈ હોય, તો જ સમજાય. નહીં તો આ જ બુદ્ધિ પાછી આડી આવે.
દાદાશ્રી : નહીં તો એ બુદ્ધિ આડી આવે ! જ્ઞાની પુરુષની વાણી
૬૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
હોય તે બુદ્ધિ એને સમજી શકે છે કે, આ સારી વાત છે ને આ ખોટી બાકી, બીજું કશું જ ના સમજી શકે.
પ્રશ્નકર્તા : એટલે જાગૃતિ એક પઝલ થઈ ગઈ. જાગૃતિ મોક્ષમાર્ગે પણ લઇ જાય અને અંતરાય પણ કરે ?
દાદાશ્રી : એવું છે ને, આ હિન્દુસ્તાનના લોકોને કેમ બળતરા બહુ છે ને ચિંતા બહુ છે ? આ ઉપાધિ બહુ છે ને જાતજાતના નખરાં કરે, અવળા ધંધા કરે છે, ઊંધા ધંધા કરે છે, આ બધું આવું કેમ છે ? ત્યારે કહે, જાગૃતિને લીધે. બહુ જાગૃતિ છે ને ! બહુ જાગૃતિવાળાને ભય કેટલા પ્રકારના લાગે ? ચિંતાઓ કેટલા પ્રકારની થાય ? અને ફોરેનવાળાને તો કોઈ જાગૃતિ જ નથી ને, એ તો વિષયોના જ સુખની મહીં પડેલી છે. જે દહાડે અમેરિકામાં માખણ ના મળ્યું તો આખું અમેરિકા હો હો કરી મેલે !
અને આપણા લોકોને તો વિષયની કશી પડેલી નથી. મારી મિલકત, મારો બંગલો, મારી મોટરો, આમ મોટરમાં બેઠો હોય ને, તો આમ જોયા કરે. ઓળખાણવાળાને, સગાંવહાલાંને જો જો કરે. ત્યાં ચક્કર પાંસરો ના રહે.
સાહજિકતા, પૂર્વ તે પશ્ચિમતી !
પ્રશ્નકર્તા : જાગૃતિ હોય એને જલદી મોક્ષ મળે કે સાહજિક હોય એને ?
દાદાશ્રી : એવું છે ને, સાહજિકમાંથી જાગૃત તો થવું જ પડશે ને ? જાગૃત થયા પછી સાહિજક થવાનું છે. આ સાજિક, જાગૃત થતાં પહેલાંનું છે. અને તે કેવી સાહજિકતા જોઈએ ? ફોરેનવાળા હોય છે ને એવું જ. આ ફોરેનવાળા સાહજિક કહેવાય. આપણી ગાયો-ભેંસો જેટલી સાહિજક છે ને, એટલા જ એ સાજિક કહેવાય. થોડાક વિકલ્પો ખરા. ગાયો-ભેંસોને જેટલી સાહજિકતા છે, તેના કરતાં થોડોક જ વિકલ્પ આમનામાં કે હું વિલિયમ છું, આ મારી વાઈફ છે, એવું બધું