________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૫૨૭
પ્રશ્નકર્તા : જ્ઞાન અહંકારને છોડે ?
દાદાશ્રી : શી રીતે છૂટે, બળ્યું ? એક બાજુ અહંકાર એનો ક્લેઇમ કર્યા કરતો હોય. જ્ઞાન તો ઘણું છોડવા માથાકૂટ કર્યા કરે પણ દહાડો વળે નહીંને ! એ તો જ્ઞાન ટોપમાં ગયેલું હોય તોય અહંકાર ના છૂટે. અહંકાર તો જ્ઞાની પુરુષ એકલા જ છોડી આપે. જે નિઅહંકારી છે તે જ છોડાવી આપે. અહંકાર ઓગળ્યો એ થયો સાચો. બાકી અહંકાર એટલે દારૂ. દારૂના ઘેનમાં પડી રહેવું એનું નામ અહંકાર. દારૂનો ઘેન ચઢેલો હોય ત્યાં સુધી અહંકાર કહેવાય.
પ્રશ્નકર્તા : ઉપરીને ના માનવું, એ અહંકારની નિશાની ?
દાદાશ્રી : હા, પણ અહંકાર જ હતો કે, આવું મારે ના જોઈએ.
પ્રશ્નકર્તા : પણ એ વ્યાજબી છે ?
દાદાશ્રી : મને વ્યાજબી થઈ પડ્યું. આવું લોકોએ કહેલું ગાંડુંઘેલું માન્યું જ નહીં. બધું હમ્બગ લાગેલું. કારણ કે પેલો ઇગોઇઝમ મહીં સળવળાટ કરતો હતો. તે જ્ઞાન આવ્યું ત્યાં આગળ તો ઇગોઇઝમ છૂટો પડી ગયો. બે ભાગ પડી ગયા. જીવ જીવમાં બેસી ગયો, અજીવ અજીવમાં રહ્યો. અને બે ભેગા હતા ત્યાં સુધી તો બહુ જોરદાર હતા.
ત ધર્યો હાથ કદી કોઈ કહે ! અમારે કંપની મોટી, ઓફિસ મોટી, જરૂરિયાતના પૈસા તો ગજવામાં ઘાલી દેતા'તા ને, તે માગવાની ટેવ નહીં. ઉધાર લઉં નહીં કોઈ જગ્યાએ ઉધાર લેવાની ટેવ નહોતી. આ તો જ્ઞાન થયા પછી થોડી થોડી ટેવ કેળવી છે હવે. એય અહંકાર હતોને એક જાતનો.
પ્રશ્નકર્તા : એ એક પ્રકારનો અહંકાર હતો તે વખતે ?
દાદાશ્રી : બહુ મોટો અહંકાર, જબરજસ્ત અહંકાર. અહંકાર તો એટલે સુધી કે આ હાથ લોકોની પાસે ધરવા માટે નથી.
પ૨૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : એ અહંકાર તો જીવનની અંદર બહુ ઊંચા પ્રકારનો અહંકાર કહેવાયને ?
દાદાશ્રી : બહુ ઊંચો અહંકાર કહેવાય. હાથ જ ધરવાનો નહીં. તે દહાડે એટલો બધો અહંકાર રહે. આ બે હાથવાળા માણસને વળી હાથ શો ધરવો ? હાથ ધરવાનો હોય તો પેલા હજાર હાથવાળા પાસે જ ના ધરીએ ? હજાર હાથવાળા પાસે ધરવાનો. પણ તે એની પાસેય આપણે દબાયેલા શા માટે રહેવાનું ? આપણને કંઈ જોઈતું હોય તો એની પાસે જઈએ, પણ જેને કશું જોઇતું જ નથી તો એના શું કરવા દબાયેલા રહીએ આપણે ? આપણે એની પાસેય ના જઈએ. કાયદો સમજી ગયેલો કે આપણો જ હિસાબ છે. એટલે બીજી બધી ભાંજગડોમાં ઉતરેલો નહીં.
હાથ ધરવો નહીં એ તો બહુ મોટો અહંકાર. મિત્રોને કહી દીધેલું કે આ હાથ માગવા માટે નથી. એટલે તમે નીડર રહેજો. ત્યારે બીજું શું થઈ જવાનું છે ? કર્મના ઉદય તો હોયને, બળ્યા. સાંધો તો મળી આવે કે ના મળી આવે ? બહુ દહાડા અડચણ પડી'તીને. આવો સ્વભાવ તે બહુ અડચણ પડેલી.
કોઈને ત્યાં મેં થાપણ મૂકી હોયને, તે મારે અડચણ હોય તો હું જરા અડચણ વેઠી લઉં પણ થાપણ લેવા ના જઉં. એ આજે કંઈ મુશ્કેલીમાં હોય તો ? હું શું કરું ? માંગું તો એમને ચિંતા થાયને, એટલે હું ના માગું. એમને મુશ્કેલી હોય તો શું થાય ? એટલે તે આધારે લેવા ના જઉં. એની મેળે આપે છે કે નહીં, તે જોઉં. ના આપે તો કંઇ નહીં. એટલે આવું બધું હતું. આ મર્સી (દયા) પેસી ગયેલી ત્યાં. એટલે ત્યાં લાગણી રહે. દયા નહીં પણ લાગણી. એમાં અહંકાર નહીં. લાગણી અને દયામાં બહુ ફેર. લાગણી એટલી બધી થઈ કે માંગીએ તો દુ:ખ થાયને બિચારાને ! થાપણ મૂકેલી હોય તોય પાછી લેવામાં એને દુઃખ થાય એટલે પાછી નથી લીધી ! એવું દુ:ખેય નથી કરેલું.
પ્રશ્નકર્તા: એટલે દાદા, જ્ઞાન નહોતું થયું છતાં સુપર હ્યુમન (અતિ માનવ) ક્વૉલીટી (ગુણ) હતી તમારી.