________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : ‘હું' જે અહંકાર છે, એ કઈ શક્તિ આપણી અંદર કામ કરી રહી છે ?
૫૪૪
દાદાશ્રી : એ જ ભ્રાંતિની શક્તિ. એ ડિસ્ચાર્જ શક્તિ છે. આ બેટરીના સેલ ચાર્જ કરાવી લાવીએ, એટલે પછી, જ્યાં વાપરવા હોય ત્યાં વાપરી શકાય. તે ઘડીએ એ ડિસ્ચાર્જ થયા કરે. તે આ ડિસ્ચાર્જ થતી શક્તિ છે.
પ્રશ્નકર્તા : હવે એ જે શક્તિ છે, એ આત્માથી જુદી છેને ? દાદાશ્રી : હા, જુદી છે.
પ્રશ્નકર્તા : પણ એને ગવર્ન કોણ કરે છે ?
દાદાશ્રી : આત્મા જુદો છે અને ભ્રાંતિ જુદી છે.
પ્રશ્નકર્તા : આ ભ્રાંતિને ગવર્ન કોણ કરે છે ?
દાદાશ્રી : ભ્રાંતિને ગવર્ન તો એનાં કામ જ કરે છે. અને એ કર્મનો, ઉદયકર્મનો સ્વભાવ જ છે કે એ ઉદયકર્મ જ કામ કર્યા કરે. એમાં અહંકારથી જે કર્મ કરેલાં, તે ડિસ્ચાર્જ થતી વખતે એવાં જ ફળ આપીને જાય છે.
પ્રશ્નકર્તા : એને કોણ ઓળખી શકે ?
દાદાશ્રી : બધાય ઓળખી શકે.
પ્રશ્નકર્તા : જો ઓળખી શકતો હોત તો એ એવું ના કરવા જાત, એવું ના બોલત.
દાદાશ્રી : પણ પછી એના પોતાના હાથમાં સત્તા જ નથીને ! પ્રશ્નકર્તા : આ બધામાં જે ડખો કરતો હોય, તો મોટામાં મોટો ભાગ અહંકાર જ કરે છે.
દાદાશ્રી : તો બીજું કોણ ? આ બધું અહંકારે જ ઊભું કર્યું છેને !
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૪૫
એ છે પુદ્ગલ !
પ્રશ્નકર્તા : અહંકાર તો પુદ્ગલ કહેવાયને ?
દાદાશ્રી : હા, પુદ્ગલ કહેવાય. પણ એ અત્યારે લોકોને તો જીવતો અહંકાર છેને! ‘મેં જ આ કર્યું' કહે છે. એટલે જીવતો અહંકાર છે.
પ્રશ્નકર્તા ઃ દરેક પુદ્ગલમાં એક આત્મા તો છે જ ને ? દાદાશ્રી : હા, તે અણસમજણને લઈને જ આ અહંકાર ઊભો
થાય છે. શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે. એની અવસ્થાઓમાં આ થયું છે. એના પર્યાયમાં આ થયું છે. પર્યાય વિનાશી છે. એટલે અમુક વખત રહે અને પછી પાછું વિનાશ થઈ જાય.
સંસારની અવસ્થાઓ બધી ટેમ્પરરી છે અને પોતે પરમનન્ટ છે. આત્મા પોતે પરમનન્ટ છે અને આ જે અનાત્મા વિભાગમાં ખોટી માન્યતા ધરાવનારો છે, રોંગ બિલીફ ધરાવનારો છે, એ ઇગોઇઝમ પણ પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી પરમનન્ટ છે, એટલું બધું લાંબા કાળનું એ પરમનન્ટ છે. છતાં પરમનન્ટ તો નથી જ. અને એ ઇગોઇઝમેય ચંચળ વસ્તુ છે, એ અચળ વસ્તુ નથી. અચળ વસ્તુ તો જ્યાં ઇગોઇઝમ નથી, કિંચિત્ ચંચળતા નથી, ત્યાં છે. એ જ દરઅસલ આત્મા છે. એ આત્મા એ જ પરમાત્મા છે, પણ એનું ભાન થવું જોઈએ. એનું જ્ઞાન થવું જોઈએ. એટલે અઘરામાં અઘરી ચીજ હોય તો આત્મજ્ઞાન ! આ બધા આત્મજ્ઞાનીઓ થઈને બેઠા હોયને, પણ એ બધું ચંચળ ભાગનું જ વર્ણન કરે છે ને એ બુદ્ધિગમ્ય છે. બુદ્ધિગમ્યની એક વાત મોક્ષમાં નહીં ચાલે. એક શબ્દેય નહીં ચાલે. બુદ્ધિગમ્ય એટલે જંજાળ, એને સંસારી જંજાળ કહેવામાં આવે છે. એટલે જ્ઞાની પુરુષ પોતે જ અબુધ થઈને બેઠેલા છે. અમે અબુધ કહેવાઈએ ! બુદ્ધિ વપરાય એટલે ખલાસ થઈ ગયું. બુદ્ધિ બહુ ચંચળ છે, એટલે માણસને અચળ થવા જ ના દેને ! એટલે આત્મા એ પોતાનું નિજસ્વરૂપ છે. એ જ્ઞાન છે અને તેનાથી પ્રકાશ ઉત્પન્ન થાય એ બધો પ્રકાશ છે, સ્વયં પ્રકાશ !