________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
છું, આમ છું, તેમ છું' બોલે બધું. અવળું બોલે કે ના બોલે ? શાથી ? શેઠ એનો એ ન હોય ?
૫૪૮
પ્રશ્નકર્તા : એનો એ જ શેઠ પણ પેલું પીધું છેને એટલે. દાદાશ્રી : જે દારૂ મહીં ગયોને, એ પરમાણુ તેનો સંયોગ થયો. એટલે દારૂનો અમલ બોલે છે આ. એટલે આની શરૂઆત કયારથી થઈ ? દારૂનો અમલ થયો ત્યારથી. એવી રીતે આ સંસારમાં આત્મા તો મહીં છે જ પણ બધા પરદ્રવ્યોનો અમલ થયો, ત્યારથી આની શરૂઆત થયેલી છે. પરદ્રવ્યોનો અમલ બોલે છે. ‘હું ચંદુભાઈ છું’ એ અમલ ઊતરી જશે, એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. આત્મા સિવાય બીજા પાંચ દ્રવ્યો છે, તે પરદ્રવ્યો છે. તેના અમલથી આ બધું થયું છે. જેમ પેલા શેઠને દારૂના અમલથી થાય. એ જેવો અમલ ઉતરી જાય દારૂનો એટલે પછી હતા તેના તે જ. એટલે ‘હું ચંદુલાલ છું' એ અમલ છે બધો. આ સંયોગ સંબંધ છે ને વિભાવ, વિશેષભાવ થયો છે. દારૂડિયો માણસ બોલે કે ના બોલે કે “હું આમ છું ને રાજા છું' અને પછી અમલ ઉતરી જાય તો મહીં કશુંય નથી. એટલે જ્ઞાન થાય તો પરદ્રવ્યોનો અમલ ઊતરી જાય. પછી ખલાસ થઈ ગયું.
પ્રશ્નકર્તા : અહંકાર અને મોહનીય કર્મ, આ બન્નેનું જરા વિશ્લેષણ કરીને સમજાવો.
દાદાશ્રી : બે જુદા છે, મોહનીય કર્મ અને અહંકાર બે જુદા છે. એ જે દારૂ પીધો એટલે મોહનીય ઉત્પન્ન થઈ. એટલે જે અહંકાર હતો તે મોહનીયને લઈને ‘હું રાજા છું’ ને એવું તેવું બોલે. પહેલાં ‘હું ચંદુલાલ શેઠ છું’ ને આ ઊંધુંછતું બોલે છે. એણે દારૂ પીધો છે એવો આ પુદ્ગલનો દારૂ છે. આ બે સંયોગો ભેગા થયાં છે. હવે એ છૂટા પાડી આપે તો મુક્તિ થાય. અને સિદ્ધક્ષેત્રમાં કોઈ સંયોગો છે નહીં અને અહીં તો છ તત્ત્વોનો સંયોગ છે એટલે આ બધું ઊભું થયું છે.
પ્રશ્નકર્તા : એ અહંકારને જાણે કોણ ?
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
દાદાશ્રી : એ આત્મા જ જાણે બધું, જાણે કે ઓહોહો ! અહંકાર બહુ વધી ગયો છે. પાછો પોતે પોતાની મેળે કહે કે મારો અહંકાર બહુ વધી ગયો છે, મૂઓ અને મારી બુદ્ધિ ખરાબ છે. અને પાછો આપણે કહીએ કે, ‘તું કોણ ?” ત્યારે કહે, ‘હું ચંદુલાલ છું’. એ પાછો અહંકાર થયો ! એક બાજુ કહે કે, મારો અહંકાર વધી ગયો છે'. અને એક બાજુ કહે છે, ‘હું અહંકારી છું’. એટલે મહીં પ્રકાશ છે, પ્રજ્ઞા (જ્ઞાન)નો પ્રકાશ છે, પણ અહંકાર એ પ્રકાશને ગાંઠતો નથી. એને સમજ પડતી નથી, કે હું જ છું આ. આ બીજો કોઈ છે નહીં. એની મહીં કોઈ પેઠો નથી તો કોણ આવ્યું ? પેલો શેઠ કહે છે ને, ‘હું પ્રેસિડેન્ટ ઑફ ઇન્ડિયા છું'. ઓહોહો ! મૂઆ !! તે એનો દારૂ ઊતરી ગયા પછી આપણે કહીએ કે તમે આવું બોલો, તો બોલે ? પ્રશ્નકર્તા : ના બોલે.
૫૪૯
દાદાશ્રી : શરમાય, મૂઓ. પણ પેલું બેશરમીનું છેને ? અને પોતાને શરમ આવે એવું બોલે છેને ?
પ્રશ્નકર્તા : હા, બોલે છે.
દાદાશ્રી : ત્યારે લોક કહેશે, એને કશાકનો અમલ છે.
જડ ને ચેતન, બે વસ્તુ ભેગી થવાથી અહંકાર ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષ, જડ ને ચેતન બે જુદાં પાડી આપે એટલે અહંકાર ઊડી જાય.
પ્રશ્નકર્તા : અહંકાર જતો રહે છે ?
દાદાશ્રી : એ જતો નથી. એ તો પેલું ઊભું થયું હતું, બ્રાંડી પીવાથી અને તે છે તે છૂટી ગયું. એ ઉતરી જાય તમારી બ્રાંડી. રહ્યાં સોળાં અહંકારતે !
પેલો ભૂવો મારેને, તે મારે કાશીને ને વાગે ચંચળને ! શાથી એમ હશે ? એ કાશી ખાયને તોય એ ચંચળ ખાઈ જાય ! કાશી પીવે તો એ પી જાય ! બધો અમલ જ એનો ! કાશીને ભૂત વળગે તો