________________
પ૬૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૬૩
નથી. મમતા છૂટી કે અહંકાર મૂળ જગ્યાએ જઈને બેસી જાય. પછી એનાં પરિણામ રહેને પછી ! પેલું માંકડું જે ખેંચાખેંચ કરતું તુંને, મહીં છોલાઈ ગયેલું ને લોહી નીકળ્યું હોય, તે પરિણામ તો ભોગવવાં જ પડે ને ચિત્કાર ચિત્કાર કરે. કેમ આમ ? ત્યારે કહે, ‘મને કોઈએ પકડ્યો’, એવું આ થયું છે.
- એવું છે, તળાવમાં પેલાં પોયણાં ઊગે છે, કમળ જેવાં. આમ ઊંચા ફૂલ થાય. એની પર આવીને પોપટ બેસેને એટલે એ વળે આમ. પોપટને વહેમ પડે કે હું પડ્યો, પડ્યો ! તે એને પકડી લે. તે ઊંધો થઈ જાય પોપટ હ. એ ઊંધું થઈ જાય ને પછી પોપટ છોડી નહીં શકે. હું મરી જઈશ હવે. તે છોડે જ નહીં પછી. તે પરાણે પારધી પકડી જાય ત્યાં સુધી ના છોડે. એને આંટી પડી ગઈ. ઊડવાનું ભૂલી જાય, બધું ભાન જ ભૂલી જાય. ‘આ આંટી પડી ગઈ, હવે હું પડી જઈશ.” તે કેવી કેવી આંટી જીવોને પડી જાય છે !
આ ચકલીઓ અરીસામાં ચાંચ માર માર કરે. ‘અરે, ન હોય એ ચકલી ! હમણે તારી ચાંચ ઘસાઈ જશે, તોય કશું વળશે નહીં.” તોય એને અનુભવ નથી થતો. એને દેખાવમાં આવ્યું કે મારે છે એ.
અને બિલાડીને આમ અરીસો દેખાડો તો ? તે પહેલાં તો એય પણ ચમકે આમ. પછી ધીરે રહીને આમ જુએ, તેમ જુએ, નિકાલ કરે કે આ ન હોય. આ તો આવું ખોટું દેખાય છે. શું છે એ ના ખબર પડે પણ ખોટું દેખાય છે એવું એને લાગ્યું. કોઈ છે નહીં, ત્યાં આગળ બીજી બિલાડી નથી.
પ્રશ્નકર્તા : એટલે રોંગ બિલીફ તો નાના પ્રકારના જીવોમાંય પડી જાય ખરી ?
દાદાશ્રી : રોંગ બિલીફ એટલે બેસી રહેવું, છૂટે નહીં પછી.
પ્રશ્નકર્તા : એ એકેન્દ્રિય જીવો, બે ઇન્દ્રિય જીવો, બધામાં જ એવી રીતે ? રોંગ બિલીફ હોય એને ?
દાદાશ્રી : એ બધાને જ હોય. રોંગ બિલીફથી તો આ દશા થઈ, સંસારી દશા થઈ, એનું નામ રોંગ બિલીફ ! દેવ હોય, એકેન્દ્રિય હોય, બધેય. રોંગ બિલીફ જાય તો ભગવાન થઈ જાય.
પ્રશ્નકર્તા : દેવોમાં પણ ?
દાદાશ્રી : દેવોમાંય સંસારી માત્ર, જેને સંસારી કહેવામાં આવે છે એ બધાય રોંગ બિલીફવાળા છે.
પરપોટે માન્યું, હું જ ધોધ ! પ્રશ્નકર્તા: હવે આ સાંયોગિક પુરાવાઓ કર્તા છે, એવું આપણે કહીએ છીએ, એમાંથી એક પુરાવો આપણે પણ છીએ.
દાદાશ્રી : હા, ‘આ’ (ચંદુ) બધો આખો પુરાવો જ છે. આપણે તો શુદ્ધાત્મા એટલે આનાથી તદન જુદા છીએ.
પ્રશ્નકર્તા : પુદ્ગલરૂપે પુરાવા તો ખરાને ?
દાદાશ્રી : ના, એ પુરાવારૂપે ખરા, પણ આ પુદ્ગલ જેને આપણે પોતાનું માનીએ છીએને, એ તો આપણે સમજી ગયા કે આ પુદ્ગલ જુદું છે. એ જુદું એ એના પુરાવામાં છે, આપણે પુરાવામાં નથી.
પ્રશ્નકર્તા : એ પુરાવો એમ માની બેઠો છે કે “હું કરું છું એમ ?
દાદાશ્રી : ના, પોતે ભાન નથીને એટલે પુરાવામાં પોતે ‘હું જ છું’ એમ માની બેઠોને, એટલે આ બધું પોતાના માથે લઈ લે છે.
પ્રશ્નકર્તા : પેલી ખીચડીમાં જેમ પેલા ચોખા કહે કે હું જ ખીચડી છું, એવી વાત થઈ.
દાદાશ્રી : હા. એવું બધું. તેથી સંસાર ઊભો રહ્યોને ! એનું નામ દેહાધ્યાસ. સંસાર ઊભા રહેવાનું સાધન જ એ છે. આ ચાલુ જ્ઞાન, ‘હું ચંદુભાઈ છું' એ જ્ઞાન તૂટી શકે નહીં કોઈ કાળે. એ તૂટ્યું એટલે અહંકાર ગયો. એનું નામ શુક્લધ્યાન ઉત્પન્ન થવું ને અહંકારનું જવું.