________________
પ૩૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
૫૩૩
કૉઝ છે. એ ગયું એટલે અહંકાર જાય. અહંકાર જાય એટલે બધું જાય.
પ્રશ્નકર્તા : અને અજ્ઞાનનું પ્રેરણાબળ કોણ ? દાદાશ્રી : બીજું કોઈ નથી, સંયોગો જ છે. પ્રશ્નકર્તા : અને જ્ઞાનનું પ્રેરણાબળ કોણ છે ?
દાદાશ્રી : એવું કોઈ પ્રેરણાબળ છે જ નહીં આ જગતમાં. બધું સંયોગિક થાય છે. સંયોગોથી અજ્ઞાન ઊભું થાય છે, સંયોગોથી જ્ઞાન થાય છે. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ.
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માને સક્રિય-અક્રિય કહ્યો છે. એ કેવી રીતે ?
દાદાશ્રી : એ તો બરોબર છે, એ તમને સમજાવા માટે કહ્યું છે કે, ભઈ તમે જ્યાં સુધી ઇગોઇઝમવાળા છો ત્યાં સુધી સક્રિય છે અને જ્યારે જ્ઞાનવાળા છો તો અક્રિય છે. સક્રિય એટલે વ્યવહારથી કહે છે.
આપણી ગાડી જતી હોય ને કો'ક માણસ અથડાયો. એટલે પેલો પોલીસવાળો બધાને કહેશે કે, “ભઈ, ચાલો.” તે ઘડીએ હું કહું કે “ના, હું તો જ્ઞાની છું.’ એ ના ચાલે. ‘હું એ. એમ. પટેલ છું', એવું કહેવું પડે. આનું નામ વ્યવહારથી ક્રિયા. અને આ ક્રિયામાં અમે જોખમદાર છીએ એમેય કહેવું પડે. અને ખરેખર જાણીએ કે કોણે કર્યું છે.
અહંકારે પૂરી પ્રતિષ્ઠા ! પ્રશ્નકર્તા : અહંકારની જ આ અથડામણ છે એ બરોબર, પણ પહેલાં તો આપણે સ્વભાવે શુદ્ધ જ હોઈશુંને ?
દાદાશ્રી : અત્યારેય શુદ્ધ જ છે.
પ્રશ્નકર્તા : શુદ્ધ જ છે, તો આ પ્રતિષ્ઠિત આત્મા આખો ક્યારથી ઊભો થયો ?
દાદાશ્રી : અજ્ઞાનતાથી. આ જાણ્યા પછી ફરી પાછું અજ્ઞાન પસી
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું ! જાય, તો નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય. અજ્ઞાનતા એ જ ઇગોઈઝમ.
પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્મા ક્યો ? એ પ્રતિષ્ઠિત કોણ કરે છે ?
દાદાશ્રી : અહંકાર. એનો એ જ પ્રતિષ્ઠિત, બીજો પ્રતિષ્ઠિત ઊભો કરે છે. આ હું છું ને મેં કર્યું. એટલે ફરી પ્રતિષ્ઠા થઈ, બસ ! ‘હું કરું ને મેં કહ્યું. હું કરું છું ને મેં કહ્યું. આ મારું એ નવી આવતા ભવની પ્રતિષ્ઠા જૂની પ્રતિષ્ઠા ઉધે છે અને નવી પ્રતિષ્ઠા ઉત્પન્ન કરે છે.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અહંકાર પ્રતિષ્ઠા કરીને પ્રતિષ્ઠિત આત્મા ઊભો કરે છે, તે બે વાર “આત્મા’ શબ્દ વાપર્યો. એ ફરી સમજાવો.
દાદાશ્રી : એક મૂળ આત્મા છે અને આ અહંકાર છે તે પ્રતિષ્ઠિત આત્મા છે, પહેલાનો. આ ફરી છે તે પ્રતિષ્ઠા કરે છે. ‘હું કરું છું ને મારું છે' એ ઘટમાળ ચાલ્યા જ કરે છે, નવી પ્રતિષ્ઠા ઊભી કરીને. આપણે છે તે પ્રતિષ્ઠા બંધ કરાવીએ છીએ. એટલે આપણે ચાર્જ થતું બંધ થાય છે. પ્રતિષ્ઠા બંધ થાય એટલે બધું બંધ થઈ ગયું ! નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો..
પ્રશ્નકર્તા : નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો અને પછી એ જે વિભાગ રહ્યો, તેને જ આપણે પ્રતિષ્ઠિત આત્મા તરીકે ગણીએ છીએને ?
દાદાશ્રી : હા, અને હવે જે છે એનો નિકાલ કરી નાખીએ. એ નિકાલ થવા માટે જ આવ્યો છે ને નિકાલ કરવાનો છે.
પ્રશ્નકર્તા : નિકાલ થવામાં ડખલ કરે છે એ જ નિચેતન ચેતન ?
દાદાશ્રી : એમાં ડખલ કરેને, એ નિચેતન ચેતન નહીં, એ મડદાલ અહંકાર. હા, પણ એમાં ડખલ કરે એ બગાડે છે. બાકી, એ તો એની મેળે નિકાલ થવા માટે જ આવ્યું છે.
પ્રશ્નકર્તા : એટલે પ્રતિષ્ઠિત આત્મા તરીકે જે જુદો પડ્યો, એની