________________
પ૬૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
૫૬૩
દાદાશ્રી : તો એ જ ધ્યાન. આ શુક્લધ્યાન છે. આ રોંગ બિલીફો ફેક્ટર કરી નાખે ત્યારે રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફો એટલે સમ્યક દર્શન. એટલે પછી ‘હું ચંદુભાઈ ન હોય’, ‘હું શુદ્ધાત્મા છું’ એવી બિલીફ બેસી જાય. બંને અહંકારની જ દષ્ટિ છે. પેલી દૃષ્ટિ એ દેશ્યને જોતી હતી, ભૌતિક વસ્તુને અને આ દૃષ્ટિ ચેતન વસ્તુને જુએ. ચેતન છે તે દ્રષ્ટા છે અને પેલું બીજું બધું દેશ્ય છે. ચેતનના દ્રષ્ટા અને જ્ઞાતા બન્ને ગુણ છે.
પ્રશ્નકર્તા : દૃષ્ટિ એ દ્રષ્ટાનું કાર્ય છેને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો દૃષ્ટિ શું છે ?
દાદાશ્રી : દૃષ્ટિ તો અહંકારને છે, આત્માને દૃષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે મહીં દેખાયા કરે. મહીં અંદર ઝળકે ! પોતાની અંદર જ બધું ઝળકે !
પ્રશ્નકર્તા : તો પછી આ આત્માને જાણનાર કોણ છે ? આત્મજ્ઞાન થાય છે તે કોને થાય છે ?
દાદાશ્રી : એ અહંકારને દૃષ્ટિ થાય છે. પેલી મિથ્યા દૃષ્ટિ હતી, તેનાં કરતાં ‘આમાં’ વધારે સુખ પડ્યું એટલે પછી એ અહંકાર ધીમે ધીમે ‘આમાં ઓગળતો જાય છે. અહંકાર શુદ્ધ થયો કે એ શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે, બસ ! જેમ સાકરની પૂતળી હોય ને, તેલમાં નાખીએ તો ઓગળે નહીં પણ પાણીમાં નાખીએ તો ઓગળી જાય, એવી રીતે છે. એટલે શુદ્ધાત્માની દૃષ્ટિ થઈ કે બધું ઓગળવા માંડે, ત્યાં સુધી અહંકાર છે.
આમાં છેટો રહ્યો તે “જ્ઞાતી' ! પ્રશ્નકર્તા : આ અંતઃકરણ આખું ઊભું થયું છે એ અને વિશેષ પરિણામ, એ બેનો શું સંબંધ છે ?
દાદાશ્રી : વિશેષ પરિણામથી ક્રોધ-માન-માયા-લોભ એ ઊભું
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું ! થાય ને પછી અંતઃકરણ બધું ઊભું થયું છે.
પ્રશ્નકર્તા : વિશેષ પરિણામમાં અહમ્ ઊભો થાય છે એવું આપે કહેલું અને અંતઃકરણમાં મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર, એ અહંકાર, બન્નેમાં શો ફેર ?
દાદાશ્રી : એ જ બધું છે, એક વસ્તુ છે. એ બધાં વિશેષ પરિણામ. વિશેષ પરિણામમાં ખરેખર ક્રોધ-માન-માયા-લોભ ચાર જ હોય. એમાંથી આ બધી એની વંશાવળી.
પ્રશ્નકર્તા : આ વિશેષ પરિણામ એટલે આત્મા અને અનાત્મા ભેગા થવાથી ઉત્પન્ન થનારું પરિણામ ?
દાદાશ્રી : આત્મા અને જડ વસ્તુ જોડે આવવાથી.
પ્રશ્નકર્તા : હવે અજ્ઞાનીને પણ આત્મા ને જડ વસ્તુ જોડે છે અને જ્ઞાની પુરુષની પાસે પણ જડ વસ્તુ ને આત્મા છે, તો અહીં જ્ઞાનીમાં વિશેષ પરિણામ નથી હોતું ?
દાદાશ્રી : એમને જોડે નથી, એનું નામ જ્ઞાનીને ! એમને જુદું
પ્રશ્નકર્તા : એ ના સમજાયું.
દાદાશ્રી : “એ” જોડે હોત તો વિશેષ પરિણામ રહેને, એ પછી વિશેષ પરિણામ જ આવ્યું. પણ જોડે છે, એને છૂટાં કરી નાખેને !
પ્રશ્નકર્તા : એટલે વિશેષ પરિણામ અહીં છૂટું પાડવું પડે છે એમ ?
દાદાશ્રી : તે બે જોડે છે, ટચોટચ અડીને છે એટલે આ વિશેષ પરિણામ બધું થાય. પણ પછી “એ” અડતો બંધ થઈ જાય, છૂટું થઈ જાય એટલે કશું નહીં.
પ્રશ્નકર્તા : બરોબર છે. એટલે જ્યાં સુધી પુદ્ગલ પરિણામને