________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
પ૦૩
૫૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : અહંકારથી ફાયદો શું થતો હશે ?
દાદાશ્રી : અહંકાર કશું જ કરતો નથી, તો અહંકારથી ફાયદો શું થતો હશે ? અહંકાર કાયમ નુકસાન જ કરે, ડખો કરે. તો અહંકાર શું નુકસાન કરે છે, એ કંઈ કહેશો ? આ લોક અહંકાર કરે છે ને એનો ફાયદો શું મળે છે ? જેટલો અહંકાર કરે છેને, એ પોતે નથી કરતો, એટલે એ આરોપ કરે છે, તેથી તેનું ફળ આવતો ભવ મળે છે. પોતે પોતાની પ્રતિષ્ઠા કરી રહ્યો છે, આવતા ભવની !
પ્રશ્નકર્તા : આ જૂનું ભોગવી રહ્યો છે, એને એ તો એવું માને છે કે આ મેં કર્યું.
દાદાશ્રી : હા, ભોગવી રહ્યો છે, તેમાં અહંકાર કરવાનો હોય નહીંને !
પ્રશ્નકર્તા : પણ લોકો તો એ જ કરે છેને ? સામાન્ય જીવનમાં તો એ જ થાય છેને ?
દાદાશ્રી : હા, તે ભોગવી રહ્યાનો અહંકાર કરે કે “મેં કર્યું.’ કહેશે, ‘હું ગાડીમાં આવ્યો, હું નાહ્યો, હું સંડાસ જઈ આવ્યો, મેં ચા પીધી’ અને તે કરેક્ટ માને પાછા, વિશ્વાસ હઉ રાખે. નહીં તો એવું ડ્રામેટિક બોલવામાં વાંધો નથી.
પ્રશ્નકર્તા : એટલે એ જે કહે છે, એ આવતા જન્મનું બાંધે છે.
દાદાશ્રી : પોતાની પ્રતિષ્ઠા જે કરી રહ્યો છે એ ટાંકણું લઈને ઘડ ઘડ કરે છે. પોતાની મૂર્તિ ઘડે છે. ચાર પગવાળી, છ પગવાળી કે આઠ પગવાળી કે બે પગવાળી મૂર્તિ ઘડી રહ્યો છે. તે બે પગમાં વિશ્વાસ ના હોય તો ચાર પગની બનાવને, પડી તો ના જવાય ! અને જો પાછળ એક પૂંછડું મૂકે તો દોડે, આમ પૂંછડું ઊંચું કરીને દોડે !
પ્રશ્નકર્તા : જેમ જેમ અહંકાર શુદ્ધ થતો જાય એમ એમ આત્મવિશ્વાસ વધતો જાય ?
દાદાશ્રી : એ અહંકારનું શુદ્ધિકરણ થવું એ વાત જુદી છે. પણ શુદ્ધિકરણ થાય નહીંને ! શુદ્ધિકરણ માટે રસ્તો જોઈએ. એનો રસ્તો હોય છે. ને સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે મોક્ષ થઈ જાય.
મતદેહ-વાણી પર તથી સત્તા આત્માની !
આ જે લોક કહે છે કે અમે આત્માની સત્તાએ ગયા, એ બધી અહંકારની સત્તામાં ગયા છે.
પ્રશ્નકર્તા : આપ આત્માની સત્તામાં ગયા છો એમ અમે માનીએ છીએ, છતાં પણ આપને દેહનું કષ્ટ કેમ આવે ?
દાદાશ્રી : એ તો આવે. લેવાદેવા નહીંને, આને ને આને કશી લેવાદેવા નહીં, તદન જુદો જ. વીસ વર્ષથી આના દસ્તાવેજ અમે ફાડી નાખેલા છે. આ તમારી જોડે વાત કોણ કરે છે ? ટેપરેકર્ડ. આ તો અહંકાર કરે છે કે “હું બોલું છું' એવું. બોલે છે કો’ક અને પોતે માથે લઈ લે છે.
પ્રશ્નકર્તા : આ ટેપરેકર્ડ તમે કહ્યું તો એનો અર્થ એવો કે કંઈ કોઈનાથી પહેલાં રેકોર્ડ થયેલું છે આ ?
દાદાશ્રી : એ અહંકારથી ટેપરેકર્ડ થાય છે. અહંકારથી ફરી પાછી ટેપરેકર્ડ ઉતરે છે. ફરી પાછી અહંકારથી ટેપરેકર્ડ થાય છે. અહંકાર ના હોય તો ટેપરેકર્ડ થાય નહીં.
પ્રશ્નકર્તા : આપ બોલો છો એ કઈ રીતે બોલાય છે ? દાદાશ્રી : આ ટેપરેકર્ડ ઉતરેલી છે તે. પ્રશ્નકર્તા : કોણે ઉતારી ?
દાદાશ્રી : એ ગયા અવતારના અહંકારે ઉતારી. હવે ના ઉતરે. જે ચાર્જ થયેલી છે તે આ ડિસ્ચાર્જ થઈ રહી છે, એક્ઝોસ્ટ થઈ રહેલી છે.
પ્રશ્નકર્તા : આ ક્યાં સુધી ચાલવાની ?