________________
પ
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૭૧
કહેવાય. એ તો પરિણામક છે. ભેગાં થવું એટલે કૉઝમાં હોય. પરિણામ તો ઇફેક્ટ છે.
વ્યવહાર આત્મા એ જ અહંકાર ! પ્રશ્નકર્તા : હવે વિભાવ અવસ્થામાં પોતે ઉપયોગ મૂકે છે એટલે આત્માને કર્મ બંધાય છે. એટલે આ આત્માનો જ ઉપયોગ વિભાવ દશામાં જાય છે. જો એ સ્વભાવમાં રહે તો એને કર્મ બંધાતું નથી. એ બરોબર છે ? - દાદાશ્રી : ના, ખોટી વાત છે. આત્મા નિરંતર સ્વભાવમાં જ રહે છે, એ જ મૂળ આત્મા. અને જે સ્વભાવ ને વિભાવ થયા કરે છે એ વ્યવહાર આત્મા છે. મૂળ આત્મા તો નિરંતર મુક્ત જ છે, અનાદિ મુક્ત છે. અંદર બેઠેલો છે પાછો. વ્યવહાર એટલે અત્યારે જે માનેલો “આત્મા’ છે એ વિભાવિક છે અને વ્યવહાર આત્મામાં આટલું પણ ચેતન નથી.
પડ્યો. મન જુદું ને ‘હું જુદો, એટલે ત્યાં આગળ છૂટું પડ્યાનું પરિણામ દેખાયું આપણને.
પ્રશ્નકર્તા : છૂટું પડ્યું એટલે શું કહ્યું ?
દાદાશ્રી : એ છૂટું પડ્યું એનું પરિણામ દેખાયું આપણને. મન અને પોતે બે જુદાં પડ્યાં. જ્ઞાનીને મન કામનું નહીં. જ્ઞાનીને મન શેય સ્વરૂપ છે. એમને મન વકીંગ ઓર્ડરમાં નહીં.
પ્રશ્નકર્તા : એટલે મન તો એનું ફંકશન કર્યા જ કરતું હોય.
દાદાશ્રી : એ એનું પાછલું પરિણામ છે, નવું ના થાય. મનને જોયા જ કરે કે મનમાં શું વિચાર આવે છે, બધાં પાછલાં પરિણામ શું થાય છે, એ બધું જોયા કરે. પહેલાં જોતો ન હતો, વિચારતો હતો અને વિચરતો હતો એ જ વિચાર.
પ્રશ્નકર્તા : અને એને જ વિશેષ પરિણામ કીધું ? દાદાશ્રી : ના, વિશેષ પરિણામ તો જોડે આવે તે. પ્રશ્નકર્તા : એટલે જોડે એ કોને કહો છો ?
દાદાશ્રી : આ બધાં તત્ત્વો છે તે પરમાણુઓ જોડે ફર્યા કરે. એમાં આ ચેતન અને પુદ્ગલ, બે જોડે આવ્યા એટલે વિશેષ પરિણામ ઉત્પન્ન થાય. બીજાં બધાં તત્ત્વો મળે, ભેગાં થાય ને ના પણ ભેગાં થાય. પણ આ જડ અને ચેતન બે ભેગાં થાય એટલે વિશેષ પરિણામ થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાની અત્યારે વ્યવહારમાં છે તો બીજાં તત્ત્વો પણ સંબંધમાં છે જ ને અત્યારે ?
દાદાશ્રી : હોય જ ને ! પ્રશ્નકર્તા : તો એ તત્ત્વો ભેગાં થયાં કહેવાય ? દાદાશ્રી : એ તો કાળને અનુરૂપ થયું. એને ભેગાં થયાં ના
પ્રશ્નકર્તા : આ વ્યવહાર આત્મા છે એ જ અહંકાર છે ?
દાદાશ્રી : હા, એ જ અહંકાર છે. અને એમાં સેંટ પણ ચેતન નથી. જુઓ, ચેતન વગર કેવું જગત ચાલ્યા કરે છે ! આ વર્લ્ડમાં પહેલી વખત બહાર પાડું છું કે આમાં ચેતન નથી.
પ્રશ્નકર્તા : આપે અમને જ્ઞાન આપ્યું એ પહેલાં તો અમારો આત્મા, વ્યવહાર આત્મા હતોને ?
દાદાશ્રી : હા, બીજું શું હતું ત્યારે ? આ વ્યવહાર આત્મામાં રહી અને તમે મુળ આત્માને જોયો. એને જોયો ત્યાંથી ચંભિત થઈ ગયા કે ઓહોહો ! આટલો આનંદ છે ! એટલે પછી એમાં જ રમણતા ચાલી. પહેલાં રમણતા સંસારમાં, ભૌતિકમાં ચાલતી હતી.
આત્મરમણતા કરતારો અહંકાર !
તમારે આત્માની રમણતા બરાબર રહે છેને ?