________________
૫૪૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
પ૪૧
ચેતન છે, એની હાજરીથી ઉત્પન્ન થયેલા ગુણો, તે આ પાવર ચેતન ! પાવર ચેતન મૂળ વસ્તુ જ નથી.
જેમ આ સૂર્યને લઈને આપણે કોઈ પણ જાતનો અહીં આગળ પાવર ઊભો કરીએ, તેથી કંઈ સૂર્યની શક્તિ લેતા નથી આપણે. અને સૂર્યને કશું લેવાદેવા નથી. સૂર્ય આમાં હાથ ઘાલતોય નથી. અને એ પાવરથી આપણે અહીં મોટા મોટા જમણ બનાવીએ, નહાવા-ધોવાનું પાણી બનાવીએ ને બધું બનાવીએ તો એમાં સૂર્યને લેવાદેવા નથી. એની હાજરીથી બધું થાય છે. એવું આત્માની હાજરીથી આ બધું થઈ રહ્યું છે. આત્મા પોતે કર્તા નથી. પોતે અક્રિય છે, નિઃશબ્દ છે. એની પાસે શબ્દ, અવાજ છે નહીં. અવાજ માત્ર જડનો સ્વભાવ છે. અહીં રકાબી નીચે નાખો તો ખખડે કે ના ખખડે ? એ અવાજ કહેવાય. બે જડ વસ્તુઓ અથડાય તો અવાજ થાય અને ચેતન કોઈ જગ્યાએ અથડાય તો અવાજ ના થાય.
પ્રશ્નકર્તા : તમે વિધિ કરીને જે પાવર મૂકો એ પાવર ચેતન થયુંને ?
દાદાશ્રી : ના, આ પાવર ચેતન નથી.
પ્રશ્નકર્તા : તો એ ચેતન જ થયુંને ? મૂળ સ્વરૂપ જ ચેતનનું ને ?
દાદાશ્રી : આ પાવર ચેતન જે છે, તે અજ્ઞાનતાવાળું પાવર ચેતન છે અને મેં જ્ઞાન આપ્યું ત્યાર પછી “એ” પાવર ચેતન જ રહે છે, “મૂળ ચેતન’ થતું નથી. પોતે પોતાના અજ્ઞાનથી બંધાય છે અને પોતે પોતાના જ્ઞાનથી છૂટી જાય. આત્મા તો પોતે જ્ઞાનવાળો છે પણ ‘આ’ જે છે તે જ્ઞાનવાળું થાય તો બેઉ છુટા પડી જાય.
પ્રશ્નકર્તા : તો તમે આ પાવર ચેતનને જ્ઞાનવાળું કહો છો ?
દાદાશ્રી : હા, તો બીજા કોને ? અને પેલો આત્મા તો આજેય જ્ઞાન જ છેને !
પ્રશ્નકર્તા : આ પાવર ચેતન જ્ઞાનવાળું થયું, એટલે આવરણો જતાં રહે ?
દાદાશ્રી : હા. આવરણો જતાં રહે, બસ. આ આવરણો ઊડી જાય ને જે અવ્યક્ત છે તે વ્યક્ત થાય.
પ્રશ્નકર્તા : તો જ્ઞાની કોણ થાય છે ?
દાદાશ્રી : અજ્ઞાની છે ને, તે જ જ્ઞાની થાય છે. આત્મા તો જ્ઞાની જ છે.
પ્રશ્નકર્તા : અજ્ઞાની કોણ છે ?
દાદાશ્રી : આ “” ને “મારું', જે બંધાયેલો કહે છેને, ‘મને દુઃખ છે', એ અજ્ઞાની છે.
પ્રશ્નકર્તા એટલે બીજી ભાષામાં અશુદ્ધ ચેતનને શુદ્ધ ચેતન કરો છો, એવું થયું ?
દાદાશ્રી : હા, અશુદ્ધ ચેતનને શુદ્ધ કરીએ છીએ. અને આ અશુદ્ધ ચેતન જે છે તે પાછું મૂળ ચેતન નથી, એ પાવર ચેતન છે. એટલે એને અમે શુદ્ધ કરીએ છીએ. એ સંપૂર્ણ શુદ્ધ થાય તો બેઉ છૂટાં પડી જાય.
પ્રશ્નકર્તા : તમે શુદ્ધાત્મા બોલો એટલે એ પાવર ચેતન જે છે, એનો પાવર વધતો જાય ?
દાદાશ્રી : ના, જે ઊંધો પાવર હતો તે છતો થઈ જાય. જે અજ્ઞાન પાવર હતો એટલું ઊંધું કરતો હતો, એ છતો થઈ જાય.
પ્રશ્નકર્તા : એ ઊંધો પાવર કોને હોય છે ?
દાદાશ્રી : એ અહંકારને. આ અજ્ઞાની માણસ હોયને, તે જેટલું હોય તેનું ઊંધું જ કરી આવે. અને અમે જ્ઞાન આપીએને ત્યાર પછી કો’કે ઊંધું કર્યું હોય તોય છતું કરી આપે. કારણ કે એની બુદ્ધિ છતી થઈ ગઈ.