________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
જરાક ખરું. બાકી બધું સાહજિક. એને છે તે અઢાર વર્ષનો બાબો થયો એટલે એ જુદો ને મા-બાપ જુદાં પડી જાય.
૬૩
એવા સાહિજક લોકો મને ભેગા થઈ જાય છે. તેય પાછું એવું બન્યું હતું કે એક અમેરિકાની બેન હતી, પ્રેસીલા, સહજ આવી ગઇ હતી. તે લેક્ચ૨૨ હતી, તે હિન્દુસ્તાનમાં આવેલી. હિન્દુસ્તાનમાં આવ્યા પછી બધે ફરી અને કોઈકે એને અહીં દેખાડ્યું, તે અહીંયાં આવી. પછી મને કહે છે કે મહાવીરની પાસે જેમ ચંદનબાળાં રહ્યાં હતાં, તેવી રીતે તમે મને ચંદનબાળા તરીકે રાખો. હું બ્રહ્મચર્યવ્રત લેવા તૈયાર છું. ત્યારે મેં કહ્યું કે “બેન, શક્ય નથી આ વસ્તુ અને તારી જિંદગી બગાડશે !' કારણ કે ઈવોલ્યુશન (વિકાસ) નથી એનું. એ હોવું જોઈએ કે નહીં ? આવડું નાનું ઝાડ જો કેરી આપતું હોય તો બધું શક્ય જ બની જાય ને ? એનું પ્રમાણ હોવું જોઈએ, બધો હિસાબ હોવો જોઈએ.
પછી એ બઈ કહે છે કે, ‘તમે મને ક્યાંક તેડી જાવ.' તે પછી અમે એને તીર્થંકર ભગવાનનાં દર્શને તેડી ગયા. પછી મેં ‘નમો અરિહંતાણં' બોલાવ્યું. તે આવા જ શબ્દો બોલે, બોલવા-કરવાનું બધુંય, દર્શન કરે. પણ હું જાણું કે આમાં કશો લાભ નહીં, બિચારીનો ટાઈમ નકામો જાય. મેં કહ્યું, ‘તને અહીં શું વિશેષ લાભ લાગે છે ? તે તું અહીં બેસી રહી છું ?” ત્યારે કહે કે, ‘બધે મહાત્માઓ જોયા પણ અહીં જે બેઠા છે ને, એમના બધાનાં મોઢા ઉપર સુખ લાગે છે અને બીજે બધે આવા સુખવાળા નથી દેખાતા. આ તો નિરાંતવાળા હોય એવા દેખાય.’ મેં કહ્યું કે ‘આ પરીક્ષા તારી સાચી છે પણ તને હેલ્પ કરશે નહીં. અને તું આ દર્શન કરું છું તેય તને હેલ્પ કરશે નહીં. માટે તું આ પુસ્તક લઈ જા. વંચાય તો વાંચજે.' અને પાછા જવાની મેં એને સમજ પાડી દીધી. મેં કહ્યું કે, આ દેશમાં ફસાઈશ પણ નહીં. તમે તમારી લાઈનમાં જ આગળ વધો.
એટલે કામ થાય નહીં, એમાં કશું વળે નહીં. પછી કહે છે, ‘આ મારે અમેરિકા લઈ જઈને બધાને દેખાડવું છે.’ મેં કહ્યું કે ‘કશું વળશે નહીં.' એક ફક્ત સાયન્ટિસ્ટો એકલા જ મારી વાત સાંભળી શકશે અને
૬૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
કંઈક સમજી શકશે. બાકી, સાયન્ટિસ્ટોય ના સમજી શકે.
પ્રશ્નકર્તા : પણ સૂરજ ઊગ્યો છે, એને છાબડું ઢાંકવાથી કંઈ એ છૂપું રહેવાનું નથી.
દાદાશ્રી : એ છૂપું રહેવાનું નથી. એનો પ્રકાશ મળવાનો છે. પ્રશ્નકર્તા ઃ તો જગતને આ પ્રકાશ કેમ ન મળે ?
દાદાશ્રી : એમના રોડે જે અટક્યા છે, તે બધાંને મળશે ને !
તે લોકો આગળનો રોડ ક્લીયર કરશે. પણ એમને જ્યાં અટક્યા છે ત્યાં મળશે ને તમારું જ્યાંથી અટક્યા છો, ત્યાંથી આગળનું તમને મળશે. એટલે દરેકના રસ્તા જુદા છે.
પ્રશ્નકર્તા : એમાં ‘પ્લેટો' એમ કહે છે કે અમે જ્યાં સુધી બુદ્ધિથી સમજી શકીએ, વિચારી શકીએ, ક્લ્પના કરી શકીએ, એ અમારું તત્વજ્ઞાન અને વિવેકાનંદ રાજયોગમાં એમ કહે છે કે, આ બધું પૂરું થાય અને પછી જે ભૂમિકામાં એન્ટર (આવો) થાવ, એ તત્ત્વજ્ઞાન હિન્દુસ્તાનનું.
દાદાશ્રી : હા, તે હિન્દુસ્તાનનું, બરોબર, ખરું કહે છે. પેલા લોકોનું સાહિજક છે અને આપણે અહીં વિકલ્પી છે.
પ્રશ્નકર્તા : એટલે એ ત્યાંનું એનું કલુઝન (તારણ) મૂકે છે કે પથ્થર અને પરમાત્મા, એમાં શું ફેર ? પથ્થર કંઈ કરી શકતો નથી અને પરમાત્મા કશું કરવા માંગતો નથી. એટલે અમે બધાં પથ્થર જ છીએ ને, અને એ જ મુશ્કેલી છે.
દાદાશ્રી : પેલા લોકો જે છે, એમની જે બુદ્ધિ છે ને, તે બાહ્ય બુદ્ધિ છે અને આપણી આંતરિક બુદ્ધિ છે. એટલે આપણા લોકોને પથ્થર કહેવાતા નથી. આપણા લોકોને જો કદી ‘આ' વાત કરીએને, તો તરત પહોંચી જશે. અને એમના પ્રમુખ છે, તે બે વર્ષ અહીં બેસી રહેશે, તો હું જે કહેવા માગું છું, એ વાતમાં એકુય અક્ષર પહોંચશે નહીં. એ બેનને મહિના સુધી મેં સમજાય સમજાય કરી પણ વાત પહોંચે નહીં. એટલે મેં લેવલ જોઈ લીધું, કે આનું ઈવોલ્યુશન આટલે સુધીનું છે.