________________
૫૫૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૫૩
પ્રશ્નકર્તા : આત્માનું તો કંઈ છે જ નહીં ?
દાદાશ્રી : આત્માની તો અત્યારે શક્તિ જ નથીને. દેહ જ્યાં સુધી ભેગો છે ત્યાં સુધી એની હાજરીથી આ ઉત્પન્ન થઈ ગયું બધું. હાજરીથી આ ગુણો ઉત્પન્ન થયા. આત્માની હાજરી તો છે. દરિયાની હાજરી ના હોય તો પછી આ લોખંડ શું કંઈ કાટ ઉત્પન્ન કરે ? એટલે આત્માની હાજરી છે તો આ બધું ઊભું થયું.
પ્રશ્નકર્તા : આપે કહ્યું હતું કે અહંકાર જે પેદા થાય છે તે પણ આત્માની હાજરીથી જ ઉત્પન્ન થાય છેને ?
દાદાશ્રી : હા, બરોબર છે. શરીરમાં આત્મા હોય તો જ અહંકાર ઊભો થાય. જે મરી ગયો, તેને અહંકાર ના થાય.
પ્રશ્નકર્તા : પણ આત્મામાં મૂળ અહંકાર કેવી રીતે આવ્યો એ સમજાતું નથી.
દાદાશ્રી : હા. એવું છે, આ છ ચીજોનું જગત છે. છ પરમનન્ટ વસ્તુઓ, સનાતન વસ્તુઓનું. એ ચીજો એકમેકમાં ભળે છે, મિચર થાય છે પણ કમ્પાઉન્ડ સ્વરૂપ થતું નથી. પોતપોતાના ગુણધર્મ બદલાતા નથી કોઈના. કમ્પાઉન્ડ થાય તો તમારું મેં ઉછીનું લીધું અને મારું તમે ઉછીનું લીધું એવું થઈ જાય. ફક્ત ભેગી થાય ને છૂટી પડે. અને તે આ છે એ છ ચીજો પરિવર્તનશીલ છે. એટલે નિરંતર પરિવર્તન થયા જ કરે. પરમાણુ-બરમાણુ બધું આ પરિવર્તન થતાં થતાં અવસ્થાઓ ઊભી થાય.
આ મૂળ તત્ત્વ, વસ્તુ એ અવસ્થા ના હોય, અવિનાશી હોય. એનાથી અવસ્થાઓ ઊભી થઈ એ વિનાશી બધી. ઘડીકમાં આ અવસ્થા ઉત્પન્ન થઈ અને ઘડીકમાં એ અવસ્થા લય થઈ.
હવે અહંકાર શી રીતે ઊભો થયો ? ત્યારે કહે, આત્મા અને આ જડ પુલ પરમાણુ બે જોડે થયાં, આમ પરિવર્તન થતાં થતાં બે નજીક નજીક આવી ગયાં એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભા થયાં. હવે ક્રોધ-માન-માયા-લોભ કોના ગુણ છે ?
પ્રશ્નકર્તા : જડના.
દાદાશ્રી : જો જડના ગુણ હોય તો લ્યો, આ મશીન ચીડાય છે ? જડના જો ગુણ હોય તો આણે ચીડાવું જોઈએ. નહીં ચીડાતુંને ? એ જડના ગુણ જો એ કહીએ, તો જડ છે તે બૂમાબૂમ કરે. ચેતનના ગુણધર્મ કહીએ તો મોક્ષમાં ના જઈ શકે. મોક્ષમાં જાય તો એ ગુણ જોડે હોય.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : તો કોના ગુણધર્મ ? એ લોક પ્રૂફ (પુરાવો) આપી શકતા નથી. લોકો શાસ્ત્રો વાંચીને કૂદાકૂદ કરે છે, ત્યારે કહે, “ચેતનના ગુણ ?” કહ્યું, ‘મૂઆ, હવે ત્યાં આગળ જશે ત્યારે પાછું ત્યાં મોક્ષમાં એ ગુણ જોડે આવે !' પોતાના ગુણો કાયમના હોય, તેને ગુણધર્મ કહેવાય.
આ દરિયો છેને, તે વરાળ ઊભી કરે છેને ? કે આ સૂર્યનારાયણ વરાળ કરતા હશે ? તો આ કોણ કરે છે ? દરિયોય કરતો નથી, સૂર્યનારાયણ કરતા નથી, ત્યારે કહે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, વૈજ્ઞાનિક રીતે બે વસ્તુઓ ભેગી થઈ અને આ તીસરો ગુણ, વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય. એટલે પોતાના ગુણધર્મ પોતાની પાસે, પેલાના ગુણધર્મ એની પાસે, પણ એ બે ભેગા થાય તેથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : તો પછી જડ અને ચેતન, બેઉ જે છે તે અનંત છે? દાદાશ્રી : અનંત. પ્રશ્નકર્તા : તો સાથે સાથે સંયોગ પણ અનંત થયોને ?
દાદાશ્રી : હા, સંયોગ અનંત. અનાદિના, અનંત કાળ સુધીના છે. પણ જો છૂટું પડે તો તો કશું જ થયું નથી, આ બેઉ ઊડી જાય ને પોતપોતાના ધર્મમાં આવી જાય. સામસામી જે પ્રભાવ પડતો હતો તે ઊડી જાય. એટલે “અમે’ છૂટું પાડીએ તો તરત જુદું થયાનું કારણ