________________
૫૭૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
પ૭૩
એ કોણ બોલે છે ને કોણ નથી બોલતું ? આત્મા તો શબ્દ બોલતો જ નથી. તમે મને પૂછો એટલે હું તમને સમજાવું, પણ મારા શબ્દ ઠેઠ પહોંચશે નહીં ને કંઈક ખસી જશે.
અવળો ચાલે તો શૈતાત ને સવળો તો ભગવાન !
પ્રશ્નકર્તા : અહંકાર ઇટસેલ્ફ (પોતે જ) જ આડાઈ કહેવાયને ? અહંકાર પોતે જ આડાઈ સ્વરૂપ કહેવાય ને ?
દાદાશ્રી : અહંકાર તો, અહંકારને ઓળખે તો ભગવાન બનાવે. અહંકાર તો ભગવાન બનાવે એવો છે. અને એ અહંકાર બધુંય કરે. એમાંથી ઊભું થયેલું છે. અહંકાર ખોટો નથી. આ જ્ઞાનીઓનો અહંકાર સવળો ચાલેને તે છેલ્લા પદમાં બેસાડીને, ઠેઠ ભગવાન સુધી લઈ જાય. શુદ્ધ અહંકાર થતો થતો થતો અશુદ્ધમાંથી અશુભમાં આવે, અશુભમાંથી શુભમાં આવે, શુભમાંથી શુદ્ધ થાય પણ અહંકાર તેનો તે જ.
પ્રશ્નકર્તા : આ તો આપનું વાક્ય એવું નીકળેલું કે અહંકારને ઓળખે તો ભગવાન બનાવે એવો છે. એટલે અહંકારને ઓળખવાનો?
દાદાશ્રી : અહંકારને ઓળખે તો બહુ થઈ ગયુંને ! કોઈ અહંકારને ઓળખી શકે નહિ ?
પ્રશ્નકર્તા : એ ના સમજાયું. અહંકારને ઓળખવો એટલે શું ?
દાદાશ્રી : અહંકારને ઓળખે એટલે આખા પુલને ઓળખવું. ‘હું'ના કહેનારને સારી રીતે ઓળખવા. આખા પુદ્ગલને ઓળખું, તો ભગવાન જ થઈ ગયોને !
પ્રશ્નકર્તા : એ ‘હું એટલે આખું પુદ્ગલ ઓળખવું એવુંને ?
દાદાશ્રી : ‘હું એટલે જ આખું પુદ્ગલ. હું એટલે બીજું કોઈ નહિ. હંમેશાં ડ્રાઇવ કરે, તે એંસી ફૂટ લાંબી બસ હોય પણ ડ્રાયવર આમ સ્ટિયરીંગ ફેરવે તો તે સમજશે કે એણે પૈડાં ક્યાં ફરે છે ! એટલે પોતાનું આખું સ્વરૂપ જ માને, એ એંસી ફૂટની બસને. અને ત્રીસ ફૂટની બસ
હોય તો ત્રીસ ફૂટ માને. પાંચ ફૂટની ગાડી હોય તો પાંચ ફૂટ માને.
પ્રશ્નકર્તા : એટલે એ અહંકાર તે રૂપે થઈ જાય, એમ ?
દાદાશ્રી : એ એનો અહંકાર આટલો બધો વિસ્તૃત થઈને કામ કરે, તેથી તો આટલા હારુ અથડાવાનું રહી ગયું હોય. હા, આખાય સ્વરૂપે કામ કરે. માટે આ પુલ બધું અહંકારનું જ છે. એ અહંકારને ઓળખે એનું કલ્યાણ થઈ જાય. અહંકાર કરે છે ખરા બધા, પણ ઓળખતા નથીને !
પ્રશ્નકર્તા : આમાં અહંકાર અને એને ઓળખનારો કોણ ? દાદાશ્રી : ઓળખનારો એ જ ભગવાન છે.
પ્રશ્નકર્તા: હવે એ અહંકારને પુદ્ગલનું સ્વરૂપ કીધું, તો એ અહંકાર પણ ભગવાન થાય છે પાછો ?
દાદાશ્રી : એ અહંકાર શુદ્ધ થતો થતો થતો શુદ્ધ અહંકાર થાય છે ત્યારે આ “ભગવાન” ને “એ” બધું એકાકાર થઈ જાય છે. શુદ્ધ અહંકાર એ જ શુદ્ધાત્મા છે. અશુદ્ધ અહંકાર એ જીવાત્મા.
પ્રશ્નકર્તા : અહંકારનું સ્વરૂપ ઓળખાય ત્યાર પછી “એ” શુદ્ધ તરફ જાય છે ?
દાદાશ્રી : હા, ત્યારે જ ને ! પણ તે આખું ઓળખાય નહીં. આખું ઓળખાય તો ભગવાન થઈ ગયો.
પ્રશ્નકર્તા : હવે અહંકાર પુદ્ગલનું સ્વરૂપ કીધું, તો એ પોતે એમાંથી શુદ્ધ થાય છે કઈ રીતે ? અશુદ્ધ તરફથી શુદ્ધમાં એ કઈ રીતે આવે છે ?
દાદાશ્રી : એ શેની ભજના છે ? શુદ્ધની ભજના હોય તો શુદ્ધ થાય. ‘હું શુદ્ધાત્મા છું' એ ભજના હોય તો શુદ્ધ થાય, નહિ તો હું રાજા છું' તો રાજા થઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે પેલી પુદ્ગલની ભજના કરી છે, ત્યાં સુધી અહંકારનું અસ્તિત્વ ઊભું રહ્યું છેને ?