________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૫૧૧
૫૧૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : ધારો કે આપણે ધંધો કરવો હોય ને આપણને અંદરથી થાય કે હું કરી શકું છું. દાદા મળ્યા પછી અંદરથી થાય કે નકામો તું તારી જાતને શું માન્યા કરે છે ? આ કરવું છે ને તે કરવું છે. ચૂપચાપ બેસી રહે ને
દાદાશ્રી : એ બરોબર. ધંધો તો તમારે ઉદય આવે ત્યારે એની મેળ બનવા દેવું અને તેય ચૂપચાપ બેસી રહેવું નહીં. મારે કંઈક બિઝનેસ કરવો છે, એમ વ્યવહાર પૂરતું રાખવું. વ્યવહારમાં મારા ઉદયમાં જે હોય તે મારે કરવું છે અને તે પણ ઉદય પ્રમાણે આવીને ઊભું રહે. બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, તે પ્રમાણે કરવાનું અને એમાં થઈ જ જાય. એ તો આપણે કહેવાની જ જરૂર છે કે મારે કરવાનું છે. ગોઠવી ગોઠવીને કરે એ તો બધું નકામું. એટલે સંસાર ઊભો કરવો પડે પછી.
પ્રશ્નકર્તા : ધાર્યું થાય નહીં એટલે પછી ડિપ્રેશન આવે.
દાદાશ્રી : એ તો અત્યારે ધાર્યું ના થાય. પણ તે ઘડીએ પાછું આવ્યા પછી આપણને ખબર પડે કે ઓહોહો ! આ તો ધાર્યું જ થયું બધું. એટલે તારે બોલવાની જ જરૂર કે ઉદયમાં જે હો એ ભલે હો. હા, જે બનવાનું છે તે ભલે બને. સમજણ પડી તને ?
પતિ-પત્ની વચ્ચે અહંકાર ! પ્રશ્નકર્તા : પુરુષનો જે અહંકાર છે, ઘણી વખત સ્ત્રી એ પુરુષના અહંકારને તોડવા કરતી હોય છે. આની લડાઈ હેય. હવે અહંકાર કંઈ એમ ને એમ તો ઓછો જતો રહેવાનો છે ? આ જે એક્સેપ્ટ કર્યું કે ભઈ, આ અહંકાર છે, આ ખોટી વસ્તુ છે અને અહંકાર કાઢવો છે.
દાદાશ્રી : ત્યારે જ જાયને ! એ તો જાણીને અનુભવ સહિત જાય, એમ ને એમ જાય નહીં.
પ્રશ્નકર્તા : અનુભવ સહિત એટલે કઈ રીતે, દાદા ?
દાદાશ્રી : તમે અહમ્ કરો એ ખોટો છે એવું તમને અનુભવ થાય અને ત્યાર પછી એ જાય. એટલે અનુભવ સહિત જાય.
પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી એ અનુભવ ના થાય ત્યાં સુધી ન જાયને ?
દાદાશ્રી : કેટલાક અનુભવ સહિત જાય, કેટલાક એમ ને એમ ઓગળી જાય.
પ્રશ્નકર્તા: વ્યવહારમાં જે અહમ્ રહે છેકોઈ વખત, તો એને લીધે તણખા બહુ ઝરે.
દાદાશ્રી : એ તો અહમૂના તણખા ઝરતા નથી, એ દેખાય છે અહંકારના તણખા પણ વિષયને આધીન થઈને એ હોય છે. વિષય ના હોય ત્યારે આ ના હોય. વિષય બંધ થાય ત્યારે પછી એ ઇતિહાસ જ બંધ થઈ જાય. એટલે જો બ્રહ્મચર્યવ્રત લઈને રહે વરસ દહાડા માટે, તે એમને હું પૂછું છું, ત્યારે કહેશે, ‘તણખા એક્ય નહીં, કચકચ નહીં, ખટપટ નહીં, કશું જ નહીં, સ્ટેન્ડ સ્ટીલ !' હું પૂછું પાછો, હું જાણું આવું થઈ જાય હવે. એટલે એ વિષયને લીધે હોય છે.
પ્રશ્નકર્તા : એ તો લડાઈ તો પરણે ત્યારથી જ શરૂ થાય છે.
દાદાશ્રી : હા, ત્યારથી શરૂ થાય. એ લડાઈને આપણા અનુભવીઓએ નામ આપ્યું છે, પોપટમસ્તી. એ સાચી લડાઈ નથી. આ સાચી લડાઈમાં તો બીજે દહાડે જુદો થાય. આ પોપટમસ્તી છે. આપણે જાણીએ કે પોપટ હમણાં એને મારી નાખશે, મારી નાખશે પણ ના મારે, બચકાં ભરે, ચાંચો મારે, બધું કરે. એટલે આ પોપટમસ્તી કહી. બીજે દહાડે કશુંય ના હોય. દૂધ ફાટી ના ગયું હોય, ચા થાય.
પ્રશ્નકર્તા : ચા આપે પણ પછાડીને આપે તેનું શું ?
દાદાશ્રી : હા, કપ પછાડીને આપે પણ ફાટી ના જાય. એ કપ પછાડીને આપે તો આપણે ના પછાડીએ તો એ બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ લડાઈ બંધ ના થાય ?