________________
પ૬૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
આ તો દીવા જેવી ફેક્ટ વસ્તુ છેને !
પ્રશ્નકર્તા ઃ એટલે જે ‘હું કરું છું” એવું પોતે ન રાખે તો વધારે સારું?
દાદાશ્રી : પણ એ તો એવું થયા વગર રહે નહીંને ! એ તો જ્યારે જ્ઞાન આપીએ ત્યારે છૂટી જાય. પછી એ “અહંકાર વગરનું હોય. એનું ઝેર ચઢે નહીં પછી.
પ્રશ્નકર્તા: દાદા, તો અહંકાર વગર તો પછી અસ્તિત્વ છે જ નહીં. અહંકાર ગયો કે તરત મોક્ષ થઈ ગયો ?
દાદાશ્રી : અહંકારથી જ આ જગત ઊભું રહ્યું છે. હવે ચાર્જ અહંકારથી કર્મ બંધાય છે અને બીજો છે, તે ડિસ્ચાર્જ અહંકારથી કર્મ છૂટે છે. તે જાનવરો-બાનવરોને, દેવલોકો, બધાને ડિસ્ચાર્જ અહંકાર. મનુષ્ય સિવાય કોઈ જગ્યાએ ચાર્જ અહંકાર ન હોય. ડિસ્ચાર્જ અહંકાર બધામાં, જીવમાત્રમાં, ગાયો-ભેંસો, બધા, ઝાડ, પછી જળચર, ખેચર, ભૂચર, બધું દેવલોકો, નર્કના લોકો બધા પાસે છે.
પ્રશ્નકર્તા: તો અહંકાર ડિસ્ચાર્જ થઈ જાય અને પછી પૂર્ણ મોક્ષ થાય, ત્યારે અસ્તિત્વ તો નહીંને ? કઈ રીતનું અસ્તિત્વ હોય ?
દાદાશ્રી : પછી તમારે આ જે ઇન્દ્રિમ ગવર્નમેન્ટ છે તે ફૂલ ગવર્નમેન્ટ થઈ જાય. એટલે પછી કેવળજ્ઞાન થાય, એ દેહે પછી નિર્વાણ થઈ જાય. પછી મુક્તિમાં એની શરૂઆત થઈ ગઈ, આદિઅનંત કાળ સુધી. પછી એનો અંત નહીં આવવાનો.
પ્રશ્નકર્તા: જે બધું ભરેલું હતું તે ડિસ્ચાર્જ થવાનું શરૂ થઈ ગયું.
દાદાશ્રી : ડિસ્ચાર્જ રહ્યો, ડિસ્ચાર્જ થવાનું શરૂ તો ક્યાંથી થયું ? સાદિક્ષાંત સુધી. સાદિ એટલે અમે જ્ઞાન આપીએ, ત્યારથી સ-આદિ શરૂઆત થઈ ડિસ્ચાર્જ થવાની. અને જ્યારે નિર્વાણ થઈએ ત્યારે સ-અંત આવી ગયો, એ ડિસ્ચાર્જ થવાની સ્થિતિનો. અને પછી સાદિ એટલે કેવળ
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૬૫ ચોખ્ખી સિદ્ધદશાની શરૂઆત થઈ અને એ અનંત કાળ સુધી રહેશે !
તન્મયાકાર થાય, તેય અહંકાર ! અહંકાર જોય છે ને તમે જ્ઞાતા છો. પ્રશ્નકર્તા : પહેલાં આમ જોવા-જાણવાનો અહંકાર ઉત્પન્ન થાય છેને?
દાદાશ્રી : એ અહંકાર ઉત્પન્ન થાય છે એય શેય છે. એ જાણવાનું, એય જોવા-જાણવાની જ ક્રિયા છે. ચંદુભાઈ શેય છે. ચંદુભાઈને જ જુએ-જાણે, ચંદુભાઈ શું કરી રહ્યા છે ને શું નહીં, ચંદુભાઈ જે કરે એ બધી ચંદુભાઈની ક્રિયાઓને જાણે એ શુદ્ધાત્મા. કો'કનું અવળું ચિંતવન કરે તેય જાણે, સવળું ચિંતવન કરે તેય જાણે, બધું જ જાણે, એ જાણનાર બંધાય નહીં, અજાણનાર બંધાય.
વિજ્ઞાન, દષ્ટિ-દ્રષ્ટાતણું ! પ્રશ્નકર્તા : ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, આમાં ધ્યેય તો આપણે જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કરવો છે તે છે, તો આમાં ધ્યાતા કોણ ?
દાદાશ્રી : ધ્યાતા આ સમ્યક દૃષ્ટિ, ‘પોતે'. ‘પોતે' હવે સમ્યક દૃષ્ટિવાળો થયો. પહેલાં ‘પોતે' મિથ્યા દૃષ્ટિવાળો હતો. તે ધ્યાતા થયો ત્યારે સમ્યક દૃષ્ટિવાળો થયો. એનો એ અહંકાર મિથ્યા દૃષ્ટિવાળો હતો, પછી એનો એ અહંકાર સમ્યક દૃષ્ટિવાળો થયો. એટલે પોતે ધ્યાતા થયો. ધ્યાતા થયો એટલે નિરંતર આત્માના ધ્યાનમાં રહેવો જોઈએ. ધ્યેય ધ્યાનમાં રહે એનું નામ મોક્ષ. ધ્યેય છે આત્મા, એ તમારા ધ્યાનમાં નિરંતર રહે, એ જ મોક્ષ.
પ્રશ્નકર્તા : અને ધ્યાન શું ?
દાદાશ્રી : ‘તમે શુદ્ધાત્મા છો’ એ ધ્યાન તમને રહે છે કે ભૂલી જવાય છે ?
પ્રશ્નકર્તા : નથી ભૂલાતું.