________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૫૧૯
પર
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
એ જરા સમજાવો, તો એના પ્રત્યે લક્ષ આવે. એમાં લક્ષ નથી આવતું.
દાદાશ્રી : તમે એ સંતને પૂછો કે તમે કોણ છો ? ત્યારે એ કહે કે હું ફલાણો સંત છું કે બીજું કશું કહે છે ?
પ્રશ્નકર્તા : હા, એમ જ કહે.
દાદાશ્રી : અને “હું ફલાણો છું’ એમ બોલવું એ ઇગોઇઝમ છે અને ચંદુભાઈને કહે કે ‘તમે કોણ છો ?” ત્યારે કહે કે ‘બહાર ઓળખવા માટે ચંદુભાઈ અને હું તો શુદ્ધાત્મા છું,’ એ ઇગોઇઝમ વગર છે.
પ્રશ્નકર્તા : પણ એ સંતનો ઇગોઇઝમ સારા કાર્યમાં છેને ?
દાદાશ્રી : સારા કાર્ય માટે ઇગોઇઝમ છે, પણ ઇગોઇઝમ છે. ખરાબ કાર્ય માટે ઇગોઇઝમ હોય ત્યારે એને રાક્ષસ કહેવામાં આવે. સારા કાર્ય માટે ઇગોઇઝમ હોય તો દેવ કહેવાય. પણ ઇગોઇઝમ એટલે ઇગોઇઝમ, ઇગોઇઝમ એટલે ભટક ભટક કરવાનું. ઇગોઇઝમ ખલાસ થઈ ગયો કે સાચો મોક્ષ થઈ ગયો ! અહીં જ મોક્ષ થઈ જાય.
અને શેના આધીન છે પોતે ? પોતે કરતો નથી. આ તો ઇગોઇઝમ કરે છે કે મેં આ સેવા કરી. પણ જે જાણે કે હું નથી કરતો, બીજી શક્તિ કરે છે, તો સારું કહેવાય. એટલે એ સારા છે, બહુ સારું કામ કરે છે. લોકો કુસેવા કરે છે એના કરતા સુસેવા સારી, પણ બધું ઇગોઇઝમ છે. અને મોક્ષ તો ઇગોઇઝમ વગર હોય. મારે, ગાળ ભાંડે તોય ઇગોઇઝમ ના હોય ત્યાં મોક્ષ થાય. તને કયું ગમે આમાંથી ? ઇગોઇઝમવાળું કે ઇગોઇઝમ વગરનું?
પ્રશ્નકર્તા : પણ એ સંતોને ઇગોઇઝમ બહુ ઓછો થઈ ગયો છે.
દાદાશ્રી : તીર્થકરોની વાત બરોબર કોઈએ જાણી નથી. પણ આ બધા સેવાભાવી છે, સારું છે. એટલે સંપૂર્ણ મોક્ષ નથી. જો એમના કહેવા પ્રમાણે થાય અને એ પ્રમાણે ચાલે તો, આ જાનવરમાં નહીં જવું પડે અને નર્કગતિમાં નહીં જવું પડે, અહીં ફરી માનવ થશો. કારણ કે એ માનવધર્મ છે. સંત છે ત્યાં સુધી અહંકાર અને જ્ઞાની પુરુષ હોય
ત્યાં અહંકાર ના હોય. એ અહંકાર પક્ષમાં પડેલા ના હોય. સંત એટલે સારું કરવાના, એને ખરાબ કરવાનું ફાવતું નથી. લોકોનું ભલું કેમ થાય, કેમ આગળ વધે, ધર્મ કેમ કરી શકે એ બધો અહંકાર. હવે એ અહંકારી નમે શી રીતે ? હવે હું ના નમું, એ પાછી એક નબળાઈ છે.
તે એક દાખલો આપ્યો હતો. એક ઠાકોર હતા. તેને ત્યાં એક સાધુ હતા, તે જમીનની અંદર બેસીને સમાધિમાં રહે અને પછી આઠ દહાડે નીકળે. માટી વચ્ચે જગ્યા રાખે, એની મહીં પોતે કહ્યું હોય એવો ખાડો કરાવે ને પછી પોતે મહીં સમાધિમાં બેસે. પણ પેલા ઠાકોરના મનમાં બહુ લાગી ગયેલું કે, ઓહોહો ! આ તો બહુ અજાયબી કહેવાય. એટલે ઠાકોરે કહેલું કે અમે તમને સુખપાલો લઈને, હાથી લઈને તમે બહાર નીકળો ત્યારે સામા તેડવા આવીશું, સામૈયું લઈને આવીશું. એટલે જ્યારે પેલો બહાર નીકળ્યો ત્યારે હાથી ને બધું લાવીને સામૈયું થયું. એટલે પેલાને સંતોષ થઈ ગયો. અને પછી ફરી છ મહિના પછી પાછો ફરી પેઠો. અને તે દહાડે સહજાનંદ સ્વામી ઠાકોરને ત્યાં આવી ચડેલા. ઠાકોર તો સહજાનંદ સ્વામીનેય માને અને પેલાનેય માને. એટલે પછી સહજાનંદ સ્વામી ભેગા થયા એટલે કહે છે, શું છે ઠાકોર ? ત્યારે પેલા કહે છે કે, ‘આ પેલા સાધુ, એ તો દુનિયાની અજાયબી છે. એટલે સહજાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આ કઈ જાતનું ? પછી સહજાનંદ સ્વામીએ ઠાકોરને એમ કહ્યું કે, “યે દહાડે તમારે સામૈયું કરવા જવાનું છે ?” ત્યારે કહે છે, ‘આઠ દહાડા પછી સામું જવાનું'. ત્યારે સહજાનંદ સ્વામી કહે છે, “આપણે નવમે દહાડે જજો.’ અને પેલા આઠમે દહાડે નીકળ્યાને, તે ‘કિધર હે રાજા, હાથી કિધર હૈ, યે કિધર હૈ, સુખપાલ કિધર હૈ ? આ આશાથી મહીં જીવતો હતો. તે પછી બહાર નીકળીને કિધર હૈ, કિધર હૈ કરતો મરી ગયો. આના આધારે જીવતો હતો, જો આ ભેગું થયું હોત તો જીવત. પણ પેલા શોખે મારી નાખ્યો ! એટલે આ લોકો આવી રીતે ‘હું આ કરું છું. આના આધારે ચાલે છે આ બધું. આપને સમજમાં આવ્યું ને ગેડ બધી પડીને ?
પ્રશ્નકર્તા : હા.