________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૫૧૫
૫૧૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
શો? આપણે આપીએ ને જતા રહે છે તો બદલો શો ? ઝાડ નીચે બેસીને બહુ વિચાર કર્યો ત્યાર પછી ખબર પડી કે આ તો એનો અહંકાર વેચવા આવ્યો છે. તે કોણ વેચે ? મને કોઈ પૂછે કે ‘તમારે ના હોય તો વેચો?” ત્યારે એ કહે, “ના બા.’ તો પહેલેથી અમારા મિત્રોને આખી ટોળીને કહી દીધું હતું કે, ભઈ આ હાથ માગવા માટે નથી, આ હાથે આપવા માટે છે. અહંકારે કરીને કહું છું કે આ હાથ ભગવાન પાસે માગવા માટે નથી. માટે તમારે કોઈએ ભય ના પામવું કે આ દાદા મારી પાસે માગશે અને તમારે જ્યારે જરૂર હોય તો મને રાતે બે વાગે કહેજો. કારણ કે હું અહંકાર વેચનારો નથી, મહાપરાણે અહંકાર લાવ્યા હોય !
ચગ્યો અહંકાર, પાસ્કા માટે ! એક માણસને મેં કહ્યું કે, “ધર્મભક્તિમાં કંઈ પડને. ત્યારે કહે છે કે, ‘ઘરમાં ધંધો-રોજગાર, બૈરી-છોકરાં એ બધું ત્યાં શી રીતે ધર્મભક્તિ થાય ? મારાથી નવરાશ રહેતી નથી. અને પછી એનો સાળો મરી ગયો, તે લાખોધિપતિ હતો. તે સાળાની વહુ કહે છે કે ‘આ ગયા, હવે કોણ એનું નભાવશે ?” તો આ કહે છે કે “તું ચિંતા ના કરીશ. હું છું.” “તમે તમારું સાચવશો કે મારું સાચવશો ?” ત્યારે એ કહે કે, ‘મારું તો છોકરાં સાચવશે, તું તારે મારી ચિંતા નહીં કરવાની.” તે આખી જિંદગી જો સાળાને ત્યાં પડી રહ્યોને, આનું નામ સંસારી અક્કલ ?
પ્રશ્નકર્તા : આપે એને ધર્મમાં પડવાનું કીધું ? પણ તેણે ના માન્યું ?
દાદાશ્રી : પણ એ અવકાશ જ ના હોય. પેલી બઈએ જરાક કહ્યુંને, ‘કોણ સંભાળશે આ બધું એનું ?” એટલે પેલાને અહંકાર ચઢ્યો. અને અહંકાર ચઢ્યો એટલે મહીં એગ્રિમેન્ટ (કરાર) બધું કરી આપ્યું.
અહંકાર ત્યાં અસહજતા ! પ્રશ્નકર્તા : ભગવાનની કૃપાથી કે કદાચ આપણાં કર્મબળને
લઈને સંસ્કારના ઉદયથી વખતે હોય, પણ અત્યાર સુધી પ્રમાણિકપણું, ચારિત્ર્યવાન કે ખૂબ જ સંતોષી રહ્યા છીએ અને ધનના ઢગલા અથવા વિપુલ સાધનો છતાંય સાદાઈ અપનાવતાં શીખ્યા હોય, તે પણ સહજભાવે, તો પણ તેમાં હું પણું આવતું હશે ?
દાદાશ્રી : ના, સહજભાવ હોય ત્યાં “હું ના હોય અને “હું હોય ત્યાં સહજપણું ના હોય, બે ભેગા રહી શકે નહીં, એક જગ્યાએ. એ આ અમારી બધી સહજ ક્રિયા હોય, ડ્રામેટિક એ થઈ ગઈ પછી કશુંય નહીં. લેવાય નહીં ન દેવાય નહીં. આજ શું વાર તેય ખબર નહીં. તમે કહો કે આ વાર થયો તો અમે ‘હા’ કહીએ અને તમે ભૂલથી અમને કહેવડાવો કે આજે બુધવાર થયો તો અમે બુધવારેય કહીએ. અમારે એવું નહીં, પણ સહજભાવ.
કષાય સહિતની પ્રરૂપણા “અશ્રવણીય' ! જેનામાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં, ‘હું દેખાય નહીં ત્યાં વાત સાંભળજો તો મોક્ષ થશે, નહીં તો મોક્ષ થવાનો નથી. આ બોલ્યાને, બોલનાર અહંકારી, સાંભળનાર અહંકારી, એમાં આપણાં કામ થાય નહીં.
જ્યાં ઇગોઇઝમ છે ત્યાં સત્ય વસ્તુ નથી. બોલનારેય અહંકારી હોય, એનામાં ક્રોધ-માન-માયા-લોભ ભરેલાં હોય અને આપણામાંય ક્રોધ-માન-માયા-લોભ ત્યારે બેને શું મળે ? ક્રોધ-માન-માયા-લોભ જેનામાં હોય નહીં, જે પરમાત્મા સ્વરૂપ થઈને બેઠેલા છે ત્યાં આપણે જે કામ ધારીએ તે કામ થઈ શકે. ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ ના કહેવાય ? ચોવીસ તીર્થંકરો હતા, તે જરાય નબળાઈ એમને નહોતી. અને આ તો જરા આમ સળી કરીએ તો ‘હું', અલ્યા ના મરવાનો હોય તો કહે, ‘હું છું'. ના મરવાનો હોય તેને ‘હું છું” બોલવાનો અધિકાર. આ તો ના છૂટકે બોલવું પડે છે. આ લોકોને બોલવાનો અધિકાર જ નથી.
કેશ જોઈએ કે ઉધારિયું ચાલે? એટલે કેશ હોય તો જ લોકોનું કલ્યાણ થાયને ! બાકી, તમારામાં ક્રોધ ને મારામાં ક્રોધ હોય ત્યારે રહ્યું જ શું છે ? વેપાર શાનો માંડ્યો ? ત્યારે કોઈ કહે, “ના, અમારામાં