________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
પ૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : અમારે એક બાજુ બુદ્ધિ સમ્યક થતી જાય છે, એક બાજુ અમારી વિપરીત બુદ્ધિ ઓછી થતી જાય છે અને એક બાજુ અમારી પાસે પ્રજ્ઞા છે. આ ત્રણેય વસ્તુઓ સાથે જ ચાલે છે ?
દાદાશ્રી : બધું સાથે ચાલે છે. અહીં બેઠા વાતચીત થઈ ને સત્સંગ થયો એટલે સમ્યક બુદ્ધિ થઈ. જે વિપરીત બુદ્ધિ હતી તે જ ટર્ન લે અને એ સમ્યક થાય. સમ્યક થઈ એ જ બુદ્ધિ મોક્ષે લઈ જવામાં હેલ્પ કરે, ઠેઠ સુધી !
અજ્ઞાત પણ છે તો જ્ઞાત જ ! પ્રશ્નકર્તા : આપના જ્ઞાન લીધા પછી જ્ઞાનની જાગૃતિ ઉત્પન્ન થાય. તે પછી તેને ખબર પડે કે પોતાના અજ્ઞાનનું સ્વરૂપ શું હતું? જેવું અજ્ઞાન હતું એવું અજ્ઞાનનું સ્વરૂપ, એને આ જ્ઞાનની જાગૃતિ પછી સ્પષ્ટ થાય ?
દાદાશ્રી : બન્ને બિલકુલ સ્પષ્ટ દેખાય. ચોખે ચોખ્ખુંઅસ્પષ્ટ નહીં. એ ભાગેય સ્પષ્ટ દેખાય અને આજનું આ ય સ્પષ્ટ દેખાય.
પ્રશ્નકર્તા અજ્ઞાનનો જ્ઞાનમાં વિલય થઈ ગયો, એવું નથી ને?
દાદાશ્રી : કોઈ દહાડો થાય નહીં. જ્ઞાનમાં અજ્ઞાનનો વિલય થઈ શકે જ નહીં. અજ્ઞાનનો અજ્ઞાનમાં થાય, જ્ઞાનનો જ્ઞાનમાં થાય. જો કે અજ્ઞાન એ બીજી વસ્તુ નથી, બહારની ચીજ નથી. અજ્ઞાન એક પ્રકારનું જ્ઞાન જ છે. વિલય થઈ જાય તો આખો સંસાર જ બંધ થઈ જાય, ખલાસ થઈ જાય.
એટલે આ અજ્ઞાન કયું? આ સંસારી જ્ઞાન છે, એ બધું અજ્ઞાન છે. બુદ્ધિથી જે ઊભું થયેલું એને અજ્ઞાન કહેવામાં આવે છે. સંસારને માટે એ જ્ઞાન છે પણ મોક્ષે જવું હોય તેને માટે અજ્ઞાન છે. આ એક પ્રકારનું જ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે.
વિપરીત જ્ઞાનને આપણે “અજ્ઞાન’ કહીએ છીએ અને સમ્યક
જ્ઞાનને આપણે “જ્ઞાન” કહીએ છીએ. અવ્યભિચારિણી બુદ્ધિ એ જ્ઞાન તરફ લઈ જાય છે ને વ્યભિચારિણી બુદ્ધિ એ સંસારમાં લઈ જાય છે. પણ બન્નય છે તો જ્ઞાન જ. પણ આ અપેક્ષાએ એને અજ્ઞાન કહ્યું છે, મોક્ષે જવું હોય તેની અપેક્ષાએ. એટલે બે જુદાં છે, એ એક થાય નહીં ક્યારેય પણ. એક થઈ જતાં હોય તો તો સંસારની મર્યાદા ના રહે, મર્યાદા તૂટી જાય પછી.
પ્રશ્નકર્તા એટલા માટે એ ડિમાર્કશન (ભેદરેખા) રાખવું જોઈએ. દાદાશ્રી : હા, ડિમાર્કશન રાખવું જોઈએ.
પ્રશ્નકર્તા : આ અજ્ઞાનના જ્ઞાનને પણ જાગૃતિ જાણે છે ? એટલે કે જ્ઞાની બન્નેના દ્રષ્ટા બને છે, અજ્ઞાનના જ્ઞાનના અને જ્ઞાનના જ્ઞાનના ?
દાદાશ્રી : બન્નેને જાણે સ્વ-પર પ્રકાશક છે પોતે. એટલે સ્વ એટલે જ્ઞાનને જાણે અને પર એટલે અજ્ઞાનને જાણે, એટલે એમાં કશું ખામી નથી રહેતી. અને બુદ્ધિ, અજ્ઞાન-પરને એકલાને જ પ્રકાશ કરે, એ સ્વને પ્રકાશ ના કરે. એટલે સંસારીઓને માટે એ વસ્તુ ખોટી નથી. સંસારીઓને માટે એ મુખ્ય વસ્તુ છે. આપણે ફોરેનવાળાને એવું ન કહી શકીએ કે આ બધું અજ્ઞાન છે. આપણે એવું બોલવું એ જોખમ છે. એ સાપેક્ષ શબ્દ છે. એટલે ફોરેનવાળાને કહીએ કે, “ભઈ, આ જ્ઞાન જ છે.' કારણ કે એમને જે જ્ઞાન જોઈતું હતું, સંસારી જ્ઞાન, તે એમની પાસે છે અને બુદ્ધિથી એ જ જાણવું જોઈએ. એમને મોક્ષે જવાની ભાવના છે જ નહીં. આ તો અહીંવાળાને મોક્ષની ભાવના છે. તેને માટે આ શબ્દ જુદા પાડ્યા.
વધે બળાપો, બુદ્ધિ વધે જેમ ! પ્રશ્નકર્તા : બુદ્ધિ તો બહુ માર ખવડાવે.
દાદાશ્રી : મારેય બહુ ખવડાવે. કારણ કે જેટલી બુદ્ધિ વધી એટલી બળતરા વધી, બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય. બુદ્ધિ હંમેશાં બળાપો લઈને જ આવે. અને આ ત્રાજવું હોય ને, એના એક બાજુ બુદ્ધિ મૂકો ને બુદ્ધિ જેમ વધતી જાય તેમ બીજી બાજુ બળાપો વધતો