________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૪૯૭
૪૯૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
‘તુમ્હારે યહાં ક્યા બોલતા હૈ ?” પછી આપણે એવું બોલીએને તો ખુશ થઈ જાય ! એની ભાષામાં ઉકેલવું જોઈએ. પાછા પોતાની ભાષામાં સ્વીકાર કરાવવા જાય છે. તમારી ભાષામાં મારે વાત કરવી જોઈએ. સામાની ભાષામાં વાત કરવી જોઈએ કે આપણી ભાષામાં ? તમને કેમ લાગે છે ? દરેકની ભાષા જુદી હોયને ? આપણે એવા દેશમાં ગયા હોઈએ તો આપણી ભાષામાં વાત કરીએ તો શું થાય એને ? અવળું પડી જાય બિચારાને !
અમે બધા ખૂણા જોઈને ચાલીએ છીએ, ત્યારે અમને કોઈ જગ્યાએ પગમાં કોઈ ચીજ અથડાઈ નથી.
એને કહેશે ભગવાન !
પ્રશ્નકર્તા : હું એટલે જ તો કહું છું, ‘આમ આમ’ કરીને નીકળી જઈએ.
દાદાશ્રી : એ તો તમારી બનાવટ છે. સ્વીકાર કરી લોને ભઈ, જેમ હું સ્વીકાર નથી કરતો ? ખરો કાયદો શો છે કે સામો સ્વીકાર ના કરતો હોય તો તમે તમારે મારી ભૂલ છે, એમ કહેશો તો ત્યાં કામ ચાલશે. નહીં તો કામ ચાલશે નહીં.
પ્રશ્નકર્તા : એ તો હું કંઈ વાત કરતો હોઉં ને હું માનું કે મારી વાત ખરી છે, અને એ કહે કે ના, ખોટી છે, તો એ તો બેને સલ જ થાયને, એટલે ગમે તેણે છોડી દેવી પડેને ?
દાદાશ્રી : મારી વાતથી ટસલ જ ક્યાં થાય છે કોઈની જોડે ? નથી થતી એનું શું કારણ છે ? મારું સ્વચ્છ ! જ્યાં અહંકારની રેફ નથી. અને અહંકારની રેફ હશે એ અંતરાય પાડ્યા વગર રહે નહીં, ડખો કર્યા વગર રહે નહીં. એટલે જ્યાં ડખો થાય ત્યાં ખેંચી લેવું.
પ્રશ્નકર્તા : એ ટેસ્ટ બરોબર છે અમારે માટે. અમારું સાચું હોય છતાં અમે તરત જ તમારી માફક પાછું ખેંચી શકીએ, એટલી નમ્રતા આવે તો અમે અહંકારરહિત છીએ. સામાને સમજાવી ના શકીએ ત્યાં કંઈક અમારામાં ખૂટે છે.
દાદાશ્રી : સમજાવી ના શકે એનું નામ જ અજ્ઞાન છે.
હમણે છે તે કોઇ એવા દેશમાં આપણે ગયા અને ત્યાં આગળ આપણે આશીર્વાદ આપ્યા ને કહીએ “સ્વસ્તિ' ! તો એ શું સમજે ? ‘ક્યા કુછ અપને કુ ગાલી દિયા ઉસને ?” તે અવળું સમજે તો મારી બેસે. એટલે આપણને પેલા ઉગ્ર થતા દેખાય, ત્યારે આપણે મનમાં એમ ના રાખવું કે મેં આશીર્વાદ આપ્યો છે ને આ શા આધારે ઉગ્ર થાય ? એવું તેવું ના રાખવું. આપણે તરત જ કહેવું કે ભઈ, તમારી જોડે મારી ભૂલ થયેલી લાગે છે ! એમ કહીએ ત્યારે પેલો પાછો ફરે. ‘હમારી ભૂલ હો ગઈ” તો પેલો સ્વીકાર કરે. પછી આપણે એને કહીએ કે
પ્રશ્નકર્તા : અજ્ઞાની હોય, તે આ બધા સાધુ થાય છે, તે સાધના કરવા જાય છે. એક જંગલમાં જઈને એક્લો પડ્યો રહે, કોઈની સાથે અથડામણમાં ના આવે, તો એનું શું થાય ? વ્યવસ્થિત લાગુ પડે કે નહીં ?
દાદાશ્રી : વ્યવસ્થિત જ છે. વ્યવસ્થિત કેવું હોય ? કોઈ દૂધ લઈને આવે, ત્યારે ‘હમકો દૂધ નહીં ચાહિયે” બોલે કે ના બોલે ? આ ગાંડાઓને શું ? અહંકાર શું ના કરે ?
પ્રશ્નકર્તા : એને દૂધવાળો કોઈ આવવાનો જ ના હોય, એને કોઈ નિમિત્ત જ ના મળે તો ? એ અહંકારનું શું ?
દાદાશ્રી : ના, એ તો આવે જ. દૂધવાળો ને એ બધા આવે જ. એટલે ટાઈમ થાયને એટલે આ શરીરને બે દહાડા ભૂખ્યો રહ્યો હોયને તો કંઈનું કંઈ આવી જ મળે. એવી આ દુનિયા ગૂંચાયેલી છે અને પછી મામેરું ઊભું રહે. પછી આપણા લોક ગાય કે ભગવાન આવીને મામેરું પૂરું કરી ગયા. આપણા દેશમાં જ લોકો આવું કહે. બાકી, વર્લ્ડમાં કોઈ કહે નહીં કે ભગવાન કરી ગયા. વર્લ્ડમાં કોઈ કહે ? આ અક્કલના કોથળા આવું કહે !
પ્રશ્નકર્તા: એ તો ‘દાદા’ કરી ગયા એવું તો કહે છેને બધા ?