________________
૩૪
(૨) બુદ્ધિનું સ્વરૂપ
૩૩ ઈગોઈઝમ હંમેશાં આંધળો હોય. ઈગોઈઝમ દેખતો ના હોય, કોઈ દહાડોય. એને આંખ ના હોય. બુદ્ધિની આંખથી કો'ક દાડો જુએ. બાકી, પોતાની આંખ ના હોય. આંધળાના સંગથી પાપ જ બંધાય ને ?
અહંકાર સ્વભાવથી જ આંધળો ! અહંકારનો સ્વભાવ કેવો ? હું જે કરું છું એ જ સાચું છે. એ નક્કી માને. કારણ કે અહંકાર સ્વભાવથી જ આંધળો છે.
પ્રશ્નકર્તા : એટલે પહેલેથી જ એવું માને કે હું જે કરું છું એ સાચું છે ?
દાદાશ્રી : પહેલેથી જ એવું માને છે. પહેલેથી જ નક્કી કરીને ચાલે છે. એટલે આ આંધળો કૂટાયા જ કરે છે.
પ્રશ્નકર્તા : પણ આંધળાની મદદે બુદ્ધિ તો હોય છે ને ?
દાદાશ્રી : બુદ્ધિ તો હોય ને, બુદ્ધિ પણ શું કરે છે ? બુદ્ધિ પ્રકાશ આપે, પણ આંધળો પ્રકાશનો લાભ કેટલો ઉઠાવે ?
પ્રશ્નકર્તા : પણ એ બુદ્ધિની મદદ લેને ? ‘નોર્મલ કોર્સ’માંથી આગળ વધવા માટે બુદ્ધિની મદદ તો લે ને ?
દાદાશ્રી : બુદ્ધિને લીધે અહંકારને થોડું ઝાંખું દેખાય, પણ આંધળાને લાઈટ કેટલું દેખાય ? પોતે આંધળો એટલે એના બધાં છોકરાં એવાં જ હોય ને ?
ડિરેક્ટ પ્રકાશ, પ્રકાશે અલૌકિકતા ! જ્ઞાન એ ડિરેક્ટ લાઈટ છે, એટલે ડિરેક્ટ લાઈટ પ્રાપ્ત થાય ત્યારપછી અલૌકિક વાત સમજાય. ત્યાં સુધી અલૌકિક વાત સમજાય નહીં. એટલે અમારે ઈન્ડિરેક્ટ પ્રકાશ જુદો રહ્યો અને ડિરેક્ટ પ્રકાશ થયો. એટલે અમે જ્યાંથી બોલીએ ત્યાંથી બધું શાસ્ત્રમય જ હોય. એને પછી બીજો ફોડ પાડવાનો ના હોય.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : ડિરેક્ટ જ્ઞાન છે એ કેટલું જોઈ શકે ? ક્યાં સુધીનું જોઈ શકે ?
દાદાશ્રી : આ ડિરેક્ટ જ્ઞાન તો જેટલો પ્રકાશ પામે, ડિરેક્ટ જ્ઞાનનું જેટલું આવરણ ખસે, એટલું કેવળજ્ઞાન સુધી પહોંચે. એટલે આખું બધું જગત જોઈ શકે, બ્રહ્માંડ જોઈ શકે. એને તો પાર જ ના આવે ને ! ડિરેક્ટ પ્રકાશ એ તો અમારા જેવા જ્ઞાનીઓને હોય, ડિરેક્ટ પ્રકાશ એટલે બધું જોઈ શકે. આ જગતમાં કોઈ ચીજ એવી નથી કે અમને ખબર ના હોય. એ ડિરેક્ટ પ્રકાશ કહેવાય. તારામાં બેઠેલા ખુદાને અમે જોઈ શકીએ છીએ ને તને તો અનુભવમાંય ના આવે. ઘોડામાં, કૂતરામાં, બધામાં દેખાય. આ તો બધા પેકીંગ છે, વેરાઈટીઝ ઓફ પેકીંગ છે.
ડિરેક્ટ પ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે અલૌકિક વસ્તુ આ બધી દેખાય દુનિયામાં. અલૌકિક વસ્તુઓ બધી સનાતન છે અને લૌકિક વસ્તુઓ બધી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી ! લૌકિક વસ્તુઓ બધી ઈન્દ્રિયગમ્ય છે. અલૌકિક અતીન્દ્રિયગમ્ય છે. અમને અમારા જ્ઞાનથી આ બધું જગત દેખાય કે જગત કેવી રીતે ચાલી રહ્યું છે, આ બધું શું છે ?
પ્રશ્નકર્તા : તમે આ બધું જોઈ શકો છો ?
દાદાશ્રી : હા, જ્ઞાનથી બધું જોઈ શકીએ છીએ, ત્યારે જ આ વાત કરી શકાય ને ! નહીં તો વાત કરાય નહીં ને ! અને બુદ્ધિથી આ ના દેખાય. બુદ્ધિ તો બહુ વધે ને ત્યારે માણસ બુદ્ધ થઈ જાય. અને જ્ઞાની તો પરમાત્મા થાય. જ્ઞાનમાં તો વધતું-ઓછું હોય જ નહીં ને ! જ્ઞાન એટલે પ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે, કેવળજ્ઞાન સ્વરૂપી છે.
આત્માતો પ્રકાશ ત્યાં બુદ્ધિ “રત આઉટ' ! પ્રશ્નકર્તા : બુદ્ધિ વગર આપ આટલું બધું સમજાવો છો એ કેવી રીતે બને ?
દાદાશ્રી : બુદ્ધિ તો આટલું બધું સમજાવી શકે નહીં ને ! બુદ્ધિની