________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
દાદાશ્રી : આ હિન્દુસ્તાનમાં તો બધા બહુ જાતના, કંઈ પાર વગરના બાવાઓ છે. અહંકારને લઈને જીવી રહ્યા છે. અહંકારને નાખી દેવાનો હોયને તો એ મરી જાય. તે અહંકાર તો જીવાડે છે.
૫૨૧
પ્રશ્નકર્તા ઃ યોગી પુરુષનું વર્ણન છે કે સગાંસંબંધીઓ યોગી પુરુષનાં કેવાં છે ? ધૈર્ય એનો પિતા છે, ક્ષમા એની માતા છે, સત્ય એનો દીકરો છે અને શાંતિ એની બેન છે. આ દિશાઓ વસ્ત્ર સમાન છે, ભૂમિ એનો પલંગ છે, શૈયા છે. એટલે આ બધા યોગીનાં સ્વજનો છે. તો એ છતાંય યોગીને ભય કેમ ? એ મારો પ્રશ્ન છે.
દાદાશ્રી : એ યોગી છે પણ જ્ઞાની નથીને ! જ્ઞાનીને આવું તેવું હોય નહીંને ! જ્ઞાનીને બધું સહજ હોય. ઓઢાડો તો ઓઢીનેય બેસે અને સ્ત્રીનાં કપડાં પહેરાવો તો સ્ત્રીનાં કપડાંય પહેરે અને નાગા કરી નાખો તો નાગા ફરે. એટલે યોગીમાં ને જ્ઞાનીમાં તો બહુ જ ફેર હોય. જ્ઞાની નિર્ભય હોય.
પ્રશ્નકર્તા : એટલે યોગીમાં અહંકાર હોય ?
દાદાશ્રી : અહંકાર વગર તો આ ભૂમિ પર સૂઈ રહે, એવું બધું હોય જ નહીંને ? સહજ વસ્તુ શું છે કે ભૂમિ આવી તો ભૂમિ ઉપર, ગોદડું આવ્યું તો ગોદડા ઉપર. તમે કહો કે, ના દાદા, આ ત્રણ ગોદડામાં તમે સૂઈ જાવ તો અમે ના ન પાડીએ. આ સાપેક્ષ વસ્તુ છે કે મોક્ષે જતાં જતાં આવાં સ્ટેશનો આવે, તેથી કંઈ કાઢી નાખવા જેવું નથી. કારણ કે મૂળ સ્ટેશનને જાણીને આ કાઢી નાખવા જેવું નથી. આ ખોટું નથી પણ એની આગળ તો ઘણું જવાનું છે. આ કંઈ છેલ્લું સ્ટેશન નથી. જેમ કોઇ માને કે સુરત એ મુંબઇ સેન્ટ્રલ છે ને, ત્યાં સુરત ઊભો રહીને વાત કરે, એવી આ વાત છે.
પ્રશ્નકર્તા ઃ છેલ્લાં સ્ટેશને જતાં જતાં આવાં બધાં સ્ટેશનો આવે ખરાં ?
દાદાશ્રી : જરૂર, સ્ટેશન આવવાં જ જોઈએ. અને કેટલાકને એની પુણ્ય હોય તો ના ય આવે. કારણ કે બધે સ્ટેશને ફરી વળેલો
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) છે, એટલે ફરી ફરી ના ય આવે. અને જ્ઞાની પુરુષ મળી આવે તો એમ ને એમ કામ પૂરું થઈ ગયું.
પ્રશ્નકર્તા : એ યોગીની જેવી શૈયા કીધીને, એવી રીતે એનું ભોજન જે છે તે જ્ઞાન છે, છતાં એ યોગીને ભય કેમ ?
૫૨૨
દાદાશ્રી : ભય એટલે, એને નિરંતર ભય રહે. કારણ કે એ સાચું જ્ઞાન નથી, એ અહંકારી જ્ઞાન છે. સાચું જ્ઞાન હોયને તો નિર્ભયતા હોય, આખું બ્રહ્માંડ એક આંગળી પર રાખીને ફરે. એ સાચી નિર્ભયતા કહેવાય ! એ તો સંસારના લોક એ સંતોને, યોગીને ‘જ્ઞાની' કહે, પણ આમ જ્ઞાની ના કહેવાયને ! જ્ઞાની તો જુદી જાતના હોય. જ્યાં ક્રોધ-માન-માયાલોભ ને એ બધી નબળાઈઓ હોય નહીં, અહંકાર પણ ના હોય. જ્ઞાતી, અહંકાર શૂન્ય !
અત્યારે અમારામાં અહંકાર કેટલો હોય ?
પ્રશ્નકર્તા : શૂન્ય હોય.
દાદાશ્રી : અહંકાર શૂન્યતાએ પહોંચેલો હોય અને બુદ્ધિ ખલાસ થયેલી હોય. અમારામાં એક જરાક જો અહંકાર હોયને તો આમાની કોઈ વસ્તુ દેખાય નહીં, હું જે બોલું છું તે.
એ તો કૃષ્ણ ભગવાનેય કહે છે કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. કારણ કે જ્ઞાની પુરુષ તો, આત્મા બોલે, એવું દુનિયામાં બીજો કોઈ બોલે નહીં. જેને ઇગોઇઝમ ખલાસ થયો હોય એને
બોલવાની જરૂરેય શું છે તે ? આ તો તમને સમજાવવા માટે કહીએ છીએ. બાકી અમારે તો ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો હોય. અમે તો (વ્યવહારમાં) લઘુતમ પુરુષ હોઈએ. અમારા કરતા નાનો દુનિયામાં બીજો કોઈ જીવ નથી. અને (નિશ્ચયમાં) ગુરુતમ છીએ અમે. અમારા કરતાં કોઈ ઊંચોય નથી. એવા લઘુતમ-ગુરુતમ પુરુષ કહેવાઇએ, જ્યાં આપણું કામ થઈ જાય.
અત્યારે કલાક બેઠાને તો કેટલાંય પાપ ધોવાઈ જાય, ખાલી