________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
હતું ને છૂટી, એની મેળે જ છૂટી જાય, સહજ છૂટી જાય બધું.
એક કલાકમાં જે જ્ઞાની પુરુષ મોક્ષ આપે. કલાકની અંદર જ, વધારે નહીં, સવા કલાકેય નહીં, અને તે કેટલા માણસને આપે? આટલા બધા માણસો જે મોક્ષ પામ્યા છે, છતાં આવું ચા પીવે તો આ આશ્ચર્ય તો કોને કહેવું ? અને પોતાને મનમાં એમ થાય કે આ ના હોવું જોઈએ. આ શોભે નહીં.
હવે અમને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું કોઈ બંધન રહ્યું નથી. બુદ્ધિ જતી રહી. હવે છે કશી મિલકત અમારી પાસે ? આ દેહના માલિક અમે નથી, આ વાણીના માલિક નથી અને આ મનના માલિક નથી. આ માલિકીપણું બધું ઊડી ગયું છે. છતાંય ચાર ડીગ્રી પાછું અંબાલાલ થવું પડે છે, તે પણ નિર્જીવ અહંકાર.
૫૩૧
જ્ઞાની પુરુષ અને બાળક, બે સરખા કહેવાય છે. ફક્ત ભેદ કો છે, બાળકને ઊગતો સૂર્ય છે અને જ્ઞાની પુરુષને આથમતો સૂર્ય છે. પેલાને અહંકાર છે પણ એમને અહંકાર જાગૃત થવાનો બાકી છે અને આમને અહંકાર શૂન્ય છે.
܀
܀