________________
(૧) અબુધતા વરે જ્ઞાનીને જ !
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
જ્ઞાની પુરુષ કેવા હોવા જોઈએ ? બુદ્ધિ વગરના હોવા જોઈએ. મારામાં બુદ્ધિ નથી માટે મને બધું સોલ્યુશન (સમાધાન) થઈ ગયું. બુદ્ધિ હશે ત્યાં સુધી સોલ્યુશન પૂરું નહીં થાય. એટલે બુદ્ધિ જ્યાં ના હોય ત્યાં જ્ઞાન હશે અને જ્ઞાન હશે ત્યાં બુદ્ધિ નહીં હોય, બેમાંથી એક જ હોય.
અને મારી પાસે આવે તે બુદ્ધિશાળીય થોડા થોડા અબુધ થતા જાય. જેને બુદ્ધિ વધારવી હોય તેને મારી પાસે આવ્યું પોષાય નહીં. અને મને બુદ્ધિ નથી, તેથી બાળકો છે તે ડરે નહીં મારાથી. છોકરાં ડરે નહીં, પૈડા ડરે નહીં, કોઈ ડરે નહીં મારાથી. અને બુદ્ધિવાળાથી સહુ કોઈ ડરે. ઘરની વાઇફેય આમ આમ ડરતી હોય. મારામાં બુદ્ધિ બહુ હતી, ત્યારે મારાથી બહુ ડરતા'તા લોકો. તે બુદ્ધિ ગઈ એટલે અમે અબુધ થયેલા ને ! પણ તમને એ કમાણી ગમતી નથી, તેને અમે શું કરીએ હવે ? કોઈને એ કમાણી ગમે છે, કોઈને ના ય ગમે. તમને અબુધની કમાણી નથી ગમતી, નહીં ?
પ્રશ્નકર્તા : ગમે છે. અમારી બુદ્ધિય ઓછી થઈ જશે ને ?
દાદાશ્રી : હા, ઓછી થશે ને ! એ બુદ્ધિ એમની કાઢી નાખવા માંડી. કારણ કે એ ભજે છે કોને ? અબુધને ભજે છે.
પ્રશ્નકર્તા : જ્ઞાની તો અબુધ જ હોય ને ?
દાદાશ્રી : જ્ઞાની એકલા જ અબુધ હોય. બીજા બધા સત્ પુરુષ અબુધ ના હોય. કારણ કે અક્રમ માર્ગના જ્ઞાનીનો અહંકાર શૂન્ય ઉપર હોય, બુદ્ધિ શૂન્ય ઉપર હોય.
અબુધ - પ્રબુદ્ધ - અબુધ પ્રશ્નકર્તા : તમે બુદ્ધિના સાક્ષી છો ને ? દાદાશ્રી : સાક્ષી ખરા, સાક્ષી તો બધાના. પણ બુદ્ધિ જ નથી
પ્રશ્નકર્તા : બુદ્ધિની પાર થયા છો ?
દાદાશ્રી : એ બરોબર છે, પાર જ થયા કહેવાય, આમ ખરી રીતે. આ તો લોકોને સમજાવવા માટે અમે અબુધ છીએ, કહીએ.
પ્રશ્નકર્તા: તમે કહો છો કે અમે અબુધ છીએ, તો અબુધ અને પ્રબુદ્ધમાં ફેર શો ?
દાદાશ્રી : અબુધ તો, બે પ્રકારના અબુધ. એક તો જેને નાની ઉંમરને લઈને બુદ્ધિ ડેવલપ્પ થઈ નથી, એ એક પ્રકારના અબુધ, અને એક સંપૂર્ણ બુદ્ધિ ડેવલપ્ત થયા પછી જે બુદ્ધિને પોતે તાળું મારતો જાય, એ બીજા પ્રકારના અબુધ. તે બુદ્ધિ સંપૂર્ણ ટોચ ઉપર ગયા પછીના જે અબુધ છે ને, તે સાચા અબુધ. પેલું તો નાની ઉંમર હોવાથી બુદ્ધિ હજી એનામાં વ્યક્ત નથી થઈ. અમુક જ બાબતમાં વ્યક્ત થયેલી હોય. એની નેસેસિટી (જરૂરિયાતો પૂરતી જ. આપણે એને કહીએ કે હમણે દુકાન ખોટમાં જાય છે, પૈસા-ઐસા ના વાપરીશ. તો એને ખોટ જાય એટલે શું, એ કશું સમજે નહિ ને ? બુદ્ધિ જ ના પહોંચે ? એને તો આપણે વસ્તુ ના લાવી આપીએ તો બુદ્ધિ ત્યાં પહોંચે કે આમ કેમ ? એટલે બુદ્ધિ સંપૂર્ણ ટોચ પર ગયા પછી જે ખલાસ થાય એને અબુધ કહેવાય. પ્રબુદ્ધ થયા પછી કેટલાય કાળ પછી અબ્ધ થઈ શકે ! પ્રબુદ્ધ થવું સહેલું છે. પ્રબુદ્ધ એટલે બુદ્ધિ એડવાન્સ (વૃદ્ધિ) થતી ચાલી. લોકોની બુદ્ધિ કરતાં સહેજે વધારે પડતી બુદ્ધિ હોય ત્યારે પ્રબુદ્ધ કહે, અને ઘણો પ્રબુદ્ધ થયા પછી એ બુદ્ધિ આથમતી ચાલે, એટલો અબુધ થાય.
પ્રશ્નકર્તા : સંપૂર્ણ જાગૃત એને ‘પ્રબુદ્ધ' શબ્દ વપરાય ?
દાદાશ્રી : ના વપરાય. અહીં હિન્દુસ્તાનમાં પ્રબુદ્ધ તો બધા બહુ, જોઈએ એટલા છે. બુદ્ધિમાંથી પ્રબુદ્ધ થાય, બુદ્ધિ વધે ત્યારે. અને પ્રબુદ્ધમાંથી પછી બુદ્ધ થઈ જાય.
પ્રશ્નકર્તા : આપનામાં ક્યા પ્રકારની બુદ્ધિ ના હોય ? બુદ્ધિના પણ પ્રકારો છે ને ?
મને,