________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
જાય. એટલે આ ત્રાજવામાં પાંચ રતલ બુદ્ધિ વધી તો પેલી બાજુ પાંચ રતલ બળાપો વધે. આ ત્રાજવામાં જેટલી બુદ્ધિ, એનું કાઉન્ટર વેઈટ બળાપો હોય. અને એ બળાપો ઉત્પન્ન થયો પછી બુદ્ધિ ટોપ ઉપર વધે પછી બળાપો ટોપ ઉપર જાય. અને પછી છેવટે બુદ્ધિ રહિત થવાનું છે.
૫૭
ને નાનાં છોકરાંને બુદ્ધિ છે ? નાનાં બાળકોને ? ત્યારે એમને બળાપો હોય છે ? ના. આ તો ગ્લાસ સેટ તૂટી જાયને તો માબાપનો જીવ બળી જતો હોય અને છોકરો ખિલખિલાટ કરી મૂકે. કારણ કે બુદ્ધિ ઓછી એટલી બળતરા ઓછી. અને નાના છોકરાંને બુદ્ધિ ના હોય ત્યાં સુધી એને બળાપો ના હોય. એ મોટો થયો, જેટલી સમજણ આવી, જેટલી બુદ્ધિ આવે, તેટલો બળાપો શરૂ થાય. અને ઘરડો તો બુદ્ધિ વધારે ને, એ તો આખો દહાડો બળાપો જ કર્યા કરતો હોય. જેટલી બુદ્ધિ ઓછી એટલો બળાપો ઓછો. બળાપાને લઈને, એ બળાપા વગરની જગ્યા કઈ હશે એ શોધખોળ કરે છે. નહીં તો આ સંસારમાંથી નીકળે નહીં, કોઈ નીકળે નહીં. અહીંયાં આ ઘડી જો બળાપો ના હોત ને....
પ્રશ્નકર્તા ઃ તો સંસારમાંથી કોઈ નીકળત નહીં !
દાદાશ્રી : હા, નીકળે જ નહીં. કહેશે, અહીં બહુ સારું છે, બા. અમારે મોક્ષ શું કરવો છે ?” પણ આ તો જેટલી બુદ્ધિ વધી એટલો બળાપો વધે જ, અવશ્ય વધે. બળાપો એટલે ભઠ્ઠી.
પ્રશ્નકર્તા : એ બુદ્ધિમાંથી સર્બુદ્ધિ જન્મે ખરી ?
દાદાશ્રી : બળતરા ઉત્પન્ન થાય એટલે આ સંસાર તકલાદી છે, એવું ખબર પડી જાય, કે આ સુખ બધા તકલાદી છે. બળતરા ઊભી થાય એટલે સંસારમાં જુએ કે સુખ ક્યાં છે ? કયું સુખ વધારે સારું ? બધું તકલાદી જેવું લાગે. એટલે સાચું સુખ ક્યાં છે તે તપાસ કરવા જાય. અને સાચું સુખ પોતાના આત્મામાં છે એવું ભાન થાય એટલે આત્મા તરફ દોરાય. પછી (વ્યવહાર) આત્મા શુદ્ધ થવા માંડે, આટલી બધી ગરમી હોય, આટલો બધો તાપ હોય, ત્યારે આત્મા શુદ્ધ થાય. એટલે બળાપાની ખાસ જરૂર. અને બુદ્ધિ વગર બળાપો થાય નહીં.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
એટલે બળતરાવાળાને તો બળતરા વધી એટલે પછી કઈ બાજુ ક્યાં ક્યાં બળતરા ના થાય એ ખોળે પાછું, સેફસાઈડ ખોળે. એ સેફસાઈડમાં મોક્ષ રહેલો છે, સર્વ દુ:ખોથી મુક્તિ.
બુદ્ધિતી જરૂર ખરી ?
૫૮
પ્રશ્નકર્તા : બુદ્ધિની રિલેટિવની બાબતમાં, આ બધા વ્યવહારમાં જરૂર છે ?
દાદાશ્રી : હા, એમાં જરૂર છે. જ્યાં નફો-ખોટ છે, જ્યાં દ્વન્દ્વ છે, ત્યાં બુદ્ધિની જરૂર છે.
પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં થોડી તો બુદ્ધિ જોઈએ ને ? દાદાશ્રી : એ તો હોય જ, એની મેળે. કર્મની જોડે, એની મેળે જોડે જ રહે. આ તો વધારે પડતી બુદ્ધિ, એકસ્ટ્રા બુદ્ધિ, બેન્કમાં જમે કરાવેલી.
એટલે હંમેશાં સંસારમાં બુદ્ધિની જરૂર ખરી, પણ પછી આગળ મોક્ષે જતાં એ હિતકારી રહેતી નથી. અને જ્યાં સુધી બુદ્ધિની જરૂર ત્યાં સુધી અહંકારનીય જરૂર. હા, અહંકારેય તોડી નાખે તો વેશ થઈ પડે. અને અહંકારની જરૂર એટલે મનની જરૂર. લોકો મનને ફ્રેક્ચર કરે છે, તે પછી શું થાય છે ?
પ્રશ્નકર્તા : સામાન્ય રીતે જ્ઞાનનું પાત્ર બુદ્ધિ ગણાય છે. દાદાશ્રી : ના, બુદ્ધિના પાત્રમાં કશું ના રહે.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાન એ બુદ્ધિનો વિષય નહીં ?
દાદાશ્રી : ના, બુદ્ધિ ભૌતિક વસ્તુ છે. બુદ્ધિ નાશ થઈ જાય, વિનાશ થઈ જાય. જ્ઞાન વિનાશી નથી.
પ્રશ્નકર્તા : આધ્યાત્મિકતા અને બુદ્ધિ એને કંઈ સંબંધ ખરો ? દાદાશ્રી : આમ કશો સંબંધ નહીં. ફક્ત આધ્યાત્મિક સમજવું હોય તો સમજવા માટે, આપણને બુદ્ધિ સાધન તરીકે કામ લાગે.