________________
(૨) બુદ્ધિનું સ્વરૂપ
૨૯
30
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પર તે સ્વ-પર પ્રકાશક ! પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને ડિરેક્ટ પ્રકાશ હોય છે અને ઈન્ડિરેક્ટ લાઈટ થોડું ઘણું હોય છે ?
દાદાશ્રી : ના. ઈન્ડિરેક્ટ લાઈટ બંધ જ. આવડો મોટો પ્રકાશ સીધો ડિરેક્ટ મળતો હોય. પછી પેલે ઈન્ડિરેક્ટ કોણ રાખે ? પણ તે એ સીધો પ્રકાશ ક્યારે ઉત્પન્ન થાય ? અને પેલો બુદ્ધિનો પ્રકાશ ક્યારે બંધ થાય કે જ્યારે અહંકાર ખલાસ થઈ જાય ત્યારે. અહંકારના આધારે બુદ્ધિ છે. એટલે આખા જગતની પાસે એ અહંકારની સિલક હોય જ, એ સિલક તો ખરી જ.
પ્રશ્નકર્તા : હવે એ સિલકના મારફતે જે પ્રકાશ આવે અને જ્ઞાની પુરુષ, સિલક વગરના થઈ ગયા એનો પ્રકાશ, એ બે પ્રકાશમાંય ફેર તો ખરો જ ને ?
આવે છે. નિર્અહંકારી જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે. એટલે અહંકારી જ્ઞાન એ ઈન્ડિરેક્ટ પ્રકાશ થઈ ગયો. એટલે એને આખું દેખાય નહીં, પોતે કોણ છું ?” તે જ ના દેખાય. પોતે પોતાને દેખાય નહીં એવું અહંકારી જ્ઞાન એ બુદ્ધિ છે.
આપણા લોકોએ બુદ્ધિને માન્ય કરેલી અને બુદ્ધિને આપણા લોકો જ્ઞાન કહે છે. પણ બુદ્ધિ એ તો ‘ઈન્ડિરેક્ટ નોલેજ’ છે. એ અહંકારી નોલેજ છે, “મેં આ જાણ્યું, ને આ મેં જાણ્યું, એટલે એને બુદ્ધિ કહી.
બહાર લોકોની પાસે જ્ઞાન હશે તે અહંકારી હશે કે નિર્અહંકારી ? પ્રશ્નકર્તા : અહંકારી.
દાદાશ્રી : એ અહંકારી જ્ઞાન એ બધી બુદ્ધિ અને એક જ સજેક્ટ ‘પોતે કોણ છે... એટલું જ જાણતો હોય, બીજું કશું જાણતો ના હોય, તોય પણ એ જ્ઞાનમાં સમાય. કારણ કે નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન. જે જ્ઞાન જાણવામાં નિર્અહંકારીપણું હોય તે જ્ઞાન કહેવાય. ડિરેક્ટ જ્ઞાન ભલે થોડું હોય તોય પણ નિર્અહંકારી હોય. પછી જેમ વધતું જાય, તેની વાત જુદી છે. પછી કેવળજ્ઞાન થાય.
પ્રશ્નકર્તા : તો પછી નિર્અહંકારી થવા માટે પાછું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે ને ?
દાદાશ્રી : આ સમજવા માટે બુદ્ધિ હેલ્પીંગ ખરી. મારી પાસેથી વાત સમજવા માટે બુદ્ધિની જરૂર ખરી, પણ વાત સમજવા પૂરતી જ. પછી એને પોતાને જવું જ પડે. એને પોતાને ખાલી કરવું પડે. કારણ આપને સમજાયું ને ? વોટ ઈઝ ધી ડિફરન્સ (તફાવત શું છે ?), જ્ઞાનમાં ને બુદ્ધિમાં ?
પ્રશ્નકર્તા: હા, બુદ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાન ન આવે.
દાદાશ્રી : હા, એ વાત ખરી છે. બુદ્ધિ છે એ ખાલી કરે ત્યાર પછી એ રૂમમાં જ્ઞાન રહેવા આવે. અગર જ્ઞાન રહેવા આવે, ત્યારે બુદ્ધિ તરત પેલું ખાલી કરીને જતી રહે. એ જાણે કે હવે તો સોંપી દેવું પડશે.
દાદાશ્રી : પેલો પ્રકાશ તો પ્રકાશ જ ના કહેવાય ને ? એ તો ઈન્ડિરેક્ટ પ્રકાશ. ઈન્ડિરેક્ટ પ્રકાશ એટલે પ્રકાશ જ ના કહેવાય ને !
પ્રશ્નકર્તા ઃ ઈન્ડિરેક્ટ પ્રકાશ, જે પર પ્રકાશક ગુણ છે પણ તે સ્વપ્રકાશને લીધે જ છે ને ?
દાદાશ્રી : એ “લીધે’ કે ‘નહીં લીધે’, એ જોવાનું નહીં. જે પરપ્રકાશવાળા છે, એટલે સ્વને જોઈ શક્તા નથી માટે કંડમ (નકામું). એ ગ્લોબ (બલ્બ) કાઢી નાખો. આ ઈલેક્ટ્રિસિટીમાં નહીં ચાલે.
પ્રશ્નકર્તા : જ્ઞાનની પરાકાષ્ટા આવી જાય એટલે બુદ્ધિની જરૂર નહીં ?
દાદાશ્રી : એવું છે કે, અહીં આગળ મીણબત્તી સળગતી હોય, તે ક્યાં સુધી ચાલુ રાખીએ આપણે ? કે જ્યાં સુધી લાઈટ થઈ નથી ત્યાં સુધી. અને લાઈટ થાય ત્યારે ? મીણબત્તી સળગતી રાખીએ, એ ભૂલ ખરી કે નહીં ?