________________
(૧) અબુધતા વરે જ્ઞાનીને જ !
દાદાશ્રી : કોઈ પણ પ્રકારની બુદ્ધિ ના હોય અમારામાં. એટલે અમને તો ગાળો ભાંડે તોય અમે આશીર્વાદ આપીએ અને ફૂલ ચઢાવે તોય આશીર્વાદ આપીએ. કારણ કે મને તો એ ઓળખતો જ નથી. આ પટેલને એ ઓળખે છે, મને તો શી રીતે ઓળખે ? ‘એ. એમ. પટેલને ઓળખે છે, તો એ ‘એ. એમ. પટેલને ગાળો ભાંડે તો મારે પાડોશી તરીકે સાચવવું પડે. તે પેલાને કહ્યું કે, ‘ભાઈ, શું કંઈ ખાસ કારણ ના હોય તો ગાળો ના ભાંડીશ. અને કારણ હોય તો ભાંડ. એટલે બુદ્ધિ વગરનો જે બીજો સામાન હતો એ બધો મારી પાસે છે, પણ બુદ્ધિ નથી. તમને આ વાત ગમે કે મારી પાસે બુદ્ધિ નથી ?
જ્ઞાની પુરુષ એ બધાથી મુક્ત કરાવે. પછી ભાંજગડ જ નહીં ને ! હા, એટલે સેન્ટ બુદ્ધિ ના હોય, તો ભગવાન પ્રગટ થાય, ત્યાં આપણો નિવેડો થાય. બુદ્ધિ હોય ત્યાં ભગવાન કોઈ દહાડોય પ્રગટ થાય નહીં, એવો આ દુનિયાનો નિયમ ! બુદ્ધિવાળો સ્વચ્છંદી હોય અને બુદ્ધિ વગરના ભગવાન હોય !
જ્ઞાની પુરુષ કોને કહેવાય ? જેનામાં સેન્ટ અહંકાર ના હોય. દેહના માલિક ના હોય, વાણીના માલિક ના હોય, મનના માલિક ના હોય. આવી વાત તો દુનિયામાં ક્યારેય પણ સાંભળેલી ના હોય. બાકી આ બધું શાસ્ત્રોમાં લખેલું નથી. અમારામાં બુદ્ધિ નહીં તે વાત અમારી, એક-એક શબ્દ સાંભળવા જેવો. અને તો જ એ કમ્પ્લીટ હંડ્રેડ પરસેન્ટ વાત હોય. અમારી આ વાત હજારો વર્ષ સુધી કોઈ રોકી ના શકે.
પ્રશ્નકર્તા : જ્ઞાન અને બુદ્ધિનો શું તફાવત ?
દાદાશ્રી : ઓહોહો ! ધેર ઈઝ લાર્જ ડિફરન્સ (ઘણો મોટો તફાવત છે). બુદ્ધિ એ તો અહંકારી જ્ઞાન છે. આખા જગતનું બધું જ્ઞાન જાણતો હોય, પણ અહંકારી જ્ઞાન એ બુદ્ધિ અને બીજા શબ્દોમાં કહું તો ઈન્ડિરેક્ટ (પરોક્ષ) પ્રકાશ એ બુદ્ધિ. ઇગોઇઝમ વગરનું નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય છે અને અહંકારી જ્ઞાન એ બુદ્ધિ કહેવાય છે.
આપણે લોકોને કહીએ, ‘તમે અબુધ છો', તો એ ઊલટા
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) આપણને ગાળો ભાંડે ને મારમાર કરે. મારામાં બુદ્ધિ રહી નથી. હું ડિરેક્ટ પ્રકાશથી જોઉં છું બધું. અત્યારે કોઈ દહાડો પુસ્તક મેં વાંચ્યુંય નથી, વીસ વર્ષ પહેલાં વાંચેલું હશે. હું તો ડિરેક્ટ (પ્રત્યક્ષ) આમ જોઈને જવાબ આપું છું બધા.
એટલે બધું પૂછાય. દરેક વસ્તુ, તમારે મગજમાં જે આવે એ બધું પૂછજો અને હું સાયટિફિક (વૈજ્ઞાનિક) રીતે જવાબ આપવા માગું છું. કારણ કે બુદ્ધિ મારામાં બિલકુલ નથી અને તમારામાં બુદ્ધિ, એટલે ખરી મઝા ત્યારે જ આવે. તમે બુદ્ધિથી પ્રશ્ન જેટલા પૂછાય એટલા પૂછો, હું તમને જ્ઞાનથી જવાબ આપું. તમારો આત્મા કબૂલ કરવો જ જોઈએ. અને જો તમારો આત્મા કબૂલ ન કરે તો કાં તો તમે આડાઈ કરો છો કે ગમે તેમાં પણ છો. આત્મા કબૂલ કરવો જ જોઈએ. કારણ કે હું અબુધ રીતે બોલું છું. એટલે કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ જાતિનો, કોઈ પણ માણસ એને કબૂલ થવું જ જોઈએ. સમજણવાળો હોવો જોઈએ, બુદ્ધિમાં આવેલો હોવો જોઈએ. પછી બુદ્ધિમાંય અબુધ હોય છે. મનુષ્યો જે નીચી જ્ઞાતિના છે, એ લોકોને મારી વાત સમજણ ના પડે. એનો આત્મા કબૂલ કરે કે ના ય કરે. એને સમજણેય ના હોય એની. પણ જેને બુદ્ધિ છે એ વાતને સમજે.
પ્રશ્નકર્તા : સંસ્કૃતમાં એક શ્લોક છે કે રાજા તો એના રાજ્યમાં જ પૂજાય પણ જે વિદ્વાન હોય એ આખા જગતમાં બધે જ પૂજાય. અને વિદ્વાન આપના જેવા અબુધ હોય તો જ ?
દાદાશ્રી : હા, પણ અબુધ સિવાય તો ના બને. બુદ્ધિ તો લિમિટેશનનો પ્રકાશ છે. એટલે લિમિટવાળાનું તો ઓછી બુદ્ધિવાળા ના સ્વીકાર કરે અને એનાથી જરા કંઈ આઘાપાછા થયેલા હોય, મતભેદવાળા હોય, તે સ્વીકાર ના કરે. અહીં મતભેદ ના હોય. અહીં બધા સ્વીકાર કરે. બે વર્ષનું બાળક હોય તેય સ્વીકાર કરે. આવડું બાળક મારી જોડે રમ્યા કરે, બે વર્ષનું બાળક હોય તેય. કારણ કે અમે બાળક જેવા જ હોઈએ. બાળક છે તે અજ્ઞાનતાથી નિર્દોષ છે અને અમે જ્ઞાન કરીને