________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
પ૨૫
પ૨૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ગયો. આ કિનારેથી પેલે કિનારે હું પહોંચી ગયો એવું લાગ્યું. આ અજ્ઞાનતાના કિનારેથી જ્ઞાનના કિનારે હું પહોંચી ગયો એવું લાગ્યું. અને તે એની હવા જે આવે તે !
પ્રશ્નકર્તા : ના, એટલે લાઈટના ચમકારા દેખાયા ? એવું બધું કંઈ થયું'તું એમ ? જ્ઞાન થયું એટલે શું અનુભવ થયો ?
દાદાશ્રી : અહંકાર જતો રહ્યોને ! આપણે ખોળીએ તોય એ જડે નહીં, અને જગતના બધા ફોડ પડી ગયા. પઝલ જ ના રહ્યું કોઈ જાતનું. ‘ઈશ્વર કોણ ? કેવી રીતે ચાલે છે ? કર્મ શી રીતે થાય ? દેવગતિ શું છે ?” વીધ ઈન વન અવર મને દેખાયું ! મને ચેન્જ થયું એટલે ના સમજી જવું કે મારું હારું આવડું મોટું ચેન્જ ! અને એ જે સુખ એક વખત ચાખ્યુંને, એ ફરી ત્યાર પછી ક્યારેય ના જાય !
અજ્ઞાત દશામાં “અમારો' અહંકાર ! મને અહંકાર ભારે હતો. લોભ મારામાં નામેય નહીં, એટલે બીજા લોકોને હું હેલ્પ કર્યા કરું. અને હેલ્પ કરવાથી લોકો મને માન આપે. અને માનથી હું પાછો પુષ્ટ થયા કરું. તે એટલે સુધી પુષ્ટ થયું કે લોક અંબાલાલભાઈ કહેતા કહેતા ભૂલથી છ અક્ષરને બદલે ચાર બોલી જાય, અંબાલાલભાઈના બદલે અંબાલાલ બોલ્યો હોય અને મારા સાંભળવામાં અંબાલાલ આવે તો મને આખી રાત ઊંઘ ના આવે. તેમાં મારો દોષ કે એનો દોષ ? ફક્ત અહંકાર કે “કંઈક છું,’ એટલું જ રહેતું હતું. બાકી, લોભ નહીં કે પૈસા કશું જોઈએ નહીં.
પ્રશ્નકર્તા : આપનામાં જે જન્મથી જ મમતાપણું નથી તો આગળ પૂર્વભવે શું કરેલું હોય તો આ દશા આવે ?
દાદાશ્રી : અહંકારના ‘બેઝમેન્ટ' ઉપર પડી રહેલા. મમતાની કંઈ પડેલી નહીં. અહંકારના રોફમાં જ ફર્યા કરે. માન-તાનમાં જ પડી રહે,
અમારો તો સરસ ગુણ હતો કે અહંકારી ! માન આપે કે ખુશે. બીજું કશું જોઈએ નહીં, કોઈ ચીજ જોઈએ નહીં. ભૂખ્યા બેસાડી રાખો
તો બેસી રહીએ પણ તમે આ ‘આવો, બેસો, કેમ છો, તેમ છો ?” માન આપો તો બેસી રહીએ, એ જ રોગ ! પણ એ રોગ સરળ રોગ કહેવાય. એ રોગ તો નીકળી જાય બધો !
ત ગાંડ્યા કોઈ ગુરુને બારમે વર્ષે કંઠી તૂટી ગઈ. એક મહારાજ પાસે કંઠી બંધાવેલી. તે મેં જોયેલું, એ પિચકારીઓ મારતા. એમના તાલ બધા જોયેલા. એ બારમે વર્ષે મારી બુદ્ધિ એવી કે આ શું છે ? એ જોયેલું બધું. અને પાછું ટાઢું પાણી રેડી દે આપણી ઉપર, ફરી કંઠી બંધાવા સારું. મેલને મૂઆ, તારી કંઠીને મારે શું કરવી છે ? એ જ મહારાજ પછી મારે અહીંયાં ફોલોઅર્સ (અનુયાયી) થયા.
ક્યાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, એકડિયાના માસ્તરો ! હું કંઈ ગાંઠું એવો માણસ નહીંને ! મમતા હોય તે ગાંઠે, સ્વાર્થવાળો ગાંઠે. જેને મમતા જ નથી, તે શેને માટે ગાંઠે ? મારે બિલકુલેય સ્વાર્થ નહીં ને મમતાય નહીં, અહંકાર એકલો જ, પાછો ગાંડો અહંકાર, એય પાછો ડાહ્યો હોય તો બહુ સારું કહેવાય. એ પૈણાવા જેવો હોય. આ તો પૈણાવાયેય નહીં એવો ગાંડો અહંકાર.
વડોદરે અમારા ઘર આગળ રોજ ચાર ગાડીઓ પડી રહે. કારણ કે ‘ફ્રી ઑફ કોસ્ટ' (વિના મૂલ્ય) સલાહ આપીએ. બધા ગૂંચાયેલા લોક રોજ આવે, પહેલેથી. તે મારા મનમાં શુંનું શુંય લાગે ! હું ભાડાના ઘરમાં રહું અને બંગલાવાળા અહીં આગળ બેસી રહ્યા હોય. ચા મારા ઘરની પીએ. એની પાસે લેવાનું નહીં કશુંય.
પ્રશ્નકર્તા : આ અહંકાર છોડી દેવાનું મન ક્યારથી થયું? એ ગાંડો અહંકાર તમે ક્યારથી છોડી દીધો ?
દાદાશ્રી : એ છોડ્યો છૂટે નહીં. અહંકાર છૂટતો હશે ? એ તો આ સુરતના સ્ટેશને જ્ઞાન પ્રગટ થઈ ગયું, તે એની મેળે છૂટી ગયો. બાકી છોડ્યો છૂટે નહીં. છોડનાર કોણ ? જ્યાં અહંકારનું જ રાજ, એમાં છોડનાર કોણ ? આખો રાજા જ અહંકાર, એને છોડે કોણ ?