________________
૩૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૨) બુદ્ધિનું સ્વરૂપ
૩૫ લિમિટેશન (મર્યાદા) હોય. એ લિમિટમાં જ બતાવી શકે. બુદ્ધિ લિમિટેડ હશે કે અનૂલિમિટેડ ?
પ્રશ્નકર્તા : અલિમિટેડ (અમર્યાદિત). દાદાશ્રી : ના, લિમિટેડ, અને મારી પાસે અનલિમિટેડ પ્રકાશ
પ્રશ્નકર્તા : બુદ્ધિ લિમિટેડ (મર્યાદિત) કેવી રીતે ?
દાદાશ્રી : આ પ્રકાશ બધો છે. બુદ્ધિ એ પ્રકાશમાં ગણાય. આ ટ્યુબલાઈટનો બધો પ્રકાશ લિમિટેડ હોય કે અલિમિટેડ ?
પ્રશ્નકર્તા : લિમિટેડ. દાદાશ્રી : અને સૂર્યનો પ્રકાશ ? પ્રશ્નકર્તા : અનલિમિટેડ.
દાદાશ્રી : ના, એય લિમિટેડ. ઘરમાં જુઓ તો કશું નહીં દેખાય. એય લિમિટેડ અને “અમારો’ પ્રકાશ તો અનૂલિમિટેડ છે. એ અલિમિટેડ પ્રકાશ એ જ્ઞાન કહેવાય અને લિમિટેડ પ્રકાશ એ બુદ્ધિ કહેવાય. એટલે લિમિટેડ પ્રકાશ બંધ થઈ ગયો અને અનૂલિમિટેડ પ્રકાશ ઊભો થઈ
લિમિટેશનવાળી છે. બિગિનિંગ (શરૂઆત)થી એન્ડવાળી વસ્તુ છે એ અને આ જ્ઞાન એ અલિમિટેડ છે, એન્ડલેસ (અનંત) છે.
હું અનૂલિમિટેડમાં રહું છું. મારે આ બુદ્ધિના લાઈટની શી જરૂર ? જ્યારે ઘરની લાઈટ જતી રહે છે ત્યારે લોક કેન્ડલ (મીણબત્તી) સળગાવે પણ પછી લાઈટ આવે ત્યારે કેન્ડલ રહેવા દે ખરાં ? બાકી બુદ્ધિ વગરના હોય ને, ત્યાં જ્ઞાન છે. આપણા તીર્થંકરો બુદ્ધિ વગરના હતા, અમનેય બુદ્ધિ નથી.
પ્રશ્નકર્તા : અરિહંત ભગવાનને બુદ્ધિ નહીં ?
દાદાશ્રી : એમને બુદ્ધિ ના હોય. બુદ્ધિ હોય તો ભગવાન ના કહેવાય.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાન હોય ?
દાદાશ્રી : હા, જ્ઞાન, કેવળજ્ઞાન, એબ્સોલ્યુટ જ્ઞાન. કારણ કે બુદ્ધિ લિમિટવાળી હોય. અને એમનું અનૂલિમિટેડ જ્ઞાન. એટલે બુદ્ધિ એમની પાસે ના હોય. લિમિટવાળી ચીજ જ એમની પાસે કોઈ હોય નહીં. મારી પાસે નથી તો એમની પાસે શી રીતે હોય ? બુદ્ધિ દરેકના ગજા પ્રમાણે લિમિટવાળી હોય, જ્ઞાન લિમિટવાળું ના હોય. આ તીર્થંકરનું જ્ઞાન છે ! આ કંઈ જેવા તેવા બાવાઓનું જ્ઞાન ન હોય !
ગયો.
પ્રશ્નકર્તા : અલિમિટેડ જ્ઞાનવાળાને બુદ્ધિ વગરના કહી શકાય ?
દાદાશ્રી : પણ જ્ઞાન હોતું જ નથી કોઈ જગ્યાએ. એક સેન્ટર જ્ઞાન ના હોય. આ જગતમાં કોઈને એક સેન્ટ જ્ઞાન છે નહીં. બુદ્ધિ છે, બુદ્ધિ કોઈ જગ્યાએ ૮૦ ટકા છે, ૮૫ ટકા છે, ૯૦ ટકા સુધી છે પણ જ્ઞાન ના હોય. એટલે બુદ્ધિ અને જ્ઞાનમાં આટલો ફેર.
પ્રશ્નકર્તા : બુદ્ધિનાં લિમિટેશન્સ છે એટલે મુશ્કેલી પડે છે ?
દાદાશ્રી : એટલે મુશ્કેલી જ પડે. બુદ્ધિમાં લિમિટેશન છે અને બુદ્ધિથી કોઈ પણ પ્રશ્ન સોલ્વ (ઉકેલ) થાય નહીં. કારણ કે બુદ્ધિ એ