________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૫૧૩
પ૧૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : લડાઈ તો આ વિષય જાય તો જ બંધ થાય. કંઈ પણ લે-મેલ કરી કે લડાઈ. જ્ઞાન સિવાય બીજી વસ્તુની લેવાદેવા કરી એ લડાઈ અને બધાં ઉછીના લીધેલાં સુખ. એ લીધેલાં છે તે એને શું કરવું પડશે, રીપે કરવાં (ચૂકવવા) પડશે. દાંતથી લીધેલાં સુખ દાંતને રીપે કરવાં પડશે. દરેકના સુખ લીધેલાં રીપે કરવાં પડે. સ્ત્રીથી સુખ લીધેલાં રીપે કરવાં પડે. એ અત્યારે રોજ રીપે કર્યા કરે છે. સુખ હોય નહીંને, પુદ્ગલમાં સુખ હોય નહીં. સુખ આત્મામાં જ હોય કે જે રીપે કરવું ના પડે. આ તો શેના જેવું છે ? જાતે એકલો પત્તાં રમે, એના જેવું આ જગત. રમતા હશે લોકો ? એકલાં, એકલાં રમે પત્તાં ? તમે રમેલા ?
પ્રશ્નકર્તા : હા, રમેલા. દાદાશ્રી : એમાં શી રીતે સુખ મળે, સુખ શી રીતે મેળવો ?
પ્રશ્નકર્તા : એ ટાઈમ પાસ કરવા રમે, પણ એમાં આનંદ ના હોય.
દાદાશ્રી : હા, ટાઈમ પાસ કરવા પણ સાવ ખોટું ! મને મનમાં એમ થાયને બધું, આ કેવાં દયા ખાવાં જેવાં બિચારાં ! મોટા મોટા મિલમાલિકો આમ કાગળિયા મૂકે.... મને તો બહુ ચીડ, આ કઈ જાતના માણસ છે ? છતાંય આપણે એને ખોટું તો ના કહીએ. કારણ કે નહીં તો કોઈ નિંદામાં પડી જશે. હું નિંદા-બિંદા કરતો નથી, જેટલા ભમરડા પાંસરા રહે એટલું સારું. આ તો ટી-ઓ-પી-એસ, ટોસ કહ્યા છે મેં !
પ્રશ્નકર્તા : એ પણ બાંધી લાવેલું જ ડિસ્ચાર્જ થાય છેને, દાદા ?
દાદાશ્રી : એ રમે છે તેય બાંધી લાવેલું છે અને નવાં બીજ પડી જાય છે ને એને ખબર પડતી નથી. એ કોઝિઝ બધા પડી જાય, એ ખબર પડે નહીં.
મર્યાદિત અહંકાર, ધંધામાં ! પ્રશ્નકર્તા : એક ઠેકાણે આપે એમ જણાવ્યું છે કે ધંધામાં મર્યાદિત અહંકાર હોવો જોઈએ. મર્યાદિત અહંકાર એટલે શું એ સમજાવો.
દાદાશ્રી : ધંધામાં જો અહંકાર વધારે હોયને તો ધંધો ચાલે નહીં. ઘરાક અવળું બોલે તો એ પોતે એની જોડે એડજસ્ટ થાય. મર્યાદિત અહંકાર હોય તો એડજસ્ટ થાય, નહીં તો એડજસ્ટ ના થાય. આ તમે દલાલી કરો છો ને પેલો ઘરાક અવળું બોલે અને તમેય અવળું બોલો તો શું રહે ? એટલે તમારા અહંકારને મર્યાદિત રાખો તો તમે ધંધો કરી શકો. ઘરાક ગમે તેવો ગાંડો હોય, ઘરાક ગમે તેવો હોય પણ ધંધાદારી માણસને આવું ના ચાલે.
ખરીદો અહંકાર, માગે તે આપીએ ! એક ભાઈ મને કહે છે, “સગાંવહાલાં આવીને લઈ જાય છે.' ત્યારે મેં કહ્યું, ‘કેટલા લઈ ગયા ?” ત્યારે કહે, ‘કો'ક સો લઈ જાય, કો'ક પચાસ લઈ જાય છે.' કહ્યું, “સગાંવહાલાંને તું બોલાવી બોલાવીને આપે છે કે ?” ત્યારે એ કહે, ‘એ લેવા આવે છે. બોલાવીને કોઈ આપતો હશે કે ?” કહ્યું, ‘તારે ઘેર લેવા આવે છે કે ત્યાં જઈને તું આપી આવે છે ?” એ કહે, ‘ઘેર આવે છે.’ કહ્યું, ‘કેટલા માગે ?” એણે કહ્યું, “સો.” પૂછ્યું, “શું સગા થાય ?” ત્યારે એ કહે, ‘કાકા સસરાનો છોકરો.' તે આવે છે ને, માટે કંઈ એવિડન્સ છે. ‘પણ એમ તો ખાલી થઈ જાયને ?” ત્યારે મેં કહ્યું, ‘કંઈ મફત આપવાના છે ?” ત્યારે કહે, ‘તે મને શું આપી દીધું ?” ત્યારે મેં કહ્યું, ‘એનો અહંકાર વેચે છે, લઈ લેજે.' બે વસ્તુ થાય, કાં તો અહંકાર ગીરવે મૂકીને લઈ જાય, એ પૈસા પાછા આપી જાય અને વેચીને લઈ જાય એ ના આપે. એટલે મેં તો અહંકાર જ વેચાતો લીધો. આ બધો સામાન ક્યાંથી આટલો બધો ? આ તમેય અહંકાર વેચાતો લીધો. મને દેખાતું હતુંને ! પછી મને કહે છે, ‘બધા લોકોને આપ્યા, સગાંવહાલાંને આપ્યા પણ પાછા કોઈએ આપ્યા નહીં.” મેં કહ્યું, ‘બહુ સારું થયું. અહંકાર વેચાતા લીધા, તે આજે તમને ખબર પડી ?”
પ્રશ્નકર્તા : હા, આજે ખબર પડી. દાદાશ્રી : નાનપણમાંથી મને વિચાર આવેલો કે, આનો બદલો