________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૫૧૭
પ૧૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
એટલો બધો ક્રોધ નથી, ઓછો છે.” અલ્યા, ઓછો કે વત્તો, પણ એ ક્યારે ભડકો થાય એનું શું ઠેકાણું ? કારણ કે ઓછાવાળાને અહંકાર વધારે હોય કે મારો ક્રોધ ઓછો થયેલો છે, તે બહુ ભડકો થાય. અહંકાર હોય એટલે કષાય હાજર હોય, બધું હાજર હોય.
અત્યારે બધા કહેતા’તાને, આ મોટા મોટા ફલાણા આમ આવ્યાને અને ફલાણે લઈ ગયા. આ કશું ના મળે. આ દેહાધ્યાસની બહાર નીકળ્યા નથી આ લોકો, આખા હિન્દુસ્તાનમાં, એક પણ માણસ ! કેવી રીતે નીકળી શકે ? ગમે તેટલાં પુસ્તક વાંચને તું, પણ પથારીમાં ને પથારીમાં, કંઈ ઊંચે ચઢી જાય નહીં. જયાં સુધી અહંકાર છે, ત્યાં સુધી તું ગમે તે કર, ગમે તે ઓગાળીને પી જાય, પણ કરનારો અહંકાર છે ત્યાં સુધી તારું બધું ફેઈલ. તે જે જે કર્યું એ બધું, ભગવાનની ભક્તિ કરી, બીજું બધું કર્યું, તે એનું ફળ મળશે તને. બાકી આમાં, મોક્ષમાર્ગમાં બધું ફેઈલ. અહંકારે કરીને કહ્યું એનું ફળ સંસાર, પછી ગમે તે કર્યું હોયને ! ભગવાન જોડે વાતો કરી'તી તોય પણ એને કંઈ લેવાદેવા નહીં.
અહંકારરહિત કાર્ય કરે તો મોક્ષ થાય. રાગ-દ્વેષ-મોહની આ બધા સંતો વાતો કરે છે એ સંતો સાચા પણ ભૌતિકની બહાર કોઈ નીકળ્યું નથી. ‘હું ફલાણો (નામ) છું’ એ છૂટે નહીં કોઈ દહાડોય ! કોના આધારે આ છૂટે ? અહંકાર છૂટેલી વાણી કેવી હોય ? એની વાણી તો જુદી હોય. એવો કોઈ ના હોય, ખોળ્યો જડે નહીં.
બાકી, નિર્વિકલ્પ સમાધિ તો હિન્દુસ્તાનમાં કોઈએ જોઈ નથી, હજારો વર્ષથી ! અહંકાર ને મમતા, બે ખલાસ થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ ઉત્પન્ન થાય.
અને આ તો જરા છંછેડેને, ત્યારે મૂઆ ફેણ માંડે તો મહીં હજુ છે આ તો. દેહમાં છે આ તો ! આપણા મહાત્માઓ ફેણ માંડે તો, એ પોતે ફેણ નહીં માંડતો. આ ફેણ માંડનારને એ જાણે છે. આ તો મહીં ભરેલો માલ છે, એ પાવર ચેતન છે. અને પેલા લોકોને તો મૂળ પોતે જ સામો થાય છે. ‘મારું જ સાચું' બોલે, એ અહંકારનો ગુણ છે.
મહાવીર ભગવાનનું સાચું, બીજા બધાની વાત ખોટી છે. જયાં ને ત્યાં પોતપોતાનો અહમ્ સ્થાપે, એને દુકાન કહેવાય. અહીં તો એક કલાકમાં મોક્ષ મળે.
અહંકાર, સંતોમાંય ! પ્રશ્નકર્તા: કેટલીક વખતે સંતોમાં અહંકાર આવી જાય છે, પ્રચારને લીધે, ભક્તોમાં તે નથી હોતો.
દાદાશ્રી : આ સંતોમાં અહંકાર છે જ પણ સાત્ત્વિક અહંકાર હોય. ધીસ ઇઝ ધી એક્સેશનલ કેસ (આ અપવાદ છે) ! અને ધીસ ઇઝ ધી ઇલેવન્થ વંડર ઓફ ધી વર્લ્ડ (આ વિશ્વનું અગિયારમું આશ્ચર્ય છે) !!
પ્રશ્નકર્તા : એક સંત છે, તેમનો માર્ગ જ છે તે સેવામાર્ગ છે, સેવાનો ધર્મ છે.
દાદાશ્રી : એ શુભ માર્ગ કહેવાય. એટલે પછી જાનવરપણું ના મળે.
પ્રશ્નકર્તા : આ સેવાધર્મથી મોક્ષમાર્ગ ચઢિયાતો છે એ મને સમજાવો.
દાદાશ્રી : મોક્ષ માર્ગ તો ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, ક્રોધમાન-માયા-લોભની નબળાઈ ના હોય. અહીં જ એ ચઢિયાતો છે. અને પેલી તો ઉપાધિઓ બધી. ઘેર બૈરી વઢે. ગમે એટલી સેવા કરો પણ રાત્રે ભાંજગડ થઈ કે બીજે દહાડે બગડી જાય પાછું અને દૂધપાક કરવાનો હોય તેને બદલે દહીં થઈ ગયું હોય. પાછું એ લોકો શાસ્ત્રોની વાતો જ કરે છેને? આમ કરો, તેમ કરો, પુસ્તકોય બોલે છે ને એય બોલે છે. કોઈએ કરી બતાવ્યું? એને ધર્મ ના કહેવાય. ધર્મ તો કરી બતાવે એનું નામ ધર્મ. એ તો પુસ્તક બોલે છે ને, આમ કરો, સત્ય બોલો, જૂઠું બોલશો નહીં. ફલાણું કરો, દાન આપો, બધાની સેવા કરો, માણસની સેવા કરો. એવુંય બોલે છે. કેમ લાગે છે તને ? તને પોતાને ફીટ થાય તો બરોબર છે. બાકી બધાને મોક્ષની મહીં ઇચ્છા ના થાય.
પ્રશ્નકર્તા: મને ગમે છે પણ મોક્ષમાર્ગ એનાથી ચઢિયાતો છે.