________________
પ૭૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
પ૭૫
પ્રશ્નકર્તા : આ જીવમાં જે અહંકાર છે, તે ‘હું શુદ્ધાત્મા છું” કહીએ એટલે ખલાસ થઈ જાયને ?
દાદાશ્રી : જ્ઞાન લીધા પછી કર્મો બાંધતો અહંકાર ગયો અને ભોગવતો અહંકાર રહ્યો છે.
સુબહ કા ભૂલા, શામકો ઘર લૌટ આયા ! પ્રશ્નકર્તા : આપણે જે ‘હું શુદ્ધાત્મા છું'નું ધ્યાન ધરીએ છીએ તે ઘડીએ ‘હું શુદ્ધાત્મા છું' જે બોલે છે, તે પુરુષ બોલે છે કે પ્રકૃતિ બોલે છે ?
દાદાશ્રી : એ તો “હું” બોલે છે, ‘હું'. જે સ્વરૂપ આપણે ‘હું થયા તે બોલે છે. પહેલાં ‘હું' છે તે ‘ચંદુભાઈ છું” બોલતા હતા. હવે ‘હું' શુદ્ધાત્મા થયા, તે બોલે છે. પહેલાં ‘હું' છે તે ‘હું' આરોપિત ભાવમાં હતું, તે સ્વભાવમાં આવી ગયું. એ પોતે પુરુષ જ બોલે છે.
પ્રશ્નકર્તા : આ વિધિ કરીએ છીએ ત્યારે ‘હું શુદ્ધાત્મા છું' એવું બોલીએ છીએ ત્યારે શું થાય છે ?
દાદાશ્રી : બહારનો ભાગ સ્થિર થઈ જાયને ત્યારે એ સ્થિરતાનો એને અનુભવ થાય.
પ્રશ્નકર્તા : એટલે ત્યાં વધારે સ્થિર થાય ને બહાર વધારે અસ્થિર રહે એમ ?
દાદાશ્રી : અહીં મૂકે એટલે સ્થિર થઈ જાય. સ્થિર થાય એટલે ત્યાં આગળ આપણી વાત પહોંચે. આપણે ‘શુદ્ધાત્મા’ બોલીએ તે ત્યાં આગળ સ્વભાવને પહોંચે અને દહાડે દહાડે આવરણ તૂટતાં જાય.
પ્રશ્નકર્તા : આ ‘હું' જે છે એ પ્રકૃતિ છે કે આત્મા છે ?
દાદાશ્રી : ‘હું’ ? ‘હું’ શબ્દ વસ્તુ જુદી છે. પણ ‘હું દુરુપયોગ થયો છે. ‘હું શુદ્ધાત્મામાં, આત્મામાં વપરાય તો વાંધો નથી અને બીજી
જગ્યાએ, આરોપિત ભાવે વપરાય તો અહંકાર કહેવાય. એટલે જગત અહંકારી છે. અને ‘હું' ગુરુ થયો પાછો ! એટલે ગુરુ એટલે ભારે ને ભારે એટલે ડૂબે !
એટલે આ ‘હું છું” તે અવળી જગ્યાએ વપરાતું હતું. અસ્તિત્વ તો છે જ. પોતે ‘હું છું’ એમ છે જ પણ ‘હું શું છું ?” એ ભાન નહીં હોવાથી ‘હું ચંદુભાઈ છું’, ‘હું ડૉક્ટર છું’, ‘હું ક્લેક્ટર છું’, ‘આમનો સાળો થાઉં, આમનો બનેવી થાઉં” આવું બોલ બોલ બોલ કરતો હતો. તે બધું ખોટું નીકળ્યું. હવે ‘હું શુદ્ધાત્મા છું” એ સાચું નીકળ્યું.
અવળું જવાની ક્રિયા હતી, તે સવળું આવવાની ક્રિયા કહેવાય છે આ. પોતે શુદ્ધાત્મા ‘એક્ઝક્ટ’ થાય નહીં ત્યાં સુધી જેટલું અવળું ચાલ્યા હતા, તે પાછું સવળું આવવું પડે. ‘હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું' બોલેલા તે એટલું જ પાછું આપણે ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' બોલીએ ત્યારે ગાડું આગળ ચાલે.
પ્રશ્નકર્તા : એટલે આ અહંકાર જ બોલે છેને ? જે અવળો ચાલ્યો હતો તે જ હવે...
દાદાશ્રી : ‘હું', ‘હું બોલે છે, અહંકાર નથી બોલતો. અહંકાર તો જુદો રહે. અહંકાર ના બોલે. ‘હું, ‘પોતાનું સ્વરૂપ જ. હવે સ્વરૂપ જાતે બોલે નહીં. પણ આ ક્રિયા એના તરફની ફરેલી છે. શુદ્ધાત્મા આપણે બોલીએ છીએ, તે શુદ્ધાત્માય પોતે શબ્દ નથી. હવે તમારી શ્રદ્ધા ફરી, બિલીફ ફરી, તેમ તેમ આવરણ તૂટતું જાય. આવરણ તોડનારી વસ્તુ છે આ. પણ ‘હું'નું અસ્તિત્વ, ‘હું શુદ્ધાત્મા છું' એ જ ભાન છે. ભાનમાં ફેરફાર થયો. અહંકાર હોય તો કામમાં જ ના લાગે. એ વસ્તુ જ જુદી છે. અહંકારને લેવાદેવા નથી. અહંકાર ઓગળ્યા પછી તો પોતાનું સ્વરૂપ, ‘એ’(ભાન) થાય. આ વચગાળાનું બધું કહેવાય છે.
એટલે બહુ ઊંડા ના ઊતરવું આ. શેને માટે ઊંડા ઊતરો છો? આપણને અનુભવ જે થાય છે તેમાં જ રહેવું. બહુ ઊંડા ઊતરશો તો કંઈનું કંઈ ખસી જશે એમાં. જરૂર શું છે આની ? ‘હું શુદ્ધાત્મા છું'