________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૨) બુદ્ધિનું સ્વરૂપ
આપણે એમને પૂછયું હોય કે, ‘ક્યાં જાવ છો ? ત્યારે કહે, ‘નાટક જોવા’. ત્યારે નાટકનો અર્થ જ ન ટકે, એનું નામ નાટક. અરે, એ તો તું જાણતો હતો, તોય છે તે ત્યાં આગળ આટલો બધો ઈમોશનલ થઈ ગયો ? અને ઈમોશનલ થયો તો એને પૂછવું અંદર ખાનગીમાં જઈને કે “હે ભર્તુહરિ ! તમે સાચું રડતા હતા ?” ત્યારે એ કહે, “ના ભઈ, જો અભિનય ના કરું તો મારો પગાર કાપી લે.' એટલે ચાર જણા ભાગી ગયા, તે હજુ પાછા નથી આવ્યા. બાકી, ઈમોશનલ થવા જેવું જગત જ નથી. ઈમોશનલ થઈ જવું એ આ મન-વચનકાયાનો સ્વભાવ છે. પણ આપણે શું કરવું કે મોશનમાં રહેવું. તેમ પ્રયત્ન કરવો. આ મન-વચન-કાયાનો સ્વભાવ શું છે ? ઈમોશનલપણું. અને આપણી શું ખેંચ છે ? મોશનમાં રાખવું. એટલે નોર્માલિટી આવી જશે. અને આ તો એય ઈમોશનલ ને આપણેય ઈમોશનલ થયા, તો શું થાય પછી ? ગાડી નીચે પડતું નાખે.
રૂમમાં સાપ પેઠાનું પેલા લોકોને જ્ઞાન નથી, તેથી તેમને ઊંઘ આવે છે અને તમને સાપ પેઠાનું જ્ઞાન થયું છે, તે ક્યારે ઊંઘ આવે તમને ? સાપ નીકળ્યાનું પાછું જ્ઞાન થાય ત્યારે. આ ક્યારે પાર આવે ? સાપ નીકળે ક્યારે ને ઊંધે ક્યારે ? એટલે આ બધું તેથી ઈમોશનલ થઈ જાય છે. એટલે આ બુદ્ધિ ઈમોશનલ કરે છે. અહમ્ નથી કરતો. અહમ્ તો બિચારો સારો છે. તે આ બુદ્ધિનાં બધાં કારસ્તાન છે. તમારે વકીલોમાં બુદ્ધિ ઓછી હોયને જરા ?
એટલે બુદ્ધિ હેરાન કરે છે બધું. ઈમોશનલ એ જ કરે છે. એ બુદ્ધિ હોય ને, એ ઉદ્વેગ લાવે. અલ્યા ભાઈ, વેગમાંથી ઉગમાં શું કરવા લાવ્યા ?
તીરખો ‘હર પળ' મોશનમાં પ્રશ્નકર્તા : ઈમોશનલ ના થવાય એના માટે શું કરવું ? દાદાશ્રી : તમને નથી ગમતું ઈમોશનલ થવાનું ?
પ્રશ્નકર્તા: કોઈને ના ગમે, પણ થઈ જવાય.
દાદાશ્રી : કોઈને ના ગમે, નહીં ? તમારે મોશનમાં આવવાની ઇચ્છા ખરી ? હવે મોશનમાં ક્યારે રહેવાય કે બુદ્ધિ જાય ત્યારે. ત્યાં સુધી મોશનમાં રહેવાતું નથી. બુદ્ધિ ઈમોશનલ કર્યા વગર રહે નહીં, ઈમોશનલ કરે જ ને ! બુદ્ધિવાળા ઈમોશનલ હોય.
હવે તમે મારી જોડે સત્સંગમાં બેસો તો તમારી જે આ બુદ્ધિ છે ને, તે વિપરીત બુદ્ધિ છે, તે સમ્યક થાય. તમે મારી જોડે બેસો, વાત સાંભળ સાંભળ કરો તો આની આ જ બુદ્ધિ ફેરફાર થઈ જાય, સમ્યક થાય અને સમ્યક થઈ એટલે પછી ઈમોશનલ ના કરે. અને અમારામાં તો બુદ્ધિ નહી ને ! બુદ્ધિ હોય તો ઈમોશનલ કરે ને ?
અમે ઘડીવારેય ઈમોશનલ ના થઈએ. ચોવીસ કલાકમાં કોઈ ક્ષણ અમે ઈમોશનલ ના થઈએ. આ નિરંતર ચોવીસ કલાક જોડે રહે, પણ ઈમોશનલ નહીં જુએ. અમે કાયમ મોશનમાં હોઈએ. એટલે જ્યારે તમારે ફોટા લેવા હોય ને, ગમે ત્યારે, અમે સંડાસમાં બેઠાં હોય તો ફોટો એવો ને એવો જ આવે. ખાતાં હોય તોય એવો ફોટો આવે. કો’કની જોડે લડીએને તોય ફોટો એવો આવે. કારણ કે મોશનમાં હોઈએ. ઈમોશનલ બુદ્ધિ નહીં ને ! અમારી બુદ્ધિ તો ખલાસ થઈ ગયેલી.
સેન્સિટિવ કરાવતારી તારી એ ! બુદ્ધિ એ સેન્સિટિવ (રઘવાટ) કરનારી છે. તને સેન્સિટિવ કરે છે કે નથી કરતી ? આખા જગતને સેન્સિટિવ કરે. સેન્સિટિવનેસ તેં જોયેલી ? સેન્સિટિવનેસ એટલે ?
પ્રશ્નકર્તા : વીકનેસ ઓફ માઈન્ડ (મનની નબળાઈ).
દાદાશ્રી : વીકનેસ ઓફ માઈન્ડ નથી એ. એ સેન્સની વીકનેસ છે, એ બુદ્ધિની વીકનેસ છે. એ વીકનેસ સેન્સિટિવ બનાવે. તે રઘવાયો રઘવાયો રઘવાયો થઈ જાય ને કશું ભાન ના રહે.