________________
(૨) બુદ્ધિનું સ્વરૂપ
૨૫
પ્રશ્નકર્તા : અહમ્ તો મેલો જ હોય છે ને ?
દાદાશ્રી : હા, તે અહમ્ જેટલો એ નોર્માલિટીથી એક્સેસ (વધારે પડતો) હોય ને, એ બધો મેલ કહેવાય. એની નોર્માલિટી હોય. દરેકની બુદ્ધિ જુદી જુદી હોય છે ને ? એ અહંકારેય જુદો જુદો હોય છે. પણ જો નિર્મળ અહંકાર હોય ને તો બુદ્ધિ બહુ સુંદર હોય. અહંકાર ના હોય તો બુદ્ધિ ના હોય, તો શી રીતે ગાડું ચલાવો ? એટલે અહંકાર બધાને હોય જ. પણ કેટલાકને અહંકાર ચોખ્ખો હોય, કોઈને મેલો હોય, કોઈને ગોટાળિયો હોય, તે પ્રમાણે પેલું લાઈટ પડ્યા કરે.
બુદ્ધિતું ડેવલપમેન્ટ, માતવતું પ્રોજેક્શન !
પ્રશ્નકર્તા : બર્નાડ રસેલે કહ્યું કે આ બુદ્ધિ જે છે, એ સારા માણસ પાસે એનો સારો ઉપયોગ થાય છે અને ખરાબ માણસ પાસે એનો ખરાબ ઉપયોગ થાય છે. બુદ્ધિ પોતે ન્યૂટ્રલ (તટસ્થ) છે આમાં. એટલે મુખ્ય વસ્તુ સારાપણાનું છે ?
દાદાશ્રી : એવું નથી. બુદ્ધિ ખરાબ છે એ માણસ જ ખરાબ છે. એટલે એના આધારે આ બુદ્ધિ નથી પણ બુદ્ધિના આધારે માણસ છે. એટલે તમારે આ બુદ્ધિ જોઈ લેવી એટલે તમે એને માટે નક્કી કરી શકો કે આ ખરાબ માણસ છે. એણે શું કહ્યું હતું ? સારા માણસના આધારે બુદ્ધિ સારી છે એમની. ના, બુદ્ધિ સારી છે માટે સારો માણસ છે.
પ્રશ્નકર્તા : બુદ્ધિ તો બધામાં તટસ્થ ભાવે રહેલી છે. એક માણસ ગુનો કરે છે અને એક માણસ સારું કાર્ય કરે છે, બુદ્ધિ બન્નેમાં સરખી જ છે, પણ નૈતિકતા ઊંચી કે નીચી છે.
દાદાશ્રી : એવું કશું નથી. બુદ્ધિ સરખી હોઈ શકે નહીં. આ દુનિયામાં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે બુદ્ધિ સરખી હોય. બુદ્ધિ એ ઈગોઈઝમના થ્રુ આવે છે. તે જેવો ઈગોઈઝમ હોય તેવી બુદ્ધિ હોય. બુદ્ધિ વધતે-ઓછે અંશે હોય. બુદ્ધિ વધવાનું સાધન શું ? જેટલું અહિંસાત્મક વલણ એટલી બુદ્ધિ ઊંચી જાય. બાકી, બુદ્ધિ સરખી ના હોય. આ
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ગાયો-ભેંસો પોતાનો વ્યવહાર કરે છે ને, તે સારો વ્યવહાર કરે છે. તે આ મનુષ્યોને એટલો વ્યવહાર આવડતો નથી. ગાયો-ભેંસોમાં જમાઈ હોય, સસરા હોય, બધુંય હોય પણ એ વ્યવહારમાં કોઈ ઝઘડા નહિ અને આમને ઝઘડા. ત્યાં ડિવોર્સ નથી લેવા પડતા ને અહીં ડિવોર્સ લેવા પડે છે. કારણ કે ભ્રમિત થયેલી બુદ્ધિ છે. એમની લિમિટેડ (સિમિત) બુદ્ધિ છે, બિચારાંની !
૨૬
અહંકારતા ‘મિડિયમ શુ' !
પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિ અને અહંકાર એ એકબીજાની સાથે સંકળાયેલા છે ?
દાદાશ્રી : એક જ છે. એ હોય તો આ હોય ને આ ના હોય તો એ ના હોય, તો બેઉ ઊડી જાય. એટલે એની બુદ્ધિ ઉપરથી માણસનો અહંકાર બધો ખોળી કાઢે કે અહંકાર એનો કેવો છે. એનું ડ્રોઈંગ થાય.
પ્રશ્નકર્તા : અહંકાર બુદ્ધિને લઈને ઊભો હોય છે ને ? દાદાશ્રી : અહંકારને લીધે બુદ્ધિ છે. અહંકાર ના હોય તો બુદ્ધિ ના હોય.
પ્રશ્નકર્તા : પણ અહંકાર દૂર ના કરે એ ? દાદાશ્રી : બુદ્ધિ અહંકાર ક્યારેય પણ દૂર ન કરે.
પ્રશ્નકર્તા : અહંકારમાં ઊંડા ઉતારે ?
દાદાશ્રી : હા, અહંકારમાં જ ઊંડા ઉતારે. બસ, એનો ધંધો જ એ. અહંકારમાં ઊંડા ઉતારવું એ એનો ધંધો.
પ્રશ્નકર્તા : પણ અહંકારને લાવનારી બુદ્ધિ છે ને ?
દાદાશ્રી : ના, અહંકાર ઊભો થયેલો છે, તેમાંથી બુદ્ધિ ઊભી થયેલી છે. અહંકાર ઊભો થયો ને, તે આત્માનું લાઈટ તો આમ આવતું