________________ પ૭૮ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) (7) વિજ્ઞાન, અહંકારના જન્મનું ! પ૭૯ દાદાશ્રી : પણ કોણે ભજના કરી ? એ અહંકાર જ. અશુદ્ધની ભજના કરે છે ત્યાં સુધી આવો થાય છે, શુદ્ધની ભજના કરે તો આવો શુદ્ધ થઈ જાય. જેવું ચિંતવે એવો થયા કરે. આખો દહાડો ચોરીઓ કરતો હોય એ શુદ્ધાત્માની શી રીતે ભજના કરે ? ‘હું ચોર જ ' એવી ભજના થયા કરેને ? અને તે થઈ જ જાય ચોર. પ્રશ્નકર્તા : એટલે આ પાછું એ જેવો વ્યવહાર કરે એવી ભજના હોય જ એની ? દાદાશ્રી : વ્યવહાર ઉપર જ ભજના બધી. એની ભજના હોય એ પ્રમાણે જ વ્યવહાર હોય અને વ્યવહાર હોય એ પ્રમાણે ભજના હોય. એક ફક્ત છેલ્લા અવતારમાં જ્ઞાન થયા પછી વ્યવહાર અને ભજના બે જુદી હોય. વ્યવહાર નકામો છે અને નિશ્ચય કામનો છે ત્યારે એ બાજુ ભજના ચાલે કે વ્યવહારનો હવે નિવેડો લાવવાનો છે. અહો અહો !! અક્રમ વિજ્ઞાન !!! હવે તમને અક્રમ વિજ્ઞાનથી નિરાલંબ મેં બનાવ્યા છે. હવે જે હૂંફ ખોળો છોને, એ તો બધી ડિસ્ચાર્જ છે. પણ હાલ તમે નિરાલંબ છો પણ તમારે નિરાલંબ એક્કેક્ટ કહેવાય નહીં. તમને શબ્દનું અવલંબન છે, ‘હું શુદ્ધાત્મા છું' એ અવલંબન છે. અમારે શબ્દનું અવલંબન પણ ના હોય. તમેય નિરાલંબ સ્થિતિમાં આવ્યા છો. બહુ મોટી સ્થિતિ કહેવાય. આ પદ તો દેવલોકોનેય ના હોય. મોટા મોટા ઋષિ-મુનિઓએ કોઈએ જોયેલું નહીં, એવું પદ છે આ. માટે કામ કાઢી લેજો. પ્રશ્નકર્તા : એક વાર માણસનો મોક્ષ થઈ ગયો. દાદાશ્રી : પછી તો ભગવાન જ થઈ ગયો, સ્વતંત્ર થઈ ગયો. નિરાલંબ પાછું, કોઈ અવલંબનની જરૂર નહીં. નિરાલંબ સ્થિતિ હું ભોગવું છું. ઘણા વખતથી મેં જોયેલી છે, નિરાલંબ સ્થિતિ. એમાં કોઈ અવલંબનની જરૂર ના પડે. અને આ જગતના લોકો તો રાતે એકલું રહેવાનું હોય તોય હૂંક ખોળે. એકલાને તો ઊંઘેય ના આવે. અમને અવલંબન ના જોઈએ. આ તો વિજ્ઞાન છે, અપૂર્વ વિજ્ઞાન ! ક્યારેય પણ ઊભું ના થાય એવું દસ લાખ વર્ષે પ્રગટ થાય છે. નહીં તો બૈરી-છોકરાં સાથે કંઈ મોક્ષે જવાતું હશે ? ચિંતા બંધ થાય ? કોઈનેય ચિંતા બંધ નહીં થયેલી. આ તો અક્રમ વિજ્ઞાનનો પ્રતાપ ! પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં પહેલું જ્ઞાન છે, પછી દર્શન છે અને પછી ચારિત્ર છે, તો તેમાં અહંકાર છે ? દાદાશ્રી : હા, એમાં અહંકાર છે. પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનમાં પછી અહંકાર ક્યાં રહ્યો ? દાદાશ્રી : એમ નહીં. એ છેલ્લામાં છેલ્લો અહંકાર બંધ થઈ જાય ત્યારે કેવળજ્ઞાન થાય. વિજ્ઞાન છે, તે નિર્અહંકાર પદ હોય !