________________
પ૩૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૩૫
પ્રશ્નકર્તા : પુદ્ગલ જે કરે, એનું આત્માને કેમ ભોગવવું પડે, આ પાતાળમાં જઈને ?
દાદાશ્રી : આત્માની સહમતિથી કરે છે ! પ્રશ્નકર્તા : (વ્યવહાર) આત્મા તો અકર્તા છેને ?
દાદાશ્રી : અહંકાર કર્તા છેને ? અને એ અહંકાર પાછો “ છું' એમ માને. એટલે તેનો જવાબદાર થઈ ગયો.
પ્રશ્નકર્તા : અહંકાર એ પુદ્ગલમાં ગણાયને ? આત્માને તો અહંકાર હોય જ નહીં ?
દાદાશ્રી : પણ અહંકાર ‘હું છું’ એમ માને એટલે મિશ્રચેતન
થયું.
દાદાશ્રી : અહંકાર ન હોત તો તો તે દહાડે કેવળજ્ઞાન થઈ જાત ! પણ અહંકાર વગર તો રહ્યો જ નથી આ જીવ, અને ભેદબુદ્ધિ વગર રહ્યો નથી, હું જુદો ને આ જુદું.
પ્રશ્નકર્તા : અજ્ઞાન કોનું ?
દાદાશ્રી : બે વસ્તુ છે, અજ્ઞાન અને જ્ઞાન. જ્ઞાન એટલે આત્મા અને અજ્ઞાન એટલે અનાત્મા. તે અજ્ઞાનને અહંકાર આવ્યો. તેનું આ બધું ઊભું થઈ ગયું. તે રાત દહાડો ચિંતા-ઉપાધિઓ, એય સંસારમાં ના ગમે તોય પડી રહેવું પડેને ? ક્યાં જાય છે ? ક્યાં જવાય ? ત્યાં ને ત્યાં જ. એટલે અહીં ખાટલામાં સૂઈ રહેવાનુંને, ઊંઘ ના આવે તોય ?
પ્રશ્નકર્તા : અહંકારની શરૂઆત, અહંકાર ક્યાંથી ઉત્પન્ન થયો ?
દાદાશ્રી : એ અહંકાર, એ જ અજ્ઞાનને ! અજ્ઞાન હતુંને, તેનો અહંકાર થઈ ગયો. એવું છે, એ અજ્ઞાન અને જ્ઞાન બે જુદી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : એ બધા રૂટ કોઝમાં સંસ્કારોનો પૂંજ પડ્યો છે, કેટલાય અવતારોનો ?
દાદાશ્રી : મૂળ અજ્ઞાનતા છે. પોતાને પોતાની અજ્ઞાનતા છે. એ રૂટ કોઝથી આ બધું ઊભું થયું છે. જો એ અજ્ઞાનતા પોતે સજ્ઞાનતામાં આવી જાય, તો આ બધું વિલય થઈ જાય છે. અજ્ઞાનતા આનું કારણ છે. અજ્ઞાનતાને લઈને અહંકાર ઊભો થયો.
પ્રશ્નકર્તા : જ્ઞાન જાણીએ એટલે છૂટો થાય, જ્ઞાન ન જાણીએ એટલે ભેગું રહે ?
દાદાશ્રી : ના જાણે ત્યાં સુધી જ આ બધી પંચાત છે. અજ્ઞાનતાથી જ આ દેખાય છે બધું. જ્ઞાન થાય તો કશું જ નથી આવું તેવું.
પ્રશ્નકર્તા : કલ્પના કોણે કરી ?
દાદાશ્રી : કલ્પના અહંકારે કરી. અહંકાર ઊભો થઈ ગયો. “હું છું’, ‘હું કંઈક છું.’
પ્રશ્નકર્તા : આત્માને જે બિલકુલ અક્રિય કહ્યો છે એ બહુ સ્પષ્ટ થતું નથી.
દાદાશ્રી : એ અક્રિય જ છે, કાયમનો અક્રિય છે. એ જ્યારે અક્રિય દેખાશેને ત્યારે ભગવાન થયો હશે. અક્રિય શબ્દ તમને શ્રદ્ધામાં હોય, એ તો પ્રતીતિ કહેવાય. પણ જ્યારે અક્રિય દેખાશે ત્યારે તમે ભગવાન થઈ ગયા હશો. અક્રિય શ્રદ્ધામાં છે કે નહીં ?
પ્રશ્નકર્તા : હા છે, પણ એ જરા સ્પષ્ટ કરવાની ઇચ્છા છે.
દાદાશ્રી : અરે, એ સ્થૂળ નથી. સ્થળમાં તો ક્રિયા હોય હંમેશાં, એ તો બહુ સૂક્ષ્મ છે. અત્યંત સૂક્ષ્મ છે એ વસ્તુ. તમે તમારી ભાષામાં લઈ જાવ છો ક્રિયા કરવાનું, એટલે આ પેલા કુંભાર ચાક ચલાવે એવી રીતે.
પ્રશ્નકર્તા: સ્થૂળ ક્રિયાઓ છે, તે કોને આધારે છે ? દાદાશ્રી : આ અહંકારને આધારે. પ્રશ્નકર્તા : અહંકાર કોના આધારે ? દાદાશ્રી : અહંકાર પોતાની અજ્ઞાનતાના આધારે. અજ્ઞાન રૂટ