________________
(૭) વિજ્ઞાત, અહંકારતા જન્મતું !
આવાગમત કોને ? પ્રશ્નકર્તા : ખરેખર આવાગમન આત્માને છે કે દેહને છે ?
દાદાશ્રી : જે અહંકાર છે તેને જ આવાગમન છે, એ આત્માને નથી. આ દેહ છે એ એનું બધું સાધન લઈને આવે છે પણ મૂળ આવાગમન કોણ કરે છે ? અહંકાર. જેનો અહંકાર ખલાસ થઈ ગયો, તેનું આવાગમન બંધ થઈ ગયું.
એક માજીએ પૂછયું કે ‘ગીતામાં એમ કહ્યું છે કે, આત્મા ચોખ્ખો છે, તો બંધાયેલું કોણ છે ?” કહ્યું, ‘જેને દુ:ખ પડે છે તે બંધાયેલો છે. આત્માને દુ:ખ પડતું નથી. એ બંધાયેલો નથી.' એ કહે છે, “બે છે ?” મેં કહ્યું, ‘બે નથી. જેમ અરીસા આગળ બે હોય છે ? એકનો એક જ હોય છે. પણ આ અરીસા ઉપર ચકલી બેસે છે તો ચકલી કોને ચાંચ મારે છે ? હવે પેલી અંદરવાળીને ચાંચ વાગ બાગ થતી હશે ?” એ ફરી પાછી આવી જાય. શું ખોળો છો, બેન ? નથી ધણી, નથી સાળી, નથી સાળો, શું ખોળો છો ? પણ બિચારીને ભ્રાંતિ થઇ ગઈ છે કે આ કોણ છે ? એવી આ લોકોને આંટી પડી ગઈ છે.
પ્રશ્નકર્તા : તો આત્માને મોક્ષ આપવાનો છે ?
દાદાશ્રી : આત્મા મોક્ષમાં જ છે. એને દુઃખ જ નથી ! જેને દુઃખ હેય તેને મોક્ષ કરવાનો. આત્મા બંધાયેલોય નથી. અજ્ઞાનથી માને છે કે બંધાયેલો છું અને એનું જ્ઞાન થાય એટલે મુક્ત થયો. ખરી રીતે બંધાયેલોય
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
પ૩૩ નથી, એ માની બેઠો છે. લોકોય માની બેઠા છે, એવું એમ માની બેઠો છે.
પ્રશ્નકર્તા : સાધારણ રીતે સામાન્ય માણસોને એ સમજવું જરા મુશ્કેલ પડે છે.
દાદાશ્રી : તેથી તો આ અંતરાયું છેને ! તેથી જ આ બધા, એયને સમકિત થતું નથી એનું કારણ જ એ છે ને. તેથી કહ્યુંને, આત્મજ્ઞાન જાણો. આત્મા શું છે, એને જાણો. આત્મજ્ઞાન જાણો નહીં ત્યાં સુધી છૂટાશે નહીં !
ક્યાંથી તે કોને આવ્યો અહંકાર ? પ્રશ્નકર્તા : અહંકાર શું છે ? ક્યાંથી આવ્યો ને કોને આવ્યો ?
દાદાશ્રી : એ વિનાશી ચીજ છે. ક્યાંયથી આવવાનો નહીં. એ ઊભો થઈ જાય છે ને નાશ થાય છે. પછી ડૉક્ટરને કહે છે કે, ‘સાહેબ હું મરી જઈશ, મને બચાવજો.’ આ જે ભોગવે છે તે અહંકાર છે.
પ્રશ્નકર્તા : અહંકાર કોને આવ્યો ? દાદાશ્રી : જે અણસમજણ છે તેને. અજ્ઞાનને અહંકાર આવ્યો. પ્રશ્નકર્તા : જ્ઞાન તો હતું, તે ભૂલાઈ કેમ ગયું ? દાદાશ્રી : જ્ઞાનમાં આવરણ આવેલું છે. પ્રશ્નકર્તા : આપણે મહાવીર ભગવાનના વખતમાંય હતા ? દાદાશ્રી : હા, હતા. પ્રશ્નકર્તા : તો એ જ્ઞાન બધું કેમ ચાલ્યું ગયું ?
દાદાશ્રી : જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી આવરણ આવ્યા કરે. અહંકાર ખલાસ થઈ જાય પછી આવરણ ચઢે નહીં.
પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનની પાસે હતા, ત્યારે તો અહંકાર નહોતોને ?