________________
(૧) અબુધતા વરે જ્ઞાનીને જ !
૩
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
બગાડે ? મારા જેવા બુદ્ધિ વગરના માણસ કેટલા હોય દુનિયામાં ?
પ્રશ્નકર્તા : એવું લાગતું નથી. બધા બુદ્ધિવાળા જ હોય.
દાદાશ્રી : બુદ્ધિ વગરનો હોય તો પછી એને દુનિયામાં કાઢી મેલેને લોકો ? લોકો તો જીવવાય ના દે, નહીં ? મારામાં બુદ્ધિ નામેય નથી. તેથી તો હું ફાવી ગયો ને ! અને આ વર્લ્ડમાં એક જ માણસ અબુધ હોય, બીજા બધા બુદ્ધિશાળી. સાધુ-આચાર્યો બધા બુદ્ધિશાળી. બુદ્ધિવાળા તો છે જ ને આ લોક, ક્યાં નથી ?
પ્રશ્નકર્તા : બુદ્ધિ વગર જ્ઞાનીનો વ્યવહાર કેમ ચાલે ?
દાદાશ્રી : એ જ જોવાનું છે. ફોરેનના સાયન્ટિસ્ટો આ વાત માનતા ન હતા. મેં કહ્યું, ‘તમને કેવી રીતે માન્યામાં આવે આ ? તમારી સમજમાં શી રીતે બેસે આ ?” હું કહું છું કે, ‘બુદ્ધિ વગરનો છું.’ ત્યારે લોક કહે છે, “ના, એવું ના બોલાય. જો જો, આવું બોલો છો ?” અલ્યા, પણ બુદ્ધિ નથી એટલે કહું છું. ત્યારે એના મનમાં એમ લાગે કે, ‘બધા બુદ્ધિશાળી છે, તો દાદા એકલા બુદ્ધિ વગરના હોય કંઈ?” અરે, પેલા બુદ્ધિશાળી છે, તેથી તો બુદ્ધ થવા બેઠા છે !
પ્રશ્નકર્તા : પ્રથમ દૃષ્ટિએ વિરોધાભાસ લાગે. દાદાશ્રી : હા.
બુદ્ધિતાં બારણાં બંધ કર્યા જ્ઞાતે ! શું કારણથી લખ્યું કે, “અમારામાં બુદ્ધિ ના હોય ?”
પ્રશ્નકર્તા : હા, એ સમજાતું નથી એટલે આપ શું કહેવા માગો છો ?
દાદાશ્રી : હું, ‘મારામાં બુદ્ધિ નથી’ એમ કહું છું, તો મારી પાસે બીજી કોઈ વસ્તુ હશે ને ? કંઈ અજવાળું તો હશે ને મારી પાસે ? બુદ્ધિ એક અજવાળું છે અને મારી પાસે જે અજવાળું છે, એ જુદું અજવાળું છે. અમારામાં જ્ઞાન હોય, પ્રકાશ હોય.
કોઈ કહેશે, ‘તમે બુદ્ધિ વગરના છો તો આ બધું શી રીતે જાણો છો ?” અમે જ્ઞાનના પ્રકાશથી જાણીએ છીએ. તમે બુદ્ધિના પ્રકાશથી જાણો છો. બન્નેને પ્રકાશ તો છે જ, પણ પ્રકાશમાં ફેર છે. તે તમારી બુદ્ધિ છે એ ઇન્ડિરેક્ટ (પરોક્ષ) પ્રકાશ છે, જ્યારે અમારું જ્ઞાન એ ડિરેક્ટ (પ્રત્યક્ષ) પ્રકાશ છે.
પ્રશ્નકર્તા : જે ડિરેક્ટ પ્રકાશ કહ્યો તે જ અબુધપણું ?
દાદાશ્રી : હા, એ જ અબુધપણું. ડિરેક્ટ પ્રકાશ ! કારણ કે પેલો પ્રકાશ અહંકારના શ્રુ (માધ્યમ દ્વારા) આવે છે, એટલે બુદ્ધિ કહેવાય છે. અને અહંકાર ખલાસ થઈ ગયો એટલે ડિરેક્ટ પ્રકાશ થઈ ગયો ! કેટલાય અવતારોથી ખોળતો’તો એ પ્રકાશ મળ્યો. પ્રકાશ મળ્યો માટે આનંદ મળ્યો. એ આનંદ પાછો સીમા રહિત આનંદ છે, અસીમ આનંદ છે, સનાતન છે.
અહંકાર ને બુદ્ધિ, બેઉ મને નથી. બુદ્ધિ હોય ત્યાં સુધી અહંકાર હોય. અને બુદ્ધિ હોય ત્યાં સુધી લિમિટેડ જ્ઞાન હોય, ‘ફ્રોમ ધીસ પોઈન્ટ ટુ ધીસ પોઈન્ટ' (આ છેડેથી આ છેડા સુધી) એ લિમિટેડ (મર્યાદિત) જ્ઞાન. કશું ક્રિયાકારી ના હોય. અને મારું જ્ઞાન અનલિમિટેડ (અમર્યાદિત) છે, જે જ્ઞાન ક્રિયાકારી છે, જ્ઞાનપ્રકાશ ક્રિયાકારી છે, કેવળજ્ઞાન સ્વરૂપ છે. આખા બ્રહ્માંડની સત્તામાં પહોંચે એવું જ્ઞાન છે.
સંપૂર્ણ અબુધ હોય તો જ જ્ઞાની કહેવાય. વર્લ્ડમાં કોઈ ચીજ જાણુવાની જેને બાકી ના ોય ! અને પરમાત્મા પણ જેને વશ થયેલો હોય !!
પ્રશ્નકર્તા : કોઈ ચીજ જાણવાની બાકી ના હોય, એ શું છે ?
દાદાશ્રી : એ જ્ઞાન છે, પ્રકાશ છે અને બુદ્ધિથી તો બહુ ડખો થયા કરે. (વિપરીત) બુદ્ધિથી જાણવાથી તો વઢવઢા થાય છે, મતભેદ થાય છે બધા. પ્રકાશમાં મતભેદ ના હોય, ડખો ના હોય, કશું ના હોય. જેટલું જેટલું રિલેટિવમાં તમે વાંધો ઉઠાવશો એ બુદ્ધિવાદ. અમારે બુદ્ધિવાદ હોય નહીં. અમે રિલેટિવમાં (વ્યવહારમાં) અબુધ અને રિયલમાં (નિશ્ચયમાં) જ્ઞાની !