________________
૨.૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૨) બુદ્ધિનું સ્વરૂપ હતું, તેમાં અહંકાર ઊભો થયો, એટલે વચ્ચે આડ થઈ. આડમાં લાઈટ આવ્યું તેને બુદ્ધિ કહેવાય. ઈન્ડિરેક્ટ પ્રકાશમાં બધી ભૂલો થયા કરે. પણ અજવાળું ખરું-ખોટું ના કહેવાય. પણ એ અહંકાર શ્રુ કહેવાય. એનું મિડિયમ અહંકાર છે અને બુદ્ધિ હોય ત્યાં અહંકાર હોય જ.
પ્રશ્નકર્તા : એટલે અરીસો એ અહંકાર થયો ? દાદાશ્રી : હા, અરીસો એ અહંકાર થયો.
પ્રશ્નકર્તા : પ્રકાશ તો, આત્માનો પ્રકાશ આવે, એ જ પ્રકાશ થયો ને ?
દાદાશ્રી : પ્રકાશ તો આત્માનો અરીસામાં પડ્યો અને અરીસાએ પછી પ્રકાશ ફેંક્યો. એટલે મિડિયમ ગ્રૂ થયું. એટલે આવરણવાળું થયું. એનો ડિરેક્ટ પ્રકાશ આવરણવાળો છે જ નહીં. આટલો પ્રકાશ લાધેને તો બહુ થઈ ગયું.
આપણે જ્ઞાન આપીએ છીએ તે આટલો (બીજ જેટલો) પ્રકાશ લાધે છે, તે શુંનું શું ય કરી નાખે છે. પ્રકાશ તો થોડો જ લાધે છે. એકદમ ના લાધે. જેટલાં પાપ ધોવાયને એટલો લાધે.
પ્રશ્નકર્તા : પ્રકાશ થોડો હોય પણ પછી વધતો જાયને ?
દાદાશ્રી : વધતો જાય. એ બીજ થયેલી હોય, પછી ત્રીજ થાય, ચોથ થાય, પૂનમ થાય, દહાડે દહાડે પછી જેવો જેવો પુરુષાર્થ. પુરુષાર્થ મંદ હોય ત્યારે પ્રકાશય તેવો, પુરુષાર્થ તો જોઈએ ને ?
પહેલો પરવાર્યો અહંકાર ! ડિરેક્ટ પ્રકાશનો જ્યારે ઉઘાડ થાય ને, બધું કામ થઈ ગયું. પોતે પરમાત્મા થઈ જાય. પોતે આત્માને જાણે ને, ત્યારે પોતે પરમાત્મા થઈ જાય. જ્યારે અહંકાર ખલાસ થઈ જાય ત્યારે પરમાત્મા થઈ જાય. અહંકારને લઈને તો મનુષ્ય તરીકે રહ્યો છે જીવાત્મા અને અહંકાર હોય ત્યાં સુધી આવરણ. અહંકાર ના હોય ત્યારે બુદ્ધિય ના હોય જોડે જોડે.
એ બેને સંબંધ છે. એક હોય તો બીજું હોય ને બીજું હોય તો એક હોય. અહંકારને બુદ્ધિનો સંબંધ છે. એટલે અમારે અહંકાર જતો રહ્યો. તે દહાડે બુદ્ધિ હઉ જતી રહી. અમને અહંકાર બિલકુલેય નથી. એક સેન્ટ પરસેન્ટ અમને અહંકાર નહીં હોવાથી સીધો ડિરેક્ટ પ્રકાશ મળે, એ અમારું જ્ઞાન છે.
અહંકાર હોય એટલે એ લાઈટ બુદ્ધિ સ્વરૂપે હોય છે. વચ્ચે અહંકારનું મિડિયમ જ ઓગળી ગયું હોય તો જ્ઞાન હોય, જ્ઞાન પ્રકાશ હોય. એટલે અમારે અહંકારનું મિડિયમ ઓગળી ગયેલું એટલે જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ થાય. અમારો જીવતો અહંકાર, કે જે ક્રિયાકારી અહંકાર હતો તે ઓગળી ગયો. એટલે નવાં કર્મ ચાર્જ ના કરે. જુનાં હોય તેનો એટલો અહંકાર રહ્યો, તે જૂનો ઉકેલ લાવી નાખે. એ અહંકાર નુકસાન ના કરતો હોય. એટલે સીધો ડિરેક્ટ પ્રકાશ જ પડે. એટલે બધાં શાસ્ત્રોનો ફોડ, આ જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જેના ફોડ ના આપી શકાય અને માંગો એ આપે. તમે જે માંગો ને એ બધી જ વસ્તુ આપે. પણ કર્તાભાવે નહીં, નિમિત્તભાવે. કર્તાભાવ, અમારામાં હોય નહીં ને !
પ્રશ્નકર્તા : એ પ્રજ્ઞા કહેવાય ?
દાદાશ્રી : ના, પ્રજ્ઞાથી પણ ઉપર, એ જ્ઞાન કહેવાય. પ્રજ્ઞા તો, આ જ્ઞાન અમે આપીએ છીએ ને, એટલે પ્રજ્ઞા જ ઉત્પન્ન થાય છે આ બધાને. આ પ્રજ્ઞા જ પછી એમને ચેતવે છે. અત્યારેય એમને ચેતવે છે કોણ ? પ્રજ્ઞા જ ચેતવે છે.
તમામ અહંકારી જ્ઞાન, એ બુદ્ધિ ! ફોરેનવાળા લોકો કહે છે, “અમે જે ભણ્યા આ બધું સાયન્સ, એ જ્ઞાનને જ્ઞાન ના કહેવાય ?” ત્યારે મેં એને સમજણ પાડી કે તમે જે ભણ્યા છો એ જ્ઞાન બુદ્ધિમાં સમાય છે. તમે બધા જ સજેક્ટ (વિષય) જાણતા હો, આખા વર્લ્ડના સજેક્ટ જાણતા હો, તો એ બુદ્ધિમાં સમાશે. ત્યારે કહે, ‘શું કારણ ?” ત્યારે મારે કહેવું પડે છે કે અહંકારી જ્ઞાનને જ બુદ્ધિ કહેવામાં આવે છે. અહંકારી જ્ઞાન છે જે, તેને બુદ્ધિ કહેવામાં