________________
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૫૫
પપ૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) જ એ છેને ! ‘આ હું હોય', કહેતાંની સાથે બધું હડહડાટ છૂટું પડી
જાય.
પ્રશ્નકર્તા : પણ છૂટા પડ્યા પછી પણ સંયોગ તો રહેને ?
દાદાશ્રી : સંયોગનો સવાલ નથી. સંયોગથી જ અજ્ઞાન ઉત્પન્ન થયેલું. એ અજ્ઞાન ગયું. એટલે સંયોગ એની મેળે, ધીમે ધીમે છૂટા થતા, ખલાસ થઈ જવાના.
મેં આ જ્ઞાન આપ્યું તેની સાથે અહંકાર તો જતો જ રહે, હવે કયો અહંકાર રહે ? અહંકાર બે પ્રકારના. એક અહંકાર ડિસ્ચાર્જ થયા કરે અને એક ચાર્જ કરે. હવે ડિસ્ચાર્જ તો આપણી પાસે હજુ રહ્યું છે આ, એટલે ડિસ્ચાર્જ અહંકાર રહેશે. અને ચાર્જ અહંકાર એટલે નવું ઊભું કરનારો તે બધો ખલાસ થઈ ગયો. ડિસ્ચાર્જ અહંકાર એટલે નવા ઊભા કરી શકે નહીં અને જૂના છે તે નિવેડો લઈ આપે, એટલે મુક્ત થઈ જાય. પેલો જીવતો કહેવાય. જ્ઞાન લીધા પછી આ મૃત અહંકાર કહેવાય.
પ્રશ્નકર્તા : એ ડખો ના કરે ? દાદાશ્રી : ના, ડખો ના કરે. પ્રશ્નકર્તા : પણ એમાંથી પાછા પર્યાય ના પડે ? દાદાશ્રી : ના, એમાંથી કશું થાય નહીં.
પ્રશ્નકર્તા : તો એની મેળે જ આ દોરી વીંટળાયેલી છે તે એની મેળે નીકળ્યા કરે ?
દાદાશ્રી : હા, બસ, એની મેળે જ. એનું પરિણામ કહેવાય. વ્યવસ્થિત એટલે શું ? પરિણામ. પરિણામમાં કશું કરવું ના પડે, એની મેળે થયા જ કરે. ‘તમારે’ જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું.
પ્રશ્નકર્તા : હવે જડ અને ચેતન બે મિલ્ચર થયું, એમાંથી પછી અહંકાર ઊભો થયો. તે અહંકારને શરીર તો જોઈએ જ ને ? શરીર
વગર તો અહંકાર કોઈ દી' હોય જ નહીં ?
દાદાશ્રી : એ શરીર શેનાથી બંધાય છે તે કહું તમને. અહંકારનો અર્થ શું ? ‘હું', કેમ તે ઊભો થયો ? ત્યારે કહે, ઇટ હેપન્સ આ થઈ રહ્યું છે, પૂર્વકર્મના ઉદયે. તમારું ઉદયકર્મ છે તે આ બધું કરી રહ્યું છે. તમે ગર્ભમાં આવી ગયા, ત્યાંથી બહાર નીકળ્યા, ત્યાંથી પૈણ્યા-બૈણ્યા એ બધું ઉદયકર્મ કરાવડાવે છે અને તમે શું કહો છો, ‘હું કરું છું’. હવે એ ઉદયકર્મને લઈને ભાન ‘તમને’ ઉત્પન્ન થાય છે, કે આ ‘હું છું, મેં આ કર્યું'. એટલે ‘હું કરું છું’ એમ કહે છે. તેથી ‘હું” ને “મારું” ઊભું થઈ ગયું.
અહંકાર કેમ કહ્યો ? ત્યારે કહે, પોતે નથી કરતો છતાંય કહે છે કે, ‘હું કરું છું'. તે હવે આ જ્ઞાન પછી ભાર દઈને નથી કહેતા, નાટકીય કહે છે. પહેલા તો ‘હું કરું છું' એ વાત હતી અને અત્યારે તો કહે છે, “એ વ્યવસ્થિત કરે છે'. એવું તમને થઈ ગયુંને ? એટલે અત્યારે નાટકીય બોલો છો તમે. ‘હું કરું છું' એ તો નાટકમાં હોય એમ બોલે પણ અંદરખાને જાણતો હોય કે ‘હું તો લક્ષ્મીચંદ છું', એવું તમે શુદ્ધાત્મા છો, એમ અંદરખાને જાણતા હો.
પ્રશ્નકર્તા : અને ‘હું' ઊભું થયું, એ કેવી રીતે ઊભું થયું ?
દાદાશ્રી : એ તો કહ્યું, આ માને કે “” ને “મારું” છે. આ ક્રોધ ને માન, બેથી ‘હું' ઊભું થયું અને કપટ ને લોભથી “મારું” ઊભું થઈ ગયું. તેથી કરીને આત્મા બદલાયો નથી, આત્મા તેનો તે જ રહ્યો છે. વસ્તુ પોતાના સ્વભાવમાં જ છે. આ તો બે વસ્તુ ભેગી છે, ત્યાં સુધી જ. પણ બે જુદી થઈ જાય તો કશું જ ના રહે. એ બે વસ્તુ જુદી થતાં પહેલાં જ એને જ્ઞાની મળી જાય અને જ્ઞાની પાસેથી જ્ઞાન મળે એટલે જુદું છે એવું ભાન થઈ જાય. એ પછી છૂટું થઇ જાય. છૂટી જાય પછી બીજી વસ્તુ ભેગી ના થાય, એવી જગ્યાએ જતો રહે છે. પછી ભેગી થાય તો ફરી ઊભું થઈ જાય એવું. પણ ફરી ઊભું થાય એવી એ જગ્યા જ નથી. એને સિદ્ધક્ષેત્ર કહેવાય.