________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
દાદાશ્રી : હા. એ તો જરા દાદાનું યશનામકર્મ છે. બાકી પોતે કશું કરે નહીં. નહીં તો લોકો બધે કહે છેને, ચમત્કાર છે આ બધા. ત્યારે મેં કહ્યું, ‘આ ચમત્કાર કહેવાય નહીં. આ અમારું યશનામકર્મ છે.’ કો’કનું નાનું છોકરું તળાવ ઉપર બેઠું હોય, આવડું બે-ત્રણ વર્ષનું, તેને છોડીને કોઈ જતું રહ્યું હોય, તો આપણે બધા ત્યાં ગયા હોઈએ તો એને શું કરીએ ? એને કહીએ કે ‘ભઈ, મહેનત કર?”
પ્રશ્નકર્તા : ના.
૪૯૯
દાદાશ્રી : ત્યારે શું, ખાવાનું મફત ના આપીએ ? એને અહંકાર નથી, ત્યાં સુધી અહંકારીઓ એને મળી આવવાના, બધું સપ્લાય કરનારા. એનું નામ જ ભગવાન. સંસારી ભગવાન કોનું નામ ? અહંકારી એનું નામ સંસારી ભગવાન, એ જ સંસારી ઈશ્વર. નાના છોકરામાં અહંકાર ના હોય એટલે એને હરેક ચીજ સપ્લાય થાય. એવું જ્ઞાનીમાં અહંકાર ના હોય, તે હરેક ચીજ સપ્લાય થાય. તમારો અહંકાર જ તમને સપ્લાય થવા દેતો નથી.
નાનું બાળક આવડું છે માટે નહિ, કો'કનું હોય તોય, આપણે ઘેરથી દૂધ લાવીને એને પાઈએ અને એમ ના કહીએ કે ઘેર જઈને પી આવ, જા ! અરે, બકરીનું બચ્ચું હોય તોય આપણે લાવીને પાઈએ ને બિલાડીનું બચ્ચું હોય તોય પાઈએ. એ બચ્ચાને આપણે છંછેડીએ ને એ કરડે છે, એ અહંકાર નથી, એ સ્વાભાવિક ક્રિયા છે. એટલે આ અહંકારને લઈને જ અટક્યું છે બધું. જેમ જેમ અહંકાર નિર્મૂળ થતો જાય, ઓછો થતો જાય તેમ તેમ બધી વસ્તુઓ તમારા ખોળામાં પડતી જાય. તમારી ઇચ્છા થઈ એ કાયદો કેટલે સુધી છે ? એક બાજુ ઇચ્છા ઉત્પન્ન થવી ને એક બાજુ વસ્તુ ઓન ધી મોમેન્ટ મળી રહે ! એટલો
બધો સરસ કાયદો છે !
પ્રશ્નકર્તા : પેલો આત્મા સત્ય સંકલ્પ કરે છે, તો...
દાદાશ્રી : આ તો બધી ચવાઈ ગયેલી વાત છે. સંકલ્પ એ કરે નહીં અને કર્યું એટલે તે હાજર થયે જ છૂટકો. એટલી બધી શક્તિઓ છે.
૫૦૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
અહંકારે આંતર્યો આત્મઉજાસ !
પ્રશ્નકર્તા: અમારી બધી શક્તિઓ આવરાવાનું મુખ્ય કારણ અહંકાર જ છે ?
દાદાશ્રી : અહંકારને લઈને જ બધી શક્તિઓ વેડફાઈ ગઈ છેને ! આંધળો હોય હંમેશાંય. હવે અહંકારના ભાગ પાછા પાડીએ, એના ડિવિઝન પાડીએ કે ભાઈ, આ અહંકાર તો કયા વિષયમાં ? આને લોભમાં અહંકાર વધારે છે, આને માનમાં અહંકાર વધારે છે, એવું બધા અહંકાર. એટલે આ અહંકાર જ આંતરે છે, એવું તમને લાગે છે ?
પ્રશ્નકર્તા : અહંકારને લીધે જ ટક્કર થાય ?
દાદાશ્રી : આ બધી ભાંજગડ જ અહંકારની છે. હવે આ કહે છે કે દાદા, તમે છે તે બહુ બહુ વિચાર કરી નાખો છો, ત્યારે કહે ના, અમારે પેલો અહંકાર શૂન્ય થઈ ગયો છેને ! આ તમે જે કહેવા માગો છોને તે પાછળ એવું જ કહેશે, આ બુદ્ધિશાળીઓ. કારણ કે આવું કેવી રીતે બને આ ! અલ્યા, એમાં કશુંય કરવું નથી પડ્યું. એ અહંકાર શૂન્ય કરવાની જરૂર છે. નહીં તો એટલું બધું હું શી રીતે કરું આ ? આખા બ્રહ્માંડના વિચાર કર્યા હોય, એટલી બધી વાત માણસ કેવી રીતે વિચારી શકે તે ?
પ્રશ્નકર્તા ઃ એ તો વધારે ગૂંચવાય, દાદા ?
દાદાશ્રી : ઊલટો વધારે ગૂંચવાય. આ જે આત્માનો પ્રકાશ છે, આ તમને કામ લાગે છે, એ આ વચ્ચે ઇગોઇઝમ છે. ઇગોઇઝમની જેવી ડિઝાઈન છે એ ડિઝાઈન થ્રુ પ્રકાશ આવે છે. ઇગોઇઝમની ડિઝાઈન કેટલાકને આમ હોય, કેટલાકને આમ થાય, કેટલાકને આમ થાય, તે આવી ડિઝાઈન થ્રુ થઈને આવે. પણ જો ઇગોઇઝમ ખલાસ થઈ ગયો હોય તો ? સીધું ડિરેક્ટ જ લાઈટ પડેને ?
પ્રશ્નકર્તા : અમારા અહંકારનું જે સ્વરૂપ છે અત્યારે, તેને ઝીરો પર લાવવા માટેનું પુરુષાર્થનું કયું બટન છે ?
દાદાશ્રી : શુદ્ધ ઉપયોગ એ જ. જેટલો શુદ્ઘ ઉપયોગ એટલો