________________
પ૩૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૩૯
અંદર જો કોઈ પણ પ્રકારની ડખલ ન કરે તો એની મેળે ગલન થઈ
જાય ?
દાદાશ્રી : હા, એની મેળે સહજ રીતે છૂટે. પ્રશ્નકર્તા : ડખલ કરે તો તેની અંદર ડખો થયા કરે ?
દાદાશ્રી : બસ, ડખલ એ પાછલો અહંકાર કરે છે. મડદાલ અહંકાર ડખલ કરે છે. અને તે મડદાલ અહંકારને બુદ્ધિ છે તે પપલાવે છે. બુદ્ધિ હેરાન કરે છે, બસ. નહીં તો સહજભાવે ઊકલ્ય જ જાય છે.
પ્રશ્નકર્તા : પણ સૌથી પહેલો અહંકાર પ્રતિષ્ઠિત શી રીતે થયો ?
દાદાશ્રી : પહેલો-બીજ હોય નહીં. આ રાઉન્ડ હોય એમાં પહેલું-બીજું કોણ હોય ?
પ્રશ્નકર્તા : તો એવું હોય કે પ્રતિષ્ઠા થયેલી જ છે ?
દાદાશ્રી : થયેલા કે ના થયેલાનો કશો સવાલ જ નથી ! ‘નથી થયેલો’ અને ‘થયેલો', જેવું માને એવું છે. બધાના પ્રેશરને લઈને માને અને માન્યતા છૂટી જાય તો ઊડી જાય પછી, એવું કશું જ નહીં. બીજી બાજુ લોકો માને છે કે બંધાયેલો નથી ને બંધાયો નથી. પણ એવું નથી, બંધાયો છે. લોક એકાંતિક લઈ જાય એટલે વિરોધાભાસ લાગે. બાકી આની આદિ નથી કે અંત નથી. અનાદિ અનંત છે. રાઉન્ડ એટલે શું ? એની આદિય ના હોય ને અંતેય ના હોય.
વિભાવ દશામાં અહંકારના પરિણામો પ્રશ્નકર્તા: જીવમાં અહંકાર ચેતન છે અને જડમાં મમત્વ ચેતન છે, એવું સમજાવો.
દાદાશ્રી : આ જડમાં ચેતન બિલકુલ છે નહીં પણ મમતા છે, એટલા પૂરતું એમાં મમત્વ ચેતન છે. આપણે આને બાળી મેલીએ, તે શેઠને પેલી મમતા હોય, તેમને દુઃખ થાય. મમતા ના હોય તેમને વાંધો ના આવે. મમતા હોય તો એમાં ચેતન છે. મમતા ના હોય તો કંઈ
નહીં. સોનાની ચેઈનમાં મને મમતા ના હોય, એમાં ચેતન નથી, એટલે તમે ગમે તે કરો, તો મને કશું દુ:ખ નથી.
પ્રશ્નકર્તા : અને મમતા હોય તો ચેતન છે એવું થયું ?
દાદાશ્રી : તોય જડમાં ચેતન છે જ નહીં. પણ આ તો મમતા હોય તો એનું દુઃખ થાય અને દુઃખ થાય માટે ચેતન છે. અને જીવમાં અહંકાર ચેતન છે.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?
દાદાશ્રી : જીવમાં ખરેખર ચેતન નથી એમાં. કારણ કે અહંકાર જતો રહ્યો, એટલે થઈ રહ્યું. ચેતન ઊડી ગયું.
પ્રશ્નકર્તા : તો તો અહંકાર જતો રહે તો આપણું અસ્તિત્વ મટી જાય ? ચેતન વગર કેવી રીતે જીવી શકીએ આપણે ?
દાદાશ્રી : દેહ ઊભો રહે, તેનો હિસાબ છે તે પૂરો કરે. આમાં જે ચેતન છે તે તો શેના જેવું છે ? આપણે આ બેટરીમાં સેલ હોય છેને, તેમાં ચેતન હોય ? જ્યાં સુધી એ પાવર વપરાઈ ગયો નહીં ત્યાં સુધી આ પાવર રહે છે. એટલે મન-વચન-કાયાના પાવર, એ પાવર ચેતન જ છે.
પ્રશ્નકર્તા : તો એ અહંકાર ચેતન છે ?
દાદાશ્રી : ના, ચેતન-બેતન નથી. એ તો ચેતનના પ્રકાશથી ચૈતન્ય ભાવને પામી ગયો છે. ચેતન નથી એમાં જરાય.
પ્રશ્નકર્તા : તો શું છે એ ?
દાદાશ્રી : એવું ચેતન નથી. જેમ અહીં આગળ ભમરડો ફરે છેને, ભમરડો ચેતન હોય છે ? ના, એવું ચેતન છે. એને અમે પાવર ચેતન કહ્યું.
પ્રશ્નકર્તા : પાવર ચેતન એટલે ? દાદાશ્રી : પાવર ચેતન એટલે જેમાં ચેતન નામેય નહીં. મૂળ