________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
૫૯
૬૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
આધ્યાત્મિકમાં સ્થિર કરે, એ સ્થિરતાનો માર્ગ છે અને આ બુદ્ધિ તો ચંચળ કરે, તે આ ને સ્થિરતા બે વિરોધાભાસ કહેવાય. બે સાથે બેસી શકે નહીં. બુદ્ધિ તો દરેક માણસને ઈમોશનલ કરનારી જ છે.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાન વિકસાવવા માટે બુદ્ધિની થોડીક જરૂર ખરી કે નહીં ?
દાદાશ્રી : જ્ઞાન વિકસાવવા બુદ્ધિની જરૂર, ખાસ જરૂર. બુદ્ધિ વગર તો જ્ઞાન આગળ શી રીતે વિકસે ? જ્ઞાન બે પ્રકારના, એક વિનાશી જ્ઞાન અને એક અવિનાશી જ્ઞાન. અવિનાશી જ્ઞાનને ‘વિજ્ઞાન કહ્યું અને વિનાશી જ્ઞાનને “જ્ઞાન” કહ્યું. એટલે બુદ્ધિથી વિનાશી જ્ઞાન ઉત્પન્ન થાય અને ભક્તિયે વિનાશી થાય. પણ આગળ વધારે, એમ કરતાં કરતાં છેવટે એ વિજ્ઞાન સુધી પહોંચાડે અને વિજ્ઞાન અવિનાશી
સંસારની બહાર નીકળવા દે નહીં, એનું નામ બુદ્ધિ. સંસારને બહુ સરળ બનાવે, હેલ્પ કરે, બુદ્ધિ મોક્ષની બધી વાત સમજવામાં શ્રી, પણ મોક્ષે જવાની વાત કરે, ત્યાં વાંધો આવે.
આ વિજ્ઞાન છે. આ સમજવા માટે એમની પાસે આ બુદ્ધિનું સાધન હતું. તેથી બધાય સીધા સમજ્યા, નહિ તો સમજેય શી રીતે ? નહીં તો સમજણ પડે ? શું કહેવા માંગીએ છીએ એ જ સમજણ ના પડે. એ તો તીક્ષ્ણ ધાર જેવી બુદ્ધિ હોય ત્યારે સમજ પડે, નહિ તો સમજણ જ ના પડે. એ તો બુઠ્ઠી છરીથી કંઈ દૂધી કપાય ?
પ્રશ્નકર્તા: બુકી છરીથી ના કપાય, દૂધી તો.
દાદાશ્રી : પણ જગતને માટે જરૂર છે બુદ્ધિની, આ તો આપણા માટે, સ્પેશ્યલી ફોર એસ (ખાસ આપણા માટે), આ એક જ કોર્નર માટે ૩૫૦ થી ૩૬૦ ડિગ્રીવાળાને માટે જ છે. ૩૫૦ ડિગ્રી સુધી બધાને બુદ્ધિની જરૂર છે. બુદ્ધિથી જ આ જગત ઊભું રહ્યું છે, ટક્યું છે ને ટકશે. ટકશે હઉ એનાથી. લાખો અવતાર કર્યા બુદ્ધિથી.
એ સમજાય સંજ્ઞા થકી ! પ્રશ્નકર્તા : એ વાત બીજાને બુદ્ધિથી સમજાવી શકાય નહીં ?
છે.
પ્રશ્નકર્તા : તો જ્ઞાનીના જે વચનો છે, એ વચનોને સમજવા માટે આ બુદ્ધિ જે છે તે અંતરાય કરે કે મદદ કરે ?
દાદાશ્રી : બુદ્ધિ તો સમજે ખરી, પણ એનો આપણે શું ઉપયોગ કરવાનો તે આપણે જોવાનું. પ્રકાશ તો હંમેશાં સમજી શકે. બુદ્ધિ એક પ્રકાશ છે. એ તો આટલી બધી વાતો હું બોલું છું. તે બુદ્ધિનો પ્રકાશ છે તો સમજી શકે. આટલા બધાં પુસ્તકો વાંચવાનાં, તો શું બુદ્ધિ વગરના લોક છે ? પ્રકાશ તો બધો છે, પણ એ પ્રકાશ શું કામનો ? ઊંધું જ સમજાય.
બુદ્ધિ છે તે મોક્ષની વાત બધી સમજવા દે ખરી. બુદ્ધિ જો સમજવા ના દેતી હોય તો કોઈનું કામ જ ના થાય. જ્ઞાનની વાત બુદ્ધિ સમજી શકતી ના હોત તો કોઈનું કામ જ ના થાય. પણ બુદ્ધિ સમજી શકે છે અને એનાથી એડોપ્ટ (સ્વીકાર) થઈ શકે છે. ફીલોસોફી બુદ્ધિ વધારી આપે છે પણ એ ખોટી નથી. એ બુદ્ધિથી આપણાં જ્ઞાનની વાત સમજી શકાશે. એનાથી ગ્રામ્પીંગ (ગ્રહણ) થાય, નહીં તો જ્ઞાનની વાત ગ્રામ્પીંગ ન થઈ શકે.
દાદાશ્રી : એ સમજાવી શકવાનું, એ તો એવું છે ને, કેટલીક વાત સમજાવી શકાય. કેટલીક પૂરી ના સમજાવી શકાય, સામાને પહોંચે નહીં ને બધી વાત. એ બુદ્ધિગમ્ય વિષય નથી, માટે પહોંચે નહીં. એટલે એના જેવી સંજ્ઞા આપીને સમજાવવી પડે.
પ્રશ્નકર્તા : આપ જે આત્માની વાત કરો છો, અને બુદ્ધિ, મન કે વાણી પહોંચી શકતાં નથી. હવે એ સમજાવો કે બુદ્ધિ, મન કે વાણી કેમ ન પહોંચી શકે ?
દાદાશ્રી : મન પણ પહોંચી ના શકે અને વાણી ય પહોંચી ના શકે, બુદ્ધિ ય ના પહોંચી શકે. કોઈ પહોંચી ના શકે.