________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
પ૦૧
૫૦૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
અહંકાર ઓગળ્યા કરે. અને આ જ્ઞાન આપ્યા પછી ઇગોઇઝમની શી દશા થાય છે ? ત્યારે કહે છે, આજે બહુ ઠંડી પડી હોય ને બનાવવાવાળા પાસે બરફ પડી રહ્યો હોય, હવે એ જાણે કે ક્યારે આ વેચાશે ? ક્યાં મૂકી રાખે એને ? એટલે એકદમ સસ્તો કરી નાખે, તો કોઈ શેઠિયો હોય, તે કહેશે, બરફ ભરી લો. હવે બરફ ભરી લે, કેટલાય કોથળા પાથર પાથર કરશો તોય ઓછો થતો જશે કે વધતો જાય ? શી રીતે ઓછો થતો જાય ? રાતે કેમ કરીને ઓછો થાય ? એ તો ઓગળ્યા જ કરે નિરંતર. એટલે આ જ્ઞાન આપ્યા પછી અહંકાર ઓગળ્યા જ કરે છે. પછી કેટલાક તો કોથળા બાંધ બાંધ કરે છે, વહેર ઘાલ ઘાલ કરે છે. અલ્યા, ના દાબીશ.
અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે!
પ્રશ્નકર્તા : અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે ? કોઈ પણ કામ કરવાનું હોય તો માણસને એને પોતાને આત્મવિશ્વાસ ના હોય તો એ કામ ના કરી શકે.
દાદાશ્રી : નહીં, એ તો બુદ્ધિનું ડિસિઝન છે અને એ તો કર્મના આધીન છે.
પ્રશ્નકર્તા : જેને સેલ્ફ કોન્ફિડન્સ કહીએને, તે ?
દાદાશ્રી : નહીં, ‘કોન્ફિડન્સ’ તો આવે કે ના આવે, પણ છેવટે ‘ડિસિઝન’ આપ્યા વગર રહે નહીં. કારણ કે ટાઈમ થયો એટલે ડિસિઝન અપાઈ જ જાય. ‘સેલ્ફ કોન્ફિડન્સ’વાળો જરા નીડર રહે અને પેલો ડર્યા કરે અને એને શંકા થયા કરે.
પ્રશ્નકર્તા : “સેલ્ફ કોન્ફિડન્સ' ને અહંકારને શું લેવાદેવા હોય?
દાદાશ્રી : “સેલ્ફ કોન્ફિડન્સવાળો કોણ હોય કે જેનો અહંકાર જરા કમી (ઓછો) થયેલો હોય તે !
પ્રશ્નકર્તા : કમી હોય કે વધારે હોય ?
દાદાશ્રી : કમી હોય.
પ્રશ્નકર્તા : સામાન્ય રીતે તો અમને અહંકાર અને સેલ્ફ કોન્ફિડન્સ એ બન્ને ભેગા દેખાય છે.
દાદાશ્રી : એ તો આપણને લાગે એવું, પણ મૂળમાં અહંકાર દબાયેલો હોય તો સેલ્ફ કોન્ફિડન્સ આવે, નહીં તો ના આવે. હંમેશાં જો ઇગોઇઝમ પ્રમાણમાં વધારે હોયને તો સેલ્ફ કોન્ફિડન્સ એ માણસને હોય જ નહીં. એ ગુંચાયા જ કરતો હોય. ત્રણ કલાક ગૂંચાય ત્યારે ઠેકાણે પડે. તેય પાછું કેવું કે ‘એવિડન્સ' (સંયોગો) મળે એની મેળે. કુદરતી રીતે ત્યારે ઠેકાણે પડે. પોતાને ગૂંચામણ હોય પણ ‘વ્યવસ્થિત શક્તિ’ ઠેકાણે પાડી દે છે.
પ્રશ્નકર્તા : આ જગતમાં જે મોટા માણસો થયા, તે બધાને ‘ઇગોઇઝમ” મોટો હતો કે “સેલ્ફ કોન્ફિડન્સ” મોટો હતો ?
દાદાશ્રી : ઇગોઇઝમ ઓછો હતો. સેલ્ફ કોન્ફિડન્સ વધારે હતો. જેટલો ઇગોઇઝમ વધારે ને, એટલું એ ડિસિઝન નહીં આપી શકે. સ્ટેશન જવું, આ રસ્તે જવું કે આમ જવું, તેમાંય ગૂંચાય. ગૂંચાયેલા માણસ નહીં જોયેલા તમે ?
પ્રશ્નકર્તા : અહંકારી માણસ હોય છે, તે પોતાના અહંકારના માર્યા પણ અમુક પ્રગતિ તો કરે છેને ?
દાદાશ્રી : એય અહંકાર છે, પણ એનો અહંકાર બીજા કરતાં ઓછો છે. જે પેલો ગૂંચાય છેને, તેનાં કરતાં આનો અહંકાર ઓછો છે. અને અહંકારને ‘સોલ્યુશન’ કરીને, શોધખોળ કરીને છૂટો કરેલો છે. એણે અહંકારની ‘રિસર્ચ' (શોધખોળ) કરેલી છે, પેલાએ તો ‘રિસર્ચ જ નથી કરી !
પ્રશ્નકર્તા : એનો કોન્ફિડન્સ બિયોન્ડ (આત્મવિશ્વાસથી પર) જાય છે ત્યાં ઇગોઇઝમ નથી આવતો ?
દાદાશ્રી : ના, એવું નથી.