________________
પ૪૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
પ૪૭
જડ-ચેતતતા સંયોગે, ખડો થયો અહંકાર ! પ્રશ્નકર્તા : આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ હોવા છતાં એ ભૂલ કરી બેઠો છે ?
દાદાશ્રી : ના, એ ભૂલ કરી બેઠો નથી. આ તો વિજ્ઞાનથી અહંકાર ઊભો થઈ ગયો છે. એ તો પોતે મહીં જ છે. અંદર મહીં પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. એ બગડે નહીં કે સુધરે નહીં. એમાં ફેરફાર ના થાય.
જેમ આ સૂર્યની હાજરીથી આ લોકો કામ કરે, એવી રીતે આ અંદર કામ ચાલી રહ્યું છે. આત્માની હાજરીથી આ બધું ચાલે છે. હવે એ તમારે અહંકાર ઓગળી જાય, ખલાસ થઈ જાય, એટલે પછી એ પોતે જ તે રૂપ થાય પાછો !
પ્રશ્નકર્તા : ને અહંકાર કેવી રીતે આવ્યો ?
દાદાશ્રી : એ વિશેષભાવ છે, આત્માનો વિશેષભાવ. એ આત્માનો સ્વભાવ નથી. વિશેષભાવ એટલે શું ? આપણે દરિયા | કિનારેથી એક માઈલ છેટે આપણા બંગલામાં બે-ત્રણ લોરીઓ લોખંડ નાખીએ અને વરસ દહાડા પછી ત્યાં જઈએ એટલે કાટ જ ચઢે ને ! તો કોણે કર્યું ? એ લોખંડ કશું કરતું નથી, દરિયો કશું કરતો નથી, હવા કશું કરતી નથી અને આપણે વરસ દહાડા સુધી ના ગયા તો આટલો આટલો કાઢ ચઢી ગયો હોય. કાટ એ સંયોગી અસર છે. એટલે બે વસ્તુ જોડે મૂકી હોયને તો બન્ને વસ્તુ પોતાના ગુણધર્મ છોડ્યા સિવાય તીસરો જ ગુણ ઉત્પન્ન થઈ જાય, વિશેષગુણ ઉત્પન્ન થાય, બે વસ્તુ ભેગી થઈ તેથી.
પ્રશ્નકર્તા : એટલે આત્મા મૂળ તો સ્વતંત્ર હતોને ?
દાદાશ્રી : સ્વતંત્ર તો ખરો, પણ બીજી વસ્તુ ભેગી થઈ. એટલે પોતાનામાંય વિશેષગુણ ઉત્પન્ન થાય. એટલે તેમાંથી ઇગોઇઝમની
ઉત્પત્તિ થઈ.
પ્રશ્નકર્તા : એ અહંકાર છે એ આત્માનો ગુણધર્મ છે ?
દાદાશ્રી : ના, ગુણધર્મ બિલકુલ છે જ નહીં, એ વિશેષ ધર્મ છે. એટલે આ બધા સંજોગો ભેગા થાય ને આ કાટ ઊભો થયો. સંજોગો એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. જ્યાં સુધી ‘હું કરું એમ માને છે ત્યાં સુધી એ ઊભો છે અને કર્તાભાવ છૂટી ગયો કે અહંકાર છૂટી ગયો.
મોહનીયતે કારણે જભ્યો અહંકાર ! ખરેખર આપણું સ્વરૂપ શું છે તે જાણવું જોઈએ અને ચંદુભાઈ શું છે, એય જાણવું જોઈએ. વ્યવહારનું અને નિશ્ચયનું બન્ને જાણવું જોઈએ. આ તો વ્યવહારને જ નિશ્ચય માની લીધી છે અને હું ચંદુભાઈ છું' કહ્યું એટલે કર્તા થયો, એટલે કર્મ બંધાવા માંડ્યાં. પછી રાત-દહાડો ઊંઘી જાય તોય કર્મ બંધાયા કરે. ‘હું ચંદુભાઈ છું’ એ વ્યવહારથી છે અને ‘હું શુદ્ધાત્મા છું’ એ નિશ્ચયથી, તો કર્તા, કર્મ બધું છૂટી ગયું.
પ્રશ્નકર્તા : અહંકાર ગુણ કોની છે ?
દાદાશ્રી : અહંકાર ગુણ તો ભ્રાંતિથી ઊભો થયેલો ગુણ છે, વિશેષભાવ છે. આત્માનો ગુણ નથી, એ વિભાવદશા છે.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ઊભો થયો ? અહંકારની શરૂઆત ક્યાંકથી તો થઈ હશેને ? એ હજુય નથી સમજાતું.
દાદાશ્રી : એવું બિગિનિંગ જ ક્યાં આગળ છે ? આત્મા તો આત્મા જ છે. પણ અહીં આગળ ગામના નગર શેઠ હોય, તેને બહુ લોકો માન આપે, પણ રાતે આપણે એમને ત્યાં જઈએ ત્યારે રાતે બધાને પેસવા ના દેતા હોય. રાતે થોડુંક પીવાની ટેવ હોયને, તે લોકોને પેસવા ના દે. પણ તોય અમુક માણસોને આવવા દેવા પડેને ? એટલે તે ઘડીએ શેઠે પીધું હોય ને વાતો કરે કે ‘હું રાજા