________________
૩૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(3)
બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
વાતો, આત્મવિજ્ઞાનતી અનુભૂતિતી ! પ્રશ્નકર્તા : આઉટર (બાહ્ય, ભૌતિક વિજ્ઞાનનો જેવી રીતે ડેફિનેટ (નિશ્ચિત) અનુભવ થાય છે, તેવી રીતે ઈનર(આંતર) વિજ્ઞાનનો પણ ડેફિનેટ અનુભવ થવો જોઈએ ને ?
દાદાશ્રી : ડેફિનેટ અનુભવ વગરનું વિજ્ઞાન, વિજ્ઞાન કહેવાય જ નહીં. વિજ્ઞાન એનું નામ કહેવાય કે અનુભવ સહિત જ હોય. ત્યાં સુધી જાણ્યું જ નથી કહેવાય. ત્યાં સુધી જે ચોપડીઓ બધું વાંચીએ એને (બુદ્ધિજન્ય) જ્ઞાન કહેવાય પણ વિજ્ઞાન ના કહેવાય. એ જ્ઞાન એટલે શુષ્કજ્ઞાન, ફળ આપે નહિ અને કફ બહુ ચઢે. ‘હું જાણું છું, હું જાણું છું’ એનો કેફ બહુ ચઢે. આ ભમરડો જુઓ, જાણનારો આવ્યો ! કેફ ચઢે ઊલટો. અને વિજ્ઞાન તો તરત જ ફળ આપે. એ અનુભવવાળું જ હોય. વિજ્ઞાન એટલે શું ? સાકરને ગળી કહેવી એ જ્ઞાન છે અને સાકરનો સ્વાદ જાણવો, અનુભવવો એ વિજ્ઞાન છે. એટલે આ બધું અહીં આગળ વિજ્ઞાન છે, વિજ્ઞાન બુદ્ધિ બહાર હોય. વિજ્ઞાન અનલિમિટેડ હોય, બુદ્ધિજન્ય જ્ઞાન એ બધું લિમિટેડ હોય.
પ્રશ્નકર્તા : તો અંદરના વિજ્ઞાનમાં કેવા કેવા અનુભવો હોઈ શકે ?
દાદાશ્રી : ‘હું રાજા છું’ એવો અનુભવ હોય તો રાત્રે સરસ ઊંઘ આવે, તો પરમાત્માનો અનુભવ થયો એની વાત જ શું હોય ! ‘હું
રાજા છું’ એટલો અનુભવ એક દહાડો થાય, તો એને કેટલો આનંદ થાય ?
પ્રશ્નકર્તા : સ્વપ્નમાં હોઈ શકે એ તો ?
દાદાશ્રી : હા, સ્વપ્નમાં બને. આ પણ બનવું જોઈએ ને ? અને સ્વપ્ન તો ઘડીમાં ટક્યું-ના ટક્યું, એટલે એ ટકાઉ નથી. કાચના વાસણ જેવું, થોડીવાર રહ્યું, ના રહ્યું. ટકાઉ હોય એ તો અને પરમાત્મપણું એટલે કાયમનું ટકાઉ, શાશ્વત !
બુદ્ધિ, આંતર-બાહ્ય ! પ્રશ્નકર્તા : ભૌતિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનમાં કંઈ ફેર હશે ? શો ફેર હશે ?
દાદાશ્રી : ભૌતિક જ્ઞાન એ બાહ્ય બુદ્ધિ છે. બાહ્ય બુદ્ધિ ફોરેનમાં છે અને આપણે અહીં આંતરિક બુદ્ધિ છે. આંતરિક બુદ્ધિ એટલે ‘કોના કરતાં હું વધારે સારો દેખાઉં, કોના કરતાં હું વધારે મોટો દેખાઉં', એ બધી આંતરિક બુદ્ધિ છે. ફોરેનવાળા લોકોને બાહ્ય બુદ્ધિ છે. એટલે આ આંખથી દેખાય એવી વસ્તુ પર મોહ થાય, કાનથી સંભળાય ત્યાં મોહ થાય. આપણે એવું તેવું, બહુ પડેલી નથી. આપણે ત્યાં આ આંતરિક બુદ્ધિ છે. પણ એ મિથ્યા બુદ્ધિ છે. કારણ કે ભૌતિક સુખને માટે જ વપરાય છે. ભૌતિક સુખને પ્રાપ્ત કરવાની તૈયારીઓ કરે છે. એ લોકો ભૌતિકમાં ફૂલ ડેવલર્ડ (પૂર્ણ વિકસિત) છે, જ્યારે આપણા લોકો અધ્યાત્મમાં ફૂલ ડેવલપ્ત છે.
હવે તો જૈનોય બુદ્ધિશાળી છે ને બીજા આ વૈષ્ણવોય બુદ્ધિશાળી થઈ ગયા છે. આ બહુ ભણતર-ગણતર ને બધું એ થાય, ત્યાર પછી બુદ્ધિ ડેવલપ થવા માંડી. ભલે વિપરીત બુદ્ધિ થઈ છે પણ વિચારશીલ થઈ ગયા છે. પહેલાંના વખતમાં આટલા બુદ્ધિશાળી ન હતા.
અગવડે ઘડી બુદ્ધિ આ કાળમાં ! બુદ્ધિ અત્યારે ડેવલપ્ત થયેલી છે. ડેવલડ બુદ્ધિ બે રીતે ફળ