________________
૨૩
૨૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૨) બુદ્ધિનું સ્વરૂપ
પ્રશ્નકર્તા : ડિરેક્ટ સારું.
દાદાશ્રી : ડિરેક્ટ સારું ને ? હવે જ્ઞાનની ને બુદ્ધિની ડેફિનેશન (વ્યાખ્યા) કહીશ. વૉટ ઈઝ ધી ટુ (સાચી) ડેફિનેશન ?
પ્રશ્નકર્તા : એની ડેફિનેશન નથી આપી શકાતી.
દાદાશ્રી : બુદ્ધિની વાત જવા દો, પણ એક બહારનો આપણે દાખલો સમજાવવો હોય, સિમિલી (ઉપમા), તો ઈન્ડિરેક્ટ પ્રકાશ જોયેલો તેં ? ક્યાં જોયેલો ?
પ્રશ્નકર્તા : આ ટ્યુબલાઈટ છે એ બધો.
દાદાશ્રી : ટ્યુબલાઈટ એ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે ? ના. આ ટ્યુબલાઈટ છે અને અહીં પ્રકાશ પડે છે એ ડિરેક્ટ જ છે ને !
આ સૂર્યનારાયણનું અજવાળું એક મોટો જબરજસ્ત અરીસો હોય એની ઉપર પડે, તો એ ડિરેક્ટ લાઈટ કહેવાય. અને અરીસો જરા ત્રાંસો આમ ડિગ્રીમાં રાખ્યો હોય તો એનું અજવાળું જે રસોડામાં પડે એ કેવું લાઈટ કહેવાય ? ઈન્ડિરેક્ટ લાઈટ. એય સૂર્યનું અજવાળું જ છે, પણ ઇન્ડિરેક્ટ લાઈટ છે. ડિરેક્ટ લાઈટ ન હોય એ. બને એવું ? અને એનાથી રસોડામાં કામ કરી શકાય ખરું ? આનું અજવાળું પડે એટલે રસોડામાં લાભ થાય ખરો ? કેમ ? એવી રીતે આ ઇન્ડિરેક્ટ પ્રકાશથી મનુષ્યો, બધું જગત ચાલી રહ્યું છે. હવે પ્રકાશ તો આત્માનો જ છે, પણ પેલામાં અરીસો હતો અને આમાં શું હશે ?
પ્રશ્નકર્તા : આત્માનો ભાવ ?
દાદાશ્રી : ના, આમાં ઈગોઈઝમ છે. ઈન્ડિરેક્ટ પ્રકાશ એટલે શું? આત્માનો પ્રકાશ આમ પડે છે, તે અહંકાર શ્રુ (દ્વારા) આવે છે. આ બાજુ આત્મા, વચ્ચે અહંકાર અને અહંકાર જે આ બાજુનો પ્રકાશ પડે, એ બધો જ છે તે બુદ્ધિ, અને અમારે વચ્ચે અહંકાર ખલાસ થઈ ગયેલો હોય એટલે પછી આમ સીધો પ્રકાશ જ પડે, એ જ્ઞાન !
ગ જેવો માધ્યમતો, તેવો પ્રકાશતો ! પ્રશ્નકર્તા : બધામાં બુદ્ધિ વધતી-ઓછી કેમ હોય છે ? એકસરખી કેમ નથી ?
દાદાશ્રી : કર્મના આધારે અહંકાર હોય, કર્મના આધીન અને અહંકાર શ્રુ આ આત્માનો પ્રકાશ આવે. એટલે બુદ્ધિ અહંકારના જેવી હોય. જેવો અહંકાર એવી બુદ્ધિ.
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ થયો ને કે અહંકાર અને પૂર્વકર્મ, એ બને ત્યાં આગળ એક થયાં ને ?
દાદાશ્રી : અહંકાર એટલે પોતાની મિલક્ત કહેવાય. બધી કમાણી હોય ને, તે અહંકારમાં આવે. અનંત અવતારની જે કમાણી છે કે ખોટ છે, તે અહંકારની અંદર આવે. તે પેલું લાઇટ અહંકારના ધ્રુ મળ્યા કરે. બહુ સારી પુણ્ય હોય ત્યારે બુદ્ધિ બહુ ઊંચી હોય. જીવમાત્રને ઈગોઈઝમ જુદો જુદો હોય એટલે એ પ્રકાશેય જુદો જુદો હોય. અહંકાર ગાંડો હોય તો બુદ્ધિયે ગાંડી હોય. અહંકાર ડાહ્યો હોય તો બુદ્ધિયે ડાહી હોય. જેટલી કેપેસિટી (ક્ષમતા) ઈગોઈઝમની, એટલી પ્રકાશની કેપેસિટી. જ્ઞાન તો એ ઓછું-વત્તું થાય એવી વસ્તુ નથી અને સ્વયં પ્રકાશ છે, એન્ડ (અંત) જ ના આવે એવી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : અહંકાર ડાહ્યો હોઈ શકે ખરો ?
દાદાશ્રી : ડાહ્યો એટલે બધી રીતે આમ, કોઈનેય નુકસાન ના કરે, કોઈને દુઃખ ના દે, એને આપણે ડાહ્યો જ કહીએ ને ? તે બુદ્ધિ પણ ડાહી હોય. અહંકાર જો જાડો હોય તો બુદ્ધિ જાડી હોય. અહંકાર પાતળો હોય તો બુદ્ધિ પાતળી હોય. તલવારની ધાર જેવો ઈગોઈઝમ હોય ત્યારે એવી સૂક્ષ્મ બુદ્ધિ હોય. અહંકાર લુચ્ચો હોય તો બુદ્ધિ લુચ્ચી હોય. અહંકાર ચોર હોય તો ચોર બુદ્ધિ હોય. જેવો જેવો અહંકાર એવું એની શ્રુ આવે, એટલે બધું એ પ્રમાણે અજવાળું એવું જ હોય. જેટલું ઈગોઈઝમ ચોખ્ખો, એટલો એ પ્રકાશ ચૌખો. ઈગોઈઝમ જેટલો મેલો એટલો પ્રકાશ મેલો. એ વાત તમને સમજાય એવી લાગે છે, થોડીઘણી ?