________________
પ૬૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૬૯
દાદાશ્રી : એ બરોબર છે. પોતાનું માને એટલે પછી બીજ પડ્યા જ કરે !
પોતાનાં માને છે એ વિશેષ પરિણામનું મૂળ કારણ છે ?
દાદાશ્રી : હા, જોડે થવાથી એ પોતાનાં મનાય, એટલે ક્રોધમાન-માયા-લોભ ઊભાં થાય છે. એનાથી આ બધું દેખાય છે. સંસાર ઊભો થયો પછી. પોતાનું માન ને બધું એનાથી ઊભું થાય. અંતઃકરણ બધું એનાથી ઊભું થઈ ગયું. અને મન તો અહંકારે ઊભું કર્યું છે. એ અહંકારની વંશાવળી છે, એના વારસદારો.
પ્રશ્નકર્તા : એટલે અહંકારનું ક્રિયેશન મન ? દાદાશ્રી : મન એ ક્રિએશન બીજા કોઈનું નથી, અહંકારનું છે.
પ્રશ્નકર્તા : અત્યારનો વિચાર આવવો એ અત્યારના અહંકારનું ક્રિએશન છે ?
દાદાશ્રી : આગળનું છે એ. અત્યારે આવે છે એ બધું પરિણામ છે. એમાં પાછું બીજ પડે એટલે આવતા ભવે કામ લાગે. જૂનું પરિણામ ભોગવે ને નવું બીજ છે તે નાખે. અત્યારે કેરી ખાય, રસ-બસ ખઈ ગયો ને પાછો ગોટલો નાખે, તે ગોટલો ઊગે.
પ્રશ્નકર્તા : આ બીજ નાખવું એ વિશેષ પરિણામ ગણાય છે?
દાદાશ્રી : વિશેષ પરિણામ તો બે જોડે હોય ત્યારે થાય. એની મેળે ઊભા થાય. એ દૃષ્ટિ છે એક જાતની. એને ક્રોધ-માન-માયાલોભ થાય અને બીજ તો, એ પછી ભ્રાંતિથી પાછો બીજ નાખે છે. આ ગોટલાને શું કરવું તે ખબર નથી એટલે પાછો નાખે, તે પછી ઊગે છે અને જો ગોટલાને શેકી નાખે તો ના ઊગે. એવું જ્ઞાન જાણે તો, એવું આમાં કર્તારહિત થાય તો એ ના ઊગે. અક્રિય થાય એટલે ઊગે નહીં. આ બધી વાતમાં તારે મુખ્ય વસ્તુ જાણવી શું છે એ કહેને ?
પ્રશ્નકર્તા : એટલે આ સામીપ્યભાવને લીધે વિશેષ પરિણામ ઊભું થાય છે અને વિશેષ પરિણામને પોતાનાં માને છે ત્યાં સુધી પેલું બીજ પડ્યા કરે છે ?
પ્રશ્નકર્તા : અને આ વિશેષ પરિણામ છે એવું જે જાણે છે એ જ સ્વપરિણામ છે ?
દાદાશ્રી : હા, એ જ સ્વપરિણામ છે.
પ્રશ્નકર્તા : એટલે આ વિશેષ પરિણામ છે એમ જાણ્યું એને અજ્ઞાનથી મુક્તિ કીધી ?
દાદાશ્રી : હા. અને વિશેષ પરિણામ એ જ સંસાર. વિશેષ પરિણામ નહીં તે મુક્તિ. “મેં કર્યું' એવો આધાર આપ્યો કે કર્મ બંધાયું.
પ્રશ્નકર્તા : જડ અને ચેતન ભેગાં થવાથી ક્રોધ-માન-માયા-લોભ એ વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે. પણ અજ્ઞાનતા હોય તો, એ પાછું જોડે કહ્યું. જ્ઞાનીને ક્રોધ-માન-માયા-લોભ ઉત્પન્ન થતાં નથી.
દાદાશ્રી : જોડે હોય તો જ્ઞાનીનેય થાય, પણ જોડે આવ્યું તો પછી જ્ઞાની રહ્યો જ ક્યાં ?
પ્રશ્નકર્તા : એ ના સમજાયું.
દાદાશ્રી : બે વસ્તુ જોડે રહી એટલે પછી પેલાં પરિણામ તો ઊભાં થાય જ ને ? પછી ખસેડી નાખ્યું એટલે ના થાય. આ બે વસ્તુ જુદી થઈ ગઈ, આઘી, છેટી પડી એટલે જ્ઞાની અને નજીક એ અજ્ઞાની.
પ્રશ્નકર્તા : પણ આમાં આપ વાતો કરો છો, આ બધો વ્યવહાર કરો છો, લોકો જુએ છે તો આ વ્યવહાર તો જડનો થાય છેને ?
દાદાશ્રી : એ તો થયા કરે, પછી ?
પ્રશ્નકર્તા : તો આમાં વિશેષ પરિણામ નથી થતાં એ કઈ રીતે ખબર પડે ?
દાદાશ્રી : તન્મયાકાર પરિણામ થતાં હતાં મનમાં, “એ” જુદો