________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
પ૨૯
૫૩
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : તે મારા બધા ફ્રેન્ડ મને સુપર હ્યુમન કહેતા હતા, આખુંય ફ્રેન્ડસર્કલ ! અને આગળના બધા હિસાબેય લોકો સુપર હ્યુમન કહે. અહંકાર ભારે પણ સદુપયોગી.
પ્રશ્નકર્તા : જેને જ્ઞાન ન થયું હોય તેને સારું કામ કરવા માટે આવો અહંકાર જોઈએને ?
દાદાશ્રી : એ, હોય જ રહે જ. રહેવાનો જ. ‘આ’ ગુફામાં ના રહેતો હોય તો ‘આ’ ગુફામાં રહે છે એ નક્કી. અહંકાર ભારે અને તેય પાછો ગાંડાં કાઢે એવોય અહંકાર. સારોય ખરો ને ગાંડાં કાઢે એવોય ખરો, પણ મઝા ન હતી એમાં. શાંતિ કોઈ દહાડો ન હતી.
આ તો બહુ સારું થયું, આ જ્ઞાન જડી આવ્યું ! હું લાગણીવશ બહુ થઈ જાઉં, કોઈનેય દુ:ખ થયું હોય તો સહન ના થાય.
અહંકાર એક જાતનો, બીજું શું ? પણ સાત્ત્વિકતાવાળો. આ બધા લોકો કરતાં હું એકલો જ છું એ ગાંડો અહંકાર. એ ગાંડો (મડ) જ કહેવાયને ? એવો અહંકાર શેમાં ? બીજું કશું આવડે નહીં અને બોજો પાર વગરનો, હું કંઈક છું, કશુંય નહીં, હાથમાંય કશું નહીં ને ખાય કશું નહીં. મને અજાયબી લાગે છે ! નાનપણથી જ હતું અને હતું તે જતું રહેલું હતું. તે વખતે વટમાં, જેમ ખોટ વધતી ગઈ તેમ અહંકાર વધતો ગયેલો કે અમે આવા ને અમે તેવા ! વીંટેલું કશું નહીં પણ દૃષ્ટિ એવી વીંટવાની જગ્યાએ કોમળ ને બહુ સારી. એટલે બાબો, બેબી મરી ગયાં તોયે પછી ઊલટા પેંડા ખવડાવ્યા એવી દૃષ્ટિ. એટલે વીંટવાનું જ
ક્યાં રહ્યું ? દૃષ્ટિ સારી અને બાના સંસ્કાર બહુ ાઈ (ઊંચા) ! ઘઈ લેવલ સંસ્કાર !! એવી સંસ્કારી સ્ત્રી મારા જોવામાં નથી આવી ! અમારી પોળમાંથી બા નીકળે તો દરેક ઘરવાળા ઘરમાંથી બહાર નીકળીને તરત ‘બા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ’ કરે ! હું જોડે હોઉં તો ના સમજી શકું?
અને મૂળ તો બધા સંજોગ મારા લઈને આવેલો. પણ આ સંજોગોનો નિયમ એવો છે કે બધા જે પોતાના સંજોગો હોયને એવા સંજોગોથી બધું વાતાવરણ ભેગું થઈ જાય.
અપ્રતિબદ્ધપણે વિચરે જ્ઞાતી ! અમે ચા પીતા હતા. તે પ૫ વર્ષથી ચા પીતા'તા. આજે બોતેર વર્ષ થયા. અમને પોતાનેય એમ લાગે કે આ ના હોવું ઘટે. તો શાથી રહ્યું હશે એ ? શા આધારે રહ્યું હશે અમને ? એ આપને સમજાય ? અત્યારે જો કે મને કોઈ વ્યસન નથી, બે વર્ષ ઉપર જતી રહી. પણ શા આધારે અત્યાર સુધી રહ્યું છે ? એ આપને સમજાય છે ?
વ્યસનને શું કહેવાય ? પ્રતિબદ્ધતા કહેવાય. અને જ્ઞાની પુરુષ કોને કહેવાય કે જેને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અપ્રતિબદ્ધપણું હોય ત્યારે એને જ્ઞાની પુરુષ કહેવાય. તે અમુક ટાઈમ થાય એટલે હું ચા માંગું. એટલે પ્રતિબદ્ધ ખરુંને !
એટલે એ છૂટી ગઈ. જ્ઞાની થયો એટલે નિર્અહંકારી થયો. એટલે અમારાથી છોડાય નહીં. સંત પુરુષ છોડી શકે. એ અહંકારી હોય. અને જ્ઞાની, અમે નિર્અહંકારી હોઈએ. એટલે તેથી કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાનીને ત્યાગાત્યાગ સંભવે નહીં. પછી જે રહી ગયું એ રહી ગયું. પછી ફેરફાર થાય નહીં. એનું શું કારણ ? કે ફરી અહંકાર ઊભો કરવો પડે પાછો. ગયેલો અહંકાર ફરી ઊભો કરવો પડે. એટલે અમારે શું કરવું પડે ? એની મેળે ખરી પડે ત્યાં સુધી જોયા કરવું પડે. આ ખરી પડે એ વાત તમને સમજાય ખરી ? એની મેળે ખરી પડતું જાય, દા'ડે દા'ડે. ત્યાગ એ અહંકારનો ગુણ છે. અહંકાર હોય તો જ ત્યાગ થઈ શકે. નહીં તો ત્યાગ થઈ શકે નહીં. એટલે ખરી પડે.
તે ચા મારી ખરી પડી. ચા જોડે ૫૫ વર્ષની ઓળખાણ હતી, ફ્રેન્ડશીપ હતી. વચ્ચે તો રોજના ૧૮-૧૮ કપ ચા પીતો હતો, કંટ્રાક્ટનો ધંધો કરું એટલે ! એ એની મેળે જ અલોપ થઈ ગઈ ! ત્યારે મેં એને કહ્યું, ‘બેન, આ ૨૫ વર્ષની ભઈબંધી, મને કહીને તો જવું હતું. આમને આમ તું જતી રહી ? કેટલું ખરાબ લાગે આપણને ? તે કહેવા તો રહેવું હતું !” કહેવાય ના રહી ને ખરી પડી ! છેલ્લી ચા પીધી પછી મને એ યાદ નથી આવી ! એનું નામ ખરી પડી કહેવાય. છોડવું ન